મહાભારતનું પૂર્વનામ “જય” કેમ છે ?

Mahabharat - Krishna and Arjuna - Janamejay Adhwaryu - sarjak.org

✅ લો તો જાણી લો એની વિગત —–

👉 “પાન્ડવૈનિર્જીતા :સર્વે કોરવા યુદ્ધ દુર્ભદ્રા: !
અષ્ટાદશે ચ દિવસે પાન્ડવાનાં જયોભવત !!” —–પ્રતિસર્ગ-પર્વ : ૩.૧.૫.

👉 પાંડવોના વિજય વર્ણનને કારણે મહાભારતનું પ્રારંભિક નામ “જય” હતું. જે શરુઆતમાં ” જયમુદિતા” નામનું નાનું કાવ્ય હતું. જે પાછળથી દીર્ઘ મહાકાવ્ય મહાભારત બન્યું.

👉 આનાં “જય”નામકરણ અંગે પ્રાચીનથી માંડીને અર્વાચીન વિદ્વાનો અને સાહિત્યકારોએ એક મત રજુ કર્યો છે. જે જાણવા જેવો છે.

👉 મહાભારતમાં ૧૮ની સંખ્યાનો પ્રયોગ વારંવાર થયો છે. આને કારણે જ તેઓ “જય”નામકરણ થયું હોવાનું માને છે.

👉 સમરસારમાં “જ” અક્ષર ૮નો અને “ય”અક્ષર ૧નો બોધક છે.

👉 “અંકાનામ વામતો ગતિ:”
એ આશયથી “જય”નું તાત્પર્ય ૧૮ થયું.

👉 અત્રે એ ઉલ્લેખનીય છે કે મહાભારતમાં “૧૮” અંકનો પ્રયોગ ઘણી બધી જગ્યાએ થયો છે.

👉 મહાભારતમાં મુખ્ય પર્વ ૧૮ છે.

👉 બંને પક્ષોની અક્ષૌહિણી સેનાની સંખ્યા ૧૮ હતી.

👉 મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસ ચાલ્યું હતું.

👉 મહાભારતના યુદ્ધ પશ્ચાત ધ્રુતરાષ્ટ્ર ૧૮ વર્ષ સુધી જીવતાં રહ્યાં હતાં.

👉 એમનાં પછી યુધિષ્ઠિરે ૧૮ વર્ષ સુધી શાસન કર્યું હતું.

👉 મહાભારતમાં મંગલાચરણ શ્લોકની આવૃત્તિ ૧૮ વાર થઇ.

👉 શ્રીમદ ભગવદગીતાના અધ્યાયોની સંખ્યા પણ ૧૮ છે.

👉 અત: “જય” નામકરણ કરવું અર્થસૂચક લાગે છે.

!! જય સનાતનધર્મકી !!
!! જય મહાભારત !!
!! જય શ્રીકૃષ્ણ !!

– જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.