માત્ર ભાગની જ વહેંચણી કરવી છે
નેતાઓને તો હજી ચૂંટણી કરવી છે
છે નામ અલગ પણ કામ છે એક જ
સૌ પક્ષોને હજી ધરણાં,રેલી કરવી છે
પ્રજાનું જે થાવું હોય તે ભલે ને થાતું
પદ, માયાને સ્વ ઘર ભેળી કરવી છે
આવ ભાઈ હરખા,આપણે સૌ સરખા
ધર્મ,જાતિમાં જ પ્રજાને ઘેલી કરવી છે
આત્મા બાત્મા એ છે કંઈ બલાનું નામ?
નેતાઓને પાપોથી ગંગાને મેલી કરવી છે
રાજ’નીતિ’ બની છે ‘રાજ’ માટેનું કારણ
ખરીદ-વેચાણની બજાર ભેળી કરવી છે
કાન્હો અવતરે તો જ મરે ઘરઘરનો કંસ
પ્રજાને તો આ આશ જ છેલ્લી કરવી છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply