ગાંધી પૂજાય છે હવે ફક્ત નોટોમાં

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org

ના કરવાનું હોય એ થઇ જાય છે
જે કરવાનું હોય તે રહી જાય છે

મે બીજાંને અરીસો દેખાડયો સદા
મારો ચહેરો મને ક્યાં દેખાય છે

જિંદગી વેડફાઈ ગઈ મારાં-તારાંમાં
રહી રહી ને વાત એ સમજાય છે

મોક્ષમાર્ગ મૂકી માયાની કેડી પકડી
સાંકડે જ આંધળે બહેરુ કૂટાય છે

સોનું મળવાં લાગ્યું ભંગારનાં ભાવે
ધૂળધોયાં પિતળથી જ અંજાય છે

મૂલ્ય કરાવવું છે તો બનો માનમોંઘા
જે સહજ હોય તે મફત વેચાય છે

ગાંધી પૂજાય છે હવે ફક્ત નોટોમાં
પ્રતિમા એની તો ધૂળે રગદોળાય છે

– મિત્તલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.