ફિલ્મ ટ્રોય. યુધ્ધના મેદાનમાં એક સાત ફુટ લાંબો યોદ્ધા. જેને જોઇ સામેની સેનાના હાડકા ઢીલા થઈ ગયા. અને ત્યાં એક ઘોડેસવાર આવ્યો. જેનું નામ અકિલીસ, જેને જોઇ સામેની સેના જે અત્યાર સુધી હોંશ ખોઇ બેઠી હતી, તેના જીવમાં જીવ આવ્યો. યુધ્ધ શરૂ થયુ અને પળવારમાં અકિલીસે સામેના યોદ્ધાના પીઠમાં આખી તલવાર ઘોંચી દીધી. મેદાન શાંત. મારનાર વ્યક્તિ બ્રાડ પીટ અને મરનાર અને નાનો અમથો રોલ પ્લે કરનાર ઓસ્ટ્રેલિયાનો રેસલર નથન જ્હોન્સ જેને કાલે અ ફ્લાઇંગ જાટમાં જોશું.
અત્યારે નથનની ઉંમર 48 વર્ષની છે, પણ લાગે નહિ. હાઇટ સાત ફુટ અને વજન 159 કિલો. 18 વર્ષની ઉંમરે નથન ચોરી કરતો થઈ ગયો. પોલીસના ચોપડે 1985માં પહેલીવાર તેનું નામ આવ્યુ. પણ કોઇ માઇનો લાલ આ ગુંડાને પકડે નહિ. કારણકે નથન ગમે તેવાના હાડકા ભાંગી નાખે. આ નથન જ હતો જેના કારણે 1985 થી 87ના સમયગાળામાં ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે પોલીસે રિટાયર્ડમેન્ટ લઇ લીધી. આટલા ગુના કર્યા બાદ નથનને 1994માં જેલમાંથી મુકત કરવામાં આવ્યો. એક વર્ષની મુદત આપવામાં આવી કે સુધરે તો બરાબર. જેલવાસ દરમિયાન જ્હોનસે પાવર લિફ્ટીંગ શીખ્યુ. જે તેને ભવિષ્યમાં ખૂબ કામ આવ્યું. જેલમાં જ તેણે સ્ટીરોઇડ લેવાના શરૂ કર્યા હતા. જેના કારણે તેનું શરીર અને ગુસ્સો વધારે આક્રમક બન્યા. જેનો તેણે પહેલીવાર સારા કામ માટે ઉપયોગ કર્યો. ઓસ્ટ્રેલિયામાં યોજાતી પાવર લિફ્ટીંગની સ્પર્ધામાં તેણે ભાગ લીધો. જેમાં તે ચેમ્પિયન બની ગયો. નથને અહીંથી પછી કોઇ દિવસ પાછુ વળીને ન જોયુ. 1995ની વલ્ડ સ્ટ્રોંગેસ્ટ મેન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને નિયમ પ્રમાણે જીતી પણ ગયો. ત્યારે સ્કોટલેન્ડમાં મસલ પાવર ક્લાસિક ચેમ્પિયનશિપ યોજાતી. નથન તેમાં પણ પહેલો આવ્યો. તેની પાછળનું કારણ તેણે પોતાની તાકાતને માપી લીધી હતી, અને તે સમયે તેના જેવો બાહુબલી બીજો કોઇ હતો નહીં. 1996માં વલ્ડ સ્ટ્રોંગેસ્ટ મેનની પંજો લડાવવાની રમત થતી. આ ગેમમાં નથને તે સમયના ભલ્લાલ દેવ ગણાતા ફીલીપ માર્ટીનને પંજો લડાવવામાં હરાવ્યો. તે પણ માત્ર દસ સેકન્ડમાં. એ સમયે પંજો લડાવવાની હરિફાઇમાં મેગ્નસ સેમ્યુઅલ્સનો ડંકો વાગતો. સમગ્ર યુરોપમાં તેના જેવો ખમતીધર કોઇ નહીં, અને નથને તેને હરાવવાનું બીડુ ઝડપ્યું અને પછી, પછી હરાવી દીધો.
વ્યક્તિને સંતોષ ન થવો જોઇએ. ખાસ કરીને પોતાની ટેલેન્ટ પર નહીં. નથને હવે મિક્સ માર્શલ આર્ટસ શીખવાનું શરૂ કર્યુ. તેના જીવનનો ગોલ હવે દુનિયાના સૌથી શક્તિશાળી ફાઇટરને હરાવવાનો હતો. 1 ઓક્ટોબર 1997, ત્યારે જાપાનના સુમો રેસલર કોજી કીટાઓ સૌથી શક્તિશાળી ગણાતો હતો. તેની સામે લડવુ એટલે મોતને દાવત દેવી. જોકે નથને તેને સેકન્ડસમાં ધૂળ ચાટતો કરી દીધો.
ત્યારે wwe ફેમસ થવા માટે પુરતુ હતું. 2001માં સ્પેશિયલ શો ઇન્સેપ્શન ચાલતો હતો, જેફ જેરેટ આસાનીથી મેચ જીતવાનો હતો. એવામાં લાઇટ્સ ઓફ થઈ. જેફ ચોકી ગયો અને જ્યારે નથન રીંગમાં આવ્યો ત્યારે આ રાક્ષસને જોઇ અમેરિકા ચોકી ગયુ. આ પહાડી આવ્યો ક્યાંથી ? આ સવાલ ત્યારે મને પણ થયેલો. જોત જોતામાં નથન 2002માં વલ્ડ હેવીવેઇટ ચેમ્પિયન બની ગયો. એક સમયના આ ચોરને મળવા અમેરિકન પ્રેસિડન્ટને બિલ ક્લિન્ટન પણ લાઈનમાં ઉભા રહ્યા અને ઓટોગ્રાફ લીધો. તેની લોકપ્રિયતા જોઇ wwe એ ફાયદો ઉપાડ્યો અને અંડરટેકરની સામે મેચ રાખી. જે તે આસાનીથી જીતી ગયો. ત્યારબાદ wwe એ હંમેશા સાત ફુટના કદાવર ફાઇટરને જ તેની સામે રાખ્યા. જેથી ફાઇનલ ઇવેન્ટની ટિકિટ વેચાઇ. અને નથનની લોકપ્રિયતા જોતા. Wwe સક્સેસ પણ ગયુ. તેની સૌથી સફળ ફાઇટ જેને ગુજરાતના પાનના ગલ્લે ઉભનાર વ્યક્તિએ પણ નિહાળી હોય તો તે છે, ગોલ્ડબર્ગ vs નથન જ્હોનસ.
અત્યાર સુધીમાં આ પ્રાણી 13 ફિલ્મો કરી ચુક્યો છે. અને કાલે 14મી ફિલ્મ અ ફ્લાઇંગ જાટ રીલિઝ થશે. એકવાર ટાઇગર માટે નહિ પણ નથનની સફળ લાઇફ માટે ફિલ્મ જરૂર જોવી. મોબાઈલમાં નહિ થીએટરમાં કેમ કે સાત ફુટનો અસામાન્ય લાગતો આ માણસ. પડદા પર સુંદર દેખાશે.
શુટિંગ દરમિયાન ટાઇગર મારી સામે બે વર્ષનો છોકરો લાગતો હતો. – નથન જ્હોન્સ
~ મયુર ચૌહાણ
Leave a Reply