હિન્દુત્વ અને હિંદુ અંગે વીર સાવરકરનાં વિચારો તેમનાં જ શબ્દોમાં

Vir Savarkar Thoughts of Hindutva - Janmejay Adhwaryu - Sarjak.org

હિન્દુત્વ અને હિંદુ અંગે વીર સાવરકરનાં વિચારો તેમનાં જ શબ્દોમાં

હિન્દુત્વ એક ભાવના છે, હિન્દુત્વ એક જુવાળ છે, હિન્દુત્વ એક લોકલાગણી છે, હિન્દુત્વ એટલે સમાજિક ઉત્થાન માટેનું પ્રયાણ, હિન્દુત્વ એટલે પ્રજાકીય એકતા, હિન્દુત્વ એટલ્રે સાર્વભૌમત્વ, હિન્દુત્વ એટલે સદાચાર, હિન્દુત્વ એટલે આપણી આપણા સમજ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા, હિન્દુત્વ એટલે આપણા વિચારોને આપની ભાષામાં ઢાળવા તે !

માત્ર આપણે હિંદુ છીએ એમ કહેવાથી આપણે હિંદુ નથી બની જતાં. હિંદુઓ એક રીતે જોવાં જઈએ તો ઈશ્વરમાં આપર શ્રદ્ધાને લીધે એક બીજાં સાથે જોડાયેલાં છે. ૩૩ કરોડ દેવી દેવતાની ભક્તિ જ એમને એક બીજાંથી જુદાં તારવે છે. ખોટું આ જ છે. ભારતમાં માત્ર એક ગામમાં જ અનેક મંદિરો હોય છે એવું નથી પણ એક સંયુક્ત કુટુંબમાં રહેતાં સભ્યો પણ એકબીજાંથી અલગ એવાં દેવી-દેવતાઓની પૂજા- અર્ચના કરે છે. આમ તો આં સર્વ-ધર્મ સમભાવની ભાવના સારી છે, પણ મારાં જ દેવીદેવતાઓ સારાં એ વાત જ એમના મનમાં વૈમનસ્ય પેદા કરે છે. સનાતન ધર્મમાં કોઈ જ ઊંચા કોઈ ખોટાં એવો ભેદભાવ નથી
આટલાં જ માટે મને કોમ્યુનિસ્ટો ગમે છે. તેઓમાં કોઈ જ ભેદભાવ નથી આર્થિક રીતે કોઈ ઊંચનીચનો ભેદભાવ નથી.

રશિયા પહેલેથી ભારતની સાથે રહ્યું છે અને એટલાં જ માટે વ્લાદિમીર લેનિન મારાં મિત્ર છે અને તેમને મને પુરતી મદદ કરી હતી. જો કે લેનોને મોકલેલા મિત્ર અને તેના દ્વારા કરવામાં આવેલી મદદ અંગે મૌન જ સેવ્યું હતું. પણ તેઓ હિન્દુત્વના વિરોધી નહોતાં એટલું એમણે સ્પષ્ટપણે -ભારપૂર્વક કહ્યું હતું.

ભારતના ઇતિહાસમાં રાજાઓને એક બીજાં સાથે ના બનતું હોય અને તેઓ એક નાં થઇ શકી ભારતમાં મુસ્લિમરાજ સ્થપાયું એ વાત પણ એમણે કરી હતી. ભારતમાં મહારાણા પ્રતાપ કરતાં અકબરને જ વધારે મહત્વ અપાય છે, એમણે જ હિન્દુઓને પરાણે મુસ્લિમ બનાવ્યા હતાં અકબર અલબત્ત સમગ્ર મુસ્લિમ શાસકો એમાં મોગલો પણ આવી જ જાય છે. મારી ઝુંબેશનો સાચો શ્રેય તો હું મહારાણા પ્રતાપને જ આપું છું. આ આગાઉ પણ આવાં રાજાઓ થઇ જ ગયાં હતાં. મારો હિન્દુઓને એક કરવાનો વિચાર એ મહાન બાજીરાવ પેશ્વાના યુદ્ધ અભિયાન અને તેમણે કરેલાં કાર્યો પરથી આવ્યી હતો. અંગ્રેજોએ પણ જોયું ભારતની પ્રજા એક નથી અને પાણીના પ્યાલા માટે પણ ઝગડે છે એકબીજાના હાથનું પાણી પણ નથી પીતા. આવાં દેશ પર ૮૦૦ તો શું ૮૦૦૦ વર્ષ રાજ કરી શકાય !

અંગ્રેજોએ બધો તાલ જોયો હતો. મુસ્લિમોને અપાતી જેલોમાં વધારે પડતી સગવડોએ જ મને સેલ્યુલર જેલમાંથી ભાગવા અને હિન્દુઓની અવદશા સુધારવા મને મજબૂર કર્યો. બોલ્યો ઘણું – લખ્યું પણ ઘણું અને કરવાજોગ કર્યું પણ ઘણું બધું. પણ લોકોનો સાથ જોઈએ તેટલો ના મળ્યો. કારણકે હિન્દુની મહત્વાકાંક્ષા અપરંપાર છે જેનો કોઈ જ અંત જ નથી. આજે તમે જેને સનાતન ધર્મી કહો છો એજ એક વખત એવો આવશે કે તેઓ જ હિન્દુઓના વિરોધી બની જશે. તક્સધુઓનો ભારતમાં જોટો નથી જેઓ કહેવા ખાતર જ સનાતન ધર્મી કહેવાય છે. બાકી એ લોકો પણ અમારો ધર્મ અને અમારી કોમ એમ કહેવામાંથી ઊંચા નથી આવતાં. દબાયેલા – પીછ્ડાયેલા તો ભારતના બધાં જ લોકો છે. એમાં આ સામંતશાહી અને જાગીરદારી જ કારણભૂત છે. એમાં કોઈ એક કોમે એવું ના માની લેવું જોઈએ કે અમે પછાત છીએ, આર્થિક રીતે કે સામાજિક રીતે ! લાભ બધાંને ખાટવો છે અને નામ મારું અને મારાં સંગઠનનું વટાવવું છે ! મારાં આ જ વિચારોએ મારાં સંગઠનમાં ફાટફૂટ પડાવી છે. એમાં અંગ્રેજોનો જ દોષ કાઢવો ઉચિત નથી જ… અંગ્રેજો આપની ભાવનાઓ સાથે રમત રમવામાં ઉસ્તાદ છે, પણ અંગ્રેજો દિલના સારાં છે તેમનાં કાર્યોની જોઈએ તેલી કદર નથી થઇ. ભારતમાં એમનું એડમિનીસ્ટ્રેશન ઈજનેરીવિદ્યા આપણે એમની પાસેથી શીખવા જ જોઈએ. ખેલદિલીની ભાવના પણ છે એમનામાં. હા, પણ તે ખોટું કર્યા પછી જ એમને પસ્તાવો થાય છે કે એમણે આ ખોટું કર્યું છે તે. જો ખોટું કર્યું હોય એવું લાગતું જ હોય તો એમણે ખોટું કર્યું જ શું કામ ?

આઝાદી યુદ્ધ કે લડાઈ એટલે કે ક્રાંતિથી જ આવે. ક્રાંતિ હમેશા લોહીયાળ જ હોય. આવું કહેનાર હું એકલો નથી સુભાષબાબુ અને બીજાં કાંતિકારો પણ છે જ. હું પણ આ જ મતનો છું તેમ છતાં હું ગાંધીજીનો અંગત રીતે વિરોધી નથી. બસ એમની કાર્યપદ્ધતિથી વિપરીત છું એટલું જ હું ગાંધીજી, સરદાર, સુભાષબાબુ, લેનિન, કાર્લ માર્ક્સ, ભગવાન બુદ્ધ, કોન્ફ્યુશિયસ, આદિ શંકરાચાર્ય, તિલક, ગોખલે વગરેનો ચાહક છું. આ બધું વાંચ્યું અને એમાંથી મેં કૈંક સાર કાઢીને અલગ તારવ્યું તો હિન્દુઓનો વિરોધી ગણાયો. ભલા આ ક્યાંનો ન્યાય છે ?

આંબેડકર જ મહા મહત્વાકાંક્ષી છે આનાથી જ મારાં સંગઠને એક અલગ રાષ્ટવાદી હિંદુ સંગઠનની સ્થાપના કરી. તો શું મહંમદ અલી ઝીન્નાહ ઓછાં મહત્વાકાંક્ષી છે. એમનાથી સાચવવા જેવું ખરું ભારતે. હું ઉવેખાયો અને હેડગોવરે RSSની સ્થાપના કરી. મારી તો ઈચ્છા એ જ છે કે એ એમનાં કાર્યમાં સફળ થાય અને એમનું કાર્ય દેશભરમાં પ્રસારાય.

આથી વધુ શું જાણવું છે તમારે? સાંજનો સમય થઇ ગયો છે. મુંબઈનો માહોલ ઠીક નથી. હવે તમે જલ્દી પાછાં તમારી હોસ્ટેલ પર અને હોસ્ટેલ પહોંચ્યા પછી મને કોક રીતે જાણ કરજો કે અમે સુખરૂપ પહોંચી ગયાં છીએ.

આ હતી અઢીકલાકની આખી મુલાકાત ધર્મ વિષે એમને વાત કરી, ભારતની કોમો વિષે પણ વાત કરી અને પોતે ક્યાં નિષ્ફળ રહ્યાં તે વિષે પણ વાત કરી. પણ એ અહીં ના જ થાય એટલે એ વાત પર પડદો. એ વાતો રૂબરૂમાં જ થશે !

~ જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.