Depression – Modern illness

Article on Depression - Mansi Vaghela - Sarjak.org.jpg

આજ કાલ ઘર મોટા થઈ રહ્યા છે, પણ કુટુંબ નાના થતા જઈ રહ્યા છે. આપણે ચંદ્ર સુધી પહોંચી તો ગયા છીએ, પણ ઘરમાં શું ચાલી રહ્યું છે એનાથી અજાણ છીએ. દરેક માણસ રડતો જન્મે છે, ફરિયાદો કરતા જીવે છે, અને અફસોસ સાથે મરી જાય છે. પોતાની જાત માટે પણ આપણી જોડે સમય નથી. ઘરની બારી બહાર તો આખી દુનિયા છે, છતાં આપણા ઘરમાં આપણે જ નથી.

નિરાશા અથવા હતાશાએ અત્યાર સુધીનો સૌથી ‘ભયંકર રોગ’ છે .નાની નાની વસ્તુ કે વાતોથી આપણે ચિંતા માં આવી જઈએ છીએ. કોઈ પણ કામ વધી જાય તો ચિંતા થવા લાગે અને પોતાનો ગુસ્સો બીજા વ્યક્તિ પર ઉતારી દઈએ છીએ.આજકાલ બધા આમ જ કરી રહ્યા છે. આ કાઈ નવી વાત નથી. પણ શું એ યોગ્ય છે? તમારી સામે જે સમસ્યા છે એ એટલી મોટી નથી હોતી, તમારા વિચારો એને મોટું સ્વરૂપ આપી દે છે. વિચાર જ એ ચિંતાને આપણી પર હાવી થવા દે છે. જેના પરિણામે આપણે તણાવમાં આવી જઈએ છીએ. છતાં પણ લોકો બીજા ને કહેતા ડરે છે કે આવા કોઈ રોગ કે સમસ્યા નો ભોગ બન્યા છે.

જ્યારે તમને શરદી તાવ થાય ત્યારે તમે નથી છુપાવતા તો માનસિક રોગ ને છુપાવાની પણ શી જરૂર છે..? મગજ એ શરીર નો ખુબ જ અગત્યનો ભાગ છે.. પણ છે તો એક ભાગ જ ને..? અત્યારે એવી કોઈ વ્યક્તિ નથી કે જે માનસિક તણાવમાંથી પસાર ન થઇ હોય. દરેક વ્યક્તિને જીવન માં એકવાર તો એનો સામનો કરવો જ પડે. એવી પરિસ્થિતિમાંથી બહાર આવવાની જરૂર છે.

એનો સામનો કરવો એજ એનો ઉકેલ છે.ભાગવાથી અથવા એકલા રહેવા થી તમને એનો ઉકેલ નહીં મળે એના બદલે તમે વધારે ને વધારે ફસાતા જશો. એવું નથી કે ખાલી યુવાનો જ આનાથી પીડાઈ રહ્યા છે. નાના બાળકોમાં પણ આ લક્ષણો જોવા મળી રહ્યા છે. કદાચ આપણે એનો કોઈ ઉકેલ લાવી શકીએ ! પણ બાળકો એનાથી જાગૃત નથી હોતા અને ન કરવા જેવું કરી નાખતા હોય છે.

ભારત માં દર 100 વ્યક્તિએ 4 વ્યક્તિ માનસિક રોગ થી પીડાઈ રહ્યો છે. શરૂઆત માં વ્યક્તિ એ માનવા તૈયાર જ નથી હોતો કે તેને એવું કંઈ થયું છે. જેથી એ પોતાની જ જાત થી ભાગી રહ્યો હોય છે. ના તો એ પોતે સમજી શકે છે ના બીજાને સમજાવી શકે. એવો વ્યક્તિ હંમેશા એકલો અને ઉદાસ જ રહે. બધા ની સાથે હોવા છતા એને એકલું એલકું જ લાગે.એને જીવન માંથી રસ ઉડી જાય, પોતાની ગમતી વસ્તુઓમાંથી મન ઉડી જાય, આત્મવિશ્વાસ ઓછો થઈ જાય, નકારાત્મક વિચારો આવવા લાગે, નિરાશાજનક વિચારો આવે, પોતે બહુ ભુલો કરી છે એમ લાગે, પોતાનું કઇ નથી થવાનું અને ભવિષ્ય અંધકારમય લાગે, કોઈ વાત કરતા કરતા રડી પડે, પોતે કશું કરી શકતો નથી, મારા લીધે બધા ને સહન કરવું પડે છે, હું બોજ છું એવું વિચારે,કોઈ મને સમજતું નથી અને કોઈ મારી સાથે નથી આના કરતા મરી જવું સારું એવા વિચારો આવે.

તણાવ, અપમાન , હેરાનગતિ, નિષ્ફળતા, કજીઓ કંકાસ, દગા જેવા કારણે થઈ શકે. વિદ્યાર્થીઓમાં અને તરૂણ વયમાં આ સૌથી વધારે આવું જોવા મળે છે. ભણવાને લઈને, મનગમતી વ્યક્તિ ને લઈને અથવા કોઈ પણ કારણો ના લીધે તે ચિંતા માં રહેતા હોય છે. તમે ગુસ્સે થાઓ છો, કેમકે તમારી પાસે કરવા માટે કઈ નથી હોતું, અને કદાચ તમારી પાસે એટલા સર્જનાત્મક વિચારો નથી જેથી તમે તમારી ચિંતા દૂર કરી શકો. આવા સમયે તમને જે ગમતું હોય તેવું કામ કરો. થોડો સમય કાઢો પોતાના માટે, ઘર ના સભ્યો અને અંગત મિત્રો સાથે તમારી સમસ્યા વિશે ચર્ચા કરો. વાત કોઈકને કહેવાથી એનો ઉકેલ જરૂર મળશે. અથવા કોઈ મનોચિકિત્સકની પણ તમે મદદ લઇ શકો, એમા કોઈ જાત ની નાનપ નથી. માનસિક રોગ પણ બીજા રોગ જેવો જ છે. એના માટે કોઈ તાંત્રિક કે બાબા જોડે જવાની કે ખોટી માનતાઓ માનવાની જરૂર નથી.

કાલ તો ઇતિહાસ બની ગયો છે અને ભવિષ્ય તો કઈ તમારા હાથમાં છે નઇ. તો ચિંતા અને ડર શેનો? અપેક્ષા રાખવી એ સારી વસ્તુ છે, પણ જો એ અપેક્ષા પુરી ના થાય તો એને સ્વીકાર કરતા શીખવું જોઈએ. જુના દુઃખદ બનાવો ને વળગી રહેવા થી આપણે વધારે દુઃખી થઈએ. પોતાની શક્તિ ઓળખવી એ જ સ્વસ્થ મનની નિશાની છે. અત્યારે માણસ સપનાઓ વગર જીવી રહ્યો છે. જીવી ગયા પણ શું જીવ્યા એ ખબર નથી.. ચિંતા સારા અને સંવેદનશીલ વ્યક્તિને જ થાય, જડ લોકો ને નહીં. આપણે પોતાની ઈચ્છાઓને પુરી કરવા ના બદલે લોકો શું વિચારશે એ જોઈએ છીએ. ખુશ રહેવા માટે તમારા કામ ને પસંદ કરો અથવા તમને ગમતું કામ કરો. માણસ માં પ્રચંડ ક્ષમતા અને શક્તિ છે.બસ એને ઓળખવાની જરૂર છે. તમે પોતે જ તમારી જાતને બચાવી શકો છો.

તમારા પ્રિય લોકો સાથે રહો. કેમકે પ્રેમથી મોટી કોઈ દવા નથી. કાયર લોકો જ મરવાની કોશિશ કરે.. જીવન તો જેમ આવ્યું એમ ભગવાનની મરજી સમજી વધાવી લેવું જોઈએ. જીતવાની અને જીવવાની ઈચ્છા હંમેશા જાગૃત રાખો..

*મારી તરસ એટલી પ્રબળ હતી…*
*કે મૃગજળ ને પણ વહેવું પડ્યું….*

લેખિકા : માનસી વાઘેલા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.