જલારામ જયંતિ – બાપા જલારામ

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org

જલારામ જયંતિ

ઇશ્વરે પણ જ્યાં માંગવું પડે એ બાપા જલારામ છે

ઇશ્વરે પણ જ્યાં માંગવું પડે એ બાપા જલારામ છે
પરીક્ષા કરવામાં ભાગવું પડે એ બાપા જલારામ છે

રામ ભક્ત જલારામનાં નામે પણ પથરા હજુંય તરે છે
પ્રભુને ય જેનું પ્રણ રાખવું પડે એ બાપા જલારામ છે

આજીવન કર્યું છે માત્ર ભજન,બીજાને ભોજન ને સેવા
દાનને પાછું ફરવું પડે એ અયાચક બાપા જલારામ છે

દેશ,ધર્મ,નાત જાતનાં ક્યાં છે કોઈ લેખાં વીરપુરને ત્યાં
વિદેશીઓને ય દર્શને આવવું પડે તે બાપા જલારામ છે

એક છે માઁ સીતા જેની તોલે રામ ભગવાન ય ન આવે
સતી વિરબાઈમાઁ માં ય માનવું પડે તે બાપા જલારામ છે

પ્રભુકૃપાથી પ્રભુભક્તનાં ધામ છે ગામોગામ-દેશ વિદેશ
ખીચડીમાં આંગળી ચાટવું પડે એ બાપા જલારામ છે

પરચા આજેય સતત અપરંપાર પુરે જ છે દિનદુઃખીનાં
લાકડી પાઘડીનું કાળે માનવું પડે એ બાપા જલારામ છે

~ મિત્તલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.