I Quit
વિવાદોથી,વિષાદોથી
I Quit
બિનઉત્પાદક ઉત્પાદોથી
વર્તુળાકાર પ્રવાસોથી
I Quit
બહેરાં સાદોથી
શૂન્ય પ્રતિસાદોથી
I Quit
કુવિચારોની લાદોથી
મૂંગા સંવાદોથી
I Quit
સંયમીત ઉન્માદોથી
અરસિક દાદોથી
I Quit
કર્મનાં હીસાબોથી
સાત્વિક પિશાચોથી
I Quit
મોહમાયાનાં નાદોથી
અસ્તિત્વનાં અપવાદોથી
I Quit
I Quit
-મિત્તલ ખેતાણી
Leave a Reply