1) નવલકથામાં તમે શું આપ્યું છે ?
~ નવલકથા ન લખીને ગુજરાતી વાંચકોને હાશકારો આપ્યો છે.
2) કવિતાને એક લીટીમાં વર્ણવવી હોય તો ?
~ કલ્પના વિશ્વમાં અઢળક સ્ત્રીઓ સાથે સંબંધો બાંધનારો એક વ્યક્તિ
3) બાળ સાહિત્યમાં શું યોગદાન આપશો ?
~ ઘણા બધા બાળકો
4) વિવેચક બનવા માટે શું જરૂરી છે ?
~ કાં તો ઘણા બધા લેખક મિત્રો અથવા ઘણા બધા શત્રુ લેખકો
5) જીવનમાં એકવાર ચંદ્રકાંત બક્ષી બનવાનો મોકો મળે તો ?
~ હું કહી દઉં કે મયૂર ચૌહાણ ગુજરાતી સાહિત્યનો સર્વશ્રેષ્ઠ લેખક છે, બક્ષી કરતા પણ !
6) ટાઈમ ટ્રાવેલમાં ક્યા લેખકની કૃતિને પોતાના નામે કરવાનું પસંદ કરશો ?
~ મેઘાણીની સોરઠી બહારવટીયા, બક્ષીની પેરલિસિસ, વિનોદ ભટ્ટની વિનોદની નજરે, દર્શકની ઝેર તો પીધા છે જાણી જાણી, વિનેશ અંતાણીની પ્રિયજન, જયંત ખત્રીની ખરા બપોરે, પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ, આશુ પટેલની ડૉન અને લલિત ખંભાયતાની જેમ્સ બૉન્ડ સાથે એકવાર મિત્રોના ચરિત્રો પાછા લખવા….
7) કોઈ મહિલા લેખિકાના જીવનને નજીકથી જાણવું હોય તો કોના પર પસંદગીનો કળશ ઢોળો ?
~ અમૃતા પ્રિતમ
8) કોઈ લેખકની શૈલી ચોરવાની હોય તો કોની ચોરશો ?
~ ધૈવત ત્રિવેદી અને ધ્રૂવ ભટ્ટ
7) જીવનમાં એકવાર કોઈ સાહિત્યક પાત્રને જીવતો કરવાનું મન થાય તો ?
~ ભદ્રંભદ્ર અને બાબુ વીજળી
8) સાહિત્યમાં કોને પોતાનો દુશ્મન બનાવશો ?
~ ચંદ્રકાંત બક્ષીને, એમની ગાળો પણ ખાધા જેવી હતી. તરત પચી જાય.
9) એકધારા ક્યા લેખકને જોવાની ઈચ્છા છે ?
~ જયેશ અધ્યારૂના ચહેરાને ફિલ્મ જોતા સમયે એકધારા જોવાની ઈચ્છા છે.
10) ક્યા સાહિત્યકારનું મગજ ચોરી કરવા માગો છો ?
~ જય વસાવડા
11) સવારે ઉઠો અને એક દિવસ માટે કાજલ ઓઝા વૈદ્ય બની જાઓ તો શું કરો.. ?
~ બધી નવલકથાના કોપી રાઈટ મયૂર ચૌહાણના નામે કરાવી દઉં
12) નિધન પામેલા સાહિત્યકારને ફરી જીવંત કરવાનો મોકો મળે તો કોને જીવતા કરશો ?
~ અશ્વિની ભટ્ટ
~ મયૂર ખાવડુ
(પ્રશ્ન એમ નેમ રાખી કમેન્ટમાં પોતાના જવાબો આપવાની છૂટ)
Leave a Reply