સ્મૃતિગ્રંથ : મધુકર દત્તાત્રેય દેવરસ (બાળાસાહેબ દેવરસ)

Madhukar Dattatrey Devras - Balasaheb Devras - Janmejay Adhwaryu - Sarjak.org

વાત છે સન ૮૫ -૮૬ની. એ સમયમાં એક એક ઘટના પણ બની હતી ભારતીય રાજકારણમાં, છે અનામત અંદોલન. જેમાં ગુજરાતમાં પણ આની ઘણી અસર જોવાં મળી હતી. એ અંદોલન ગુજરાતમાં પણ હિંસક બન્યું હતું. એ સમયમાં સાહિત્યિક પ્રવુત્તિઓ અને સંમેલનો ચાલુ જ હતાં ગુજરાતમાં અને ગુજરાતની બહાર. આવાં જ કોઈ કાર્યક્રમમાં મુંબઈ જવાનું થયું હતું. અમદાવાદથી મુંબઈ જવાનું હતું, બધો ખર્ચો મુંબઈવાળાઓનો હતો. આ સમય આંદોલનનો હતો એટલે હું પણ થોડો નવરો જ હતો. મુંબઈ એટલે મારુ મોસાળ – મારું જન્મસ્થાન. પપ્પાએ કહ્યું કે તારે આવવું છે મુંબઈ, મેં એ તરત જ હા પાડી. એ વખતે મારી ઉંમર ૨૨ વરસની. ઘણું વાંચન કર્યું હતું
એજ અરસામાં હું પપ્પા પાસે વીર સાવરકર ભણ્યો હતો. એ જ વખતે હું હેડગોવર અને બાલાસાહેબ દેવરસની કાર્યપદ્ધતિ વિષે પણ વાકેફ થયો હતો. બધું જ તાજુંમાજુ હતું તેવામાં મુંબઈ જવાનું થયું. મુંબઈ ત્રણ દિવસ ફર્યો બધાં કુટુંબીજનોને મળ્યો.

હવે જે વાત આવે છે એ મુંબઈથી પાછાં ફરતાં હતાં ત્યારની છે. ગુજરાત મેલમાં અમારી ફર્સ્ટ ACની ટીકીટ બુક હતી પહેલેથી જ મુંબઈ સેન્ટ્રલથી આમે ગાડીમાં બેઠાં. હજી ગાડીમાં ઠરીઠામ થઈએ ત્યાં જ ૩-૪ કમાન્ડો સાથે એક બહુજ તેજવાળા ભાઈ ભગવા કલરના કપડામાં ટ્રેનમાં ચડયા. તેઓ અમે જે ડબ્બામાં હતાં મને થયું કે હશે કોઈ વીઆઈપી – બિઆઇપી. કમાન્ડો રાખવાની પરંપરા તો અમે મુંબઈમાં અતિપુરાણી અને અતિપ્રખ્યાત છે. તેવામાં એ કમાન્ડો અમારી કેબીનમાં આવ્યાં, વાતની શરૂઆત કમાન્ડોએ અંગ્રેજીમાં કરી. એમને મારાં પિતાજીને કહ્યું – “જો તમને વાંધો ના હોય તો તમે બાજુની કેબીનમાં જઈ શકો છો. અમને એક જ જગ્યાની ટીકીટ નાં મળી એટલે બે અહીંયા અને ૩ ત્યાં એવી સીટો મળી છે. તમને ઉલટાની એક આખી કેબીન મળશે તમેને બીજી કોઈ ધીક્ક્ત જ નહીં આવે. બાય ધ વે આ જે ભગવા વસ્ત્રધારી માનુષ છે તેમનું નામ બાલાસાહેબ દેવરસ, અમારે પ્રાઈવસી જોઈએ અને સિક્યોરીટી પણ… અમે તમને કોઈપણ જાતની તકલીફ નહીં પાડવા દઈએ. બાળાસાહેબ દેવરસને જોવાનો આ પહેલો જ મોકો હતો. સાવરકરને તો હું નહોતો જ મળી શક્યો. કારણકે ઈ વખતે તો હું મંદ દોઢ – બે જ વરસનો પછી વીર સાવરકર મૃત્યુ પામ્યા. હવે આમને નજરે જોયાં આટલી નજીકથી તેનો આનંદ મને જરૂર હતો ! પિતાજીએ એમની વાત માની એ કેબીન ખાલી કરી આપી. અમે બાજુની કેબીનમાં શિફ્ટ થયાં સામાન એ કમાન્ડોએ જ ગોઠવી આપ્યો.

ત્યાં બેઠા પછી મને એક વિચાર આવ્યો કે – આ થોડાંક આસુતોષ રાણા અને થોડાંક પરેશ રાવલ જેવાં દેખાતાં માણસ જેમનાં મોઢાં પર આટલું તેજ છે. જેમની માત્ર મહારાષ્ટ્રમાં જ નહિ પણ સમગ્ર ભારતમાં બોલબાલા છે. તે માણસ કેમ ઓછાં બોલાં છે ? એમની ગતિવિધિ અને કાર્યપદ્ધતિ વિષે જાણવાની મને બહુ જ ચટપટી હતી. ટ્રેન અંધેરી પહોંચી ત્યાં જ કમાન્ડો અમારી પાસે આવ્યાં અને અમને કહ્યું. તમને બાળાસાહેબ બોલાવે છે ! એમની આજ્ઞા તો ન જ ઉથાપાય ને ! એક તો પાછાં મોટાં માણસ ઉમરમાં અને હેસીયાતમાં પણ ! એમની જોડે કૈક વાત થશે એ જાણી મારી આનંદની અવધિની કોઈ સીમા જ ના રહી.

અમને બાજુમાં બેસવાનું કહ્યું બાળાસાહેબે મારાં માથામાં હાથ ફેરવ્યો હું પગે લાગ્યો એમણે મને આશીર્વાદ આપ્યાં અને બાજુની ટોપલીમાંથી એક સફરજન ખાવાં આપ્યું. વાતની શરૂઆત બાળાસાહેબે જ કરી. એમણે મારાં પિતાજીને કહ્યું – તમને મળવાં એટલાં માટે બોલાવ્યાં છે કે “મેં તમારાં હાથમાં Essays On Geeta અને Tao Of Physics પુસ્તકો જોયાં અને તમારા બગલથેલા પર થીઓસોફીકલ સોસાયટીનો લોગો જોયો. મને થયું કે આ કોઈ સામાન્ય માણસ નથી આમની જોડે વાતચીત કરવાની મજા આવશે મને. આજે આવાં પુસ્તકો વાંચનાર અને આવી વાતો કરનાર ક્યાં છે ? બધાંને એક બીજાના ટાંટિયા ખેંચવામાં જ રસ છે. સાચું હિન્દુત્વ છે જ ક્યાં આપણે માણસો જ માણસના દુશ્મનો બની ગયાં છીએ અને આપણે આપણા આપણા ધર્મગ્રંથોથી દૂર જતાં રહ્યાં છીએ. તમને આશ્ચર્ય થાય એ પહેલાં જ હું જણાવી દઉં કે મારાજ માણસો આજે કદાચ મારો જીવ લેતાં પણ અચકાય તેમ નથી. ઈતિહાસ આનો સાક્ષી છે મેં પણ એવું જ કર્યું છે તો શું મારી સાથે આવું નહીં થાય ? બીજી કોમનો અને બીજાં ધર્મનો હું વિરોધી છું તો છું. તેઓ પણ મારાં દુશ્મનો બની ગયાં છે આજે નહીં બહુ પહેલેથી જ, એટલે મારે મારાં અસ્તિત્વ ટકાવવા માટે મારાં કાર્યમાં કોઈ વિક્ષેપ ના પડે એટલાં માટે મારે મારે મારી અંગત સિક્યોરીટી રાખવી પડે છે. હું નહોતો જાણતો કે અંગ્રેઓ સાથેની લડાઈ કરતાં આપણા જ લોકો સાથેની લડાઈ વધારે ખતરનાક છે !

પછી એમણે આદિ શંકરાચાર્ય, પાશ્તાત્ચ તત્વજ્ઞાન , સ્વામી વિવેકાનંદ , કાશ્મીર શૈવીઝમ, ભગવદ ગીતા, મહાભારત- રામાયણ પર ઘણી વિદ્વત્તાપૂર્ણ ચર્ચા કરી. પિતાજી પણ રસપૂર્વક આ ચર્ચામાં ભાગ લેતાં હતાં કાશ્મીર શૈવીઝમનો ટોપિક પણ એમણે જ ઉપાડયો હતો. તિલક અને રાજગોપાલાચારીનાં ભગવદ ગીતા ઉપરનાં પુસ્તકોની પણ ચર્ચા થઇ. માર્ક્સવાદ, કોમ્યુનિસ્ટો, જૈનીઝમ, શીખીઝ્મ, બુદ્ધિઝમ અને ઇસ્લામ ધર્મ ઉપર પણ ચર્ચા થઇ. મહર્ષિ અરવિંદ અને માતાજીની વાતો પણ થઇ
“સાવિત્રી ” પુસ્તકની પણ ચર્ચા થઇ. જેનું અંગ્રેજી આજે પણ ભલભલાને સમજ નથી જ પડતું. બાળાસાહેબે એનાં પાનાં સહિત ક્વોટ કહ્યાં, શંકરાચાર્ય ઉપર તો તેઓએ જાણે પીએચડી કર્યું હોય એટલો ઊંડો અભ્યાસ કર્યો હતો. “આઈ શપથ !!!” મારે તો અ બધુ બમ્પર જ જતું હતું. તે વખતે મને આ બધાં નામો અને પુસ્તકોની જ ખબર હતી. એમણે મુનશીજીને પણ વાંચ્યા હતાં, એ વાત મેં બહુ જ રસપૂર્વક સાંભળી. પણ એ જ વાતોના સંસ્કારે આજે મને આદિ શંકરાચાર્ય અને સ્વામી વિવેકાનંદમાં રસ લેતો કર્યો છે એટલું જ નહીં પણ સમજણપૂર્વક લખતો પણ કર્યો છે ! એટલી બધી સમજ આ વિભુતીમાં હશે એની મને તો ખબર જ નહીં. હા આ વાતનો દોર ૩ કલાક ચાલ્યો હતો. એમણે જ અમને ખુબ આગ્રહ કરીને ટ્રેનમાં સાથે જમાડયા પણ હતાં. તે વખતે પણ વાતો આ દોર તો ચાલુ જ હતો.

છેલ્લે એમણે એમ કહ્યું કે – “પંથ અને ફાંટાઓ જ હિંદુ ધર્મનાં દ્યોતક છે. છાશવારે ફૂટી નીકળતી સંસ્થાઓ અને સંસ્થાનો જ આપણને આપણા ધર્મથી દૂર કરે છે. મુંબઈ મરાઠીઓઓનું છે એ એટલાં માટે કહ્યું કે – ગુજરાતીઓ ક્યારેય લડતાં નથી શીખતાં જયારે મરાઠીઓ જન્મજાત લડવૈયા છે. શરૂઆત શહેરથી અને પ્રાંતથી જ કરવી પડે જે અમે કરી. આજે આટલાં વર્ષે અમારી ઝુંબેશ અને અમારું કાર્ય – કાર્યશૈલી દેશ વ્યાપી બની શક્યું છે તેનો મને આનંદ જ નહીં પણ ગર્વ છે. આવનારા વર્ષોમાં જોજો તમે ઘણાં બધાં આમાં જોડાશે. કારણકે સૌથીપહેલાં જરૂરી છે શિસ્ત. પણ….. એ પહેલાં આપણે સનાતની હિંદુ છીએ એ કહેવાથી કશું વળવાનું નથી. એ વાંચનથી સમજીને એનો અમલ કરવો પણ અત્યંત આવશ્યક છે ! બાકી સમજવગરની ઝુંબેશનો સુર્યા સ્ત બહુ વહેલો થઇ જાય છે કે વડલો હેઠળ ઢંકાયેલો જ રહે છે. હું જાણું છું કે હું મારાં કાર્યમાં સંપૂર્ણ સફળ થયો નથી પણ આવનારા વર્ષોમાં તમને એબુ સારું પરિણામ જરૂર મળશે !”

ત્યાર પછી હું ઘણા સંમેલનોમાં ગયો પણ બાળાસાહેબે જે વાત કરી હતી એવી વાત કોઈએ નથી કરી. બસ ત્યારથી અને ત્યારથી હું હિંદુ છું એમ ગર્વથી કહેવાં લાગ્યો અને હિન્દુત્વના ગ્રંથોનો રીતસરનો અભ્યાસ કરવાં લાગ્યો. જે આજે હું તમારી સમક્ષ લખીને મૂકી શકું છું એનાં મૂળમાં આ વાત અને આ જન્મજાત સંસ્કાર છે. કોઇની પણ ટીકા કરો ત્યારે એટલું ધ્યાનમાં રાખજો કે એ માણસની સમજશક્તિ અને એમનું જ્ઞાન કેટલું છે તે ! આમ સમજ્યા કર્યાવગર કોઈના પર ચડી ના બેસાય કે કોઈ અનુમાન ન બાંધી શકાય ! આટલી વિદ્વત્તા આગળ આટલા ઊંડાણપૂર્વકના અભ્યાસ આગળ હું મોઢાંમાં આવ્યું પણ હતું કે વીર સાવરકરને કેમ અન્યાય કર્યો ? તે ન હું પૂછી શક્યો કે ન હું કહી શક્યો ! ના જ પૂછ્યું એ મેં સારું કર્યું છે. આવાં વિદ્વાન નેતાને શત શત નમન ! આ મુલાકાત અને આ વાતો હજી મારાં મનમાં ઘુમરાયા જ કરે છે. કૈંક નવું વાંચવાની અને કૈંક નવું જાણવાની મને સતત પ્રેરણા આપતી જ રહે છ. એ જ છે આ મુલાકાતનું ફલીત્વ્ય !

~ જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.