એકલતા એટલે શું? શું સાચે જ એકલતા હોય છે?

What is Loneliness - Mansi Vaghela - Sarjak.org.jpg

એકલા હોવું એટલે જ એકલતા એવું નથી. ક્યારેક બધાની સાથે હોવા છતાં પણ માણસ એકલો હોય છે. રોજની એક જેવી જિંદગીના કારણે જીવન એકલતામય બની જાય છે. રવિવારની રાહ જોવાતી હોય છે..! પણ શું સાચે જ આપણે રવિવાર નો સદઉપયોગ કરતા હોઈએ છીએ?? આખા અઠવાડિયામાં રહી ગયેલા બધા જ કામ આપણે રવિવારે કરીએ અથવા તો ફરવા જઈએ.. તો એનાથી થાક ઉતરી જાય છે..? કે થાકમાં વધારો થયા કરે છે અને સોમવારે એ થાકનો અને કામનો બોજો વધતો જાય. આપણે મન હળવું કરવા ગીતો સાંભળતા હોઈએ છીએ પણ ક્યારેય એવું બન્યું કે મનગમતું ગીત વાગીને પૂરું પણ થઇ ગયું અને ખબર જ ના રહી..! બસ આ વિચારો જ છે એકલતા.

જે તમને જીવનની પળો નથી માણવા દેતા. બધાનાં હોવા છતાં કોઈ ના હોવાનો અહેસાસ એટલે એકલતા..

‌ઘોઘાંટમાં પણ સન્નાટાનો એહસાસ.‌કંઈક પામવાની તીવ્ર તાલાવેલી પણ ખબર જ ના હોય કે પામવું શું છે?? ‌એવી બેચેની જે તમને સુવા પણ ના દે અને જાગવા પણ ના દે. ‌એક એવો ખાલીપો કે જે કોઈ પણ વ્યક્તિ ભરી ના શકે.

‌એકલતામાં વ્યક્તિને એવું લાગે કે કોઈ એને સમજતું નથી. બધાં એની જેવા નથી એટલે એ બધાં સાથે વાત કરવાનું છોડી દે. સમાજથી અને પોતાનાથી દૂર થતો જાય. એક એવા વ્યક્તિત્વની રાહમાં જે છે જ નહીં,જેનું અસ્તિત્વ જ નથી. એ અજાણ શોધમાં એ પોતાના અસ્તિત્વ ને જ ગુમાવી બેસે છે.

‌આવો ખાલીપો પૂરો ના થવાના લીધે વ્યક્તિ ચીડિયો બની જાય. વ્યક્તિ હકીકતમાં એકલો હોતો નથી પણ એ જાતે જ એકલો બનતો હોય છે. એને એવું લાગવા માંડે છે કે કોઈને કાઈ ફર્ક નથી પડતો.

‌એકલતા માણસના મગજમાં જ હોય છે. વાસ્તવિક જીવનમાં એવું કંઈ હોતું જ નથી. એ માત્ર વ્યક્તિ ની કલ્પના છે. કદાચ તમે જોઈતી વસ્તુ કે વ્યક્તિ મેળવી પણ લો તો પણ એકલતા દૂર નહીં કરી શકો. કારણ કે તમારે એ વ્યક્તિ કે વસ્તુને પામવાની જરૂર નથી. પોતાની જાતને પામવાની જરૂર છે. ‌વ્યક્તિ જાતે જ બીજી વ્યક્તિને પોતાના જીવનમાં મહત્વનું સ્થાન આપી દેતો હોય છે અને જ્યારે સામેની વ્યક્તિ એટલું મહત્વના આપે ત્યારે વ્યક્તિ દુઃખી થઈ જાય અને એકલતા અનુભવવા લાગે છે પણ હકીકતમાં એવું કંઈ હોતું જ નથી. એ તમારા પર આધાર રાખે છે કે તમારે કોને જીવનમાં મહત્વ આપવું અને કોને ન આપવું.

તમારી જાતને તમારા વગર બીજું કોઈ દુઃખી કે ખુશ રાખી શકે એવું હોય જ નહીં. તમારે જ તમારી જાતને ખુશ રાખવાની છે એના માટે તમારે બીજાની શું જરૂર ..??
‌એકલતા માત્ર વિચારોમાં જ છે. ઈશ્વરે રચેલી આ સૃષ્ટિમાં બધે ખુશી જ છે. બસ એને શોધવાની જરૂર છે. વ્યક્તિ નેગેટિવ વિચારે ત્યારે એને આસપાસ બધું નેગેટિવ જ લાગે અને બને પણ કંઈક એવું જ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ..!
‌એકલતા એક એવી કાલ્પનિક દુનિયા છે જે વ્યક્તિએ જાતે જ ઉભી કરી છે જેનું અસ્તિત્વ નથી.

વ્યક્તિ એમ જ માનતો હોય કે કોઈને એનાથી ફર્ક નથી પડતો. જ્યારે લોકો એની નજીક જવાની કોશિશ કરે ત્યારે પણ એને એવું લાગે કે આ બધા ઢોંગ કરે છે અથવા એ ડરતો હોય છે કે કોઈ એની નજીક ના આવી જાય અને એના દુઃખ,દર્દ કે એકલતાને જાણી ના જાય.

‌અમુક કિસ્સાઓમાં વ્યક્તિ આવેલી ખુશીને માણવાના બદલે એ ખુશીઓ થોડા સમયમાં જતી રહેશે એવું વિચારીને દુઃખી થતો હોય છે. ‌જો ખુશી શોધવા જશો તો એ જગતના કોઈ ખૂણે નથી મળવાની. ખુશી આ ક્ષણ.. આ પળમાં જ છે.જેને સમજવાની જરૂર છે. ‌એક માત્ર તમે જાતે. પોતે જ એ વ્યક્તિ છો જે તમારી એકલતા દૂર કરી શકો છો.


‌જિંદગી એક હસીન સ્વપ્ન છે…
જેમાં જીવવાની ચાહત હોવી જોઈએ..
‌ગમ આપમેળે ખુશીમાં બદલાઈ જશે..
બસ હંમેશા હસવાની આદત હોવી જોઈએ..

લેખિકા : માનસી વાઘેલા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.