રાજા ત્રિભુવનપાળ | રાજા ભીમદેવ સોલંકી દ્વિતિય |ભાગ – ૩

રાજા ત્રિભુવનપાળ —–

(ઇસવીસન ૧૨૪૨-ઇસવીસન ૧૨૪૪)


➡ પહેલાં તો એક સ્પષ્ટતા કરી લઉં કે રાજા કુમારપાળના પિતાનું નામ પણ ત્રિભુવનપાળ હતું આ એ ત્રિભુવનપાળ નહિ આ ત્રિભુવનપાળ એ રાજા ભીમાંદેવ બીજાંનો પુત્ર હતો અને કદાચ એમની માતાનું નામ લીલાવતીદેવી હતું. રાજા ત્રિભુવનપાળ એ રાજગાદી પર બેસે છે ઇસવીસન ૧૨૪૨માં અને એમની હત્યા થાય છે ઇસવીસન ૧૨૪૪માં ! એટલે કે તે સોલંકીયુગના સુવર્ણકાળનો અંતિમ શાસક છે.

➡ રાજા ભીમદેવ દ્વિતીય પછી અણહિલવાડ પતનની ગાદીએ આવનાર રાજા ત્રિભુવનપાળનાં વિક્રમ સંવત ૧૨૯૮ ફાગણવદ ચૌદસ (ઇસવીસન ૧૨૪૨)નો અને વિક્રમ સંવત ૧૨૯૯ ચૈત્રસુદ છઠ (ઇસવીસન ૧૨૪૩ )એમ બે અભિલેખો મળ્યાં છે. આ ઉપરથી જણાય છે કે તે વિક્રમ સંવત ૧૨૯૮માં પાટણમાં સત્તાધીશ હતાં. ભીમદેવ અને ત્રિભુવનપાળ વચ્ચે શો સંબંધ હશે એ એમનાં લેખો પરથી જાણવા મળતું નથી. કેટલીક પટાવાલીઓમાં ભીમદેવ બીજાં પછી રાજા ત્રિભુવનપાળને ગણાવે છે. એમનાં વિક્રમ સંવત ૧૨૯૯નાં દાનપત્રમાં — “શ્રી મલહીદેવદાનુધ્યાત મહારાજાધિરાજ પરમેશ્વર……. શ્રી ત્રિભુવનપાલદેવ” એમ લખ્યું છે. ઉપરના દાનપત્ર પરથી બંને વચ્ચે પીતાપુત્રનો સંબંધ હશે એમ ચોક્કસપણે કહી શકાય નહીં. આ ઉપરાંત આ લેખમાં સોમસિંહ અને દૂતક વયજલદેવનું નામ લખેલું છે. આ બંનેના નામો કડીના દાનપત્રમાં પણ આવે છે. રાજા ત્રિભુવનપાલનાં દાનપત્રમાં જે વેદગર્ભરાશિને દાન આપ્યાનો ઉલ્લેખ છે તે જ વેદગર્ભરાશિને રાજા ભીમદેવ બીજાંના દાનપત્રમાં દાન આપ્યાંનો ઉલ્લેખ છે.

➡ આ સર્વ ઉપરથી એમ જણાય છે કે રાજા ભીમદેવ બીજાં અને રાજા ત્રિભુવનપાળ વચ્ચે કૈંક કાયદેસરનો સંબંધ હશે અને એ અવિનાભાવી સંબંધને કારણે ત્રિભુવનપાળ રાજા ભીમદેવ પછી રાજગાદીએ બેઠાં હશે !

➡ રાજા ત્રિભુવનપાળના માત્ર બે જ વર્ષના શાસનકાળ દરમિયાન એક યુદ્ધ પણ થયું હતું.

✔ મેવાડ સાથે યુદ્ધ –

➡ રાજા ત્રિભુવનપાળને મેવાડના રાણા જૈત્રસિંહ સાથે યુદ્ધ થયું હતું એમ ચીરવાના લેખ ઉપરથી જણાય છે. આ લેખમાં લખ્યું છે કે ત્રિભુવન રાણા સાથેનાં યુદ્ધમાં કોટડા લેતાં નાગદાનો બાલાર્ડ નામનો કોટવાલ જૈત્રસિંહની નજર સમક્ષ મરાયો. આ ઉપરથી ત્રિભુવનપાલ અને જૈત્રસિંહ વચ્ચે યુદ્ધ થયાનું જાણવા મળે છે.

✔ રાજા ત્રિભુવનપાળના દાન શાસન –

➡ રાજા ત્રિભુવનપાળનું વિક્રમ સંવત ૧૨૯૯ (ઇસવીસન ૧૨૪૩)ના ચૈત્રસુદ છઠના સોમવારનું દાનપત્ર મળી આવ્યું છે. આ દાનપત્રમાં મંડળીના શૈવ મઠનાં સ્થાનપતિ વેદગર્ભરાશિને રાણા લૂણપાસાઉએ એની માતા સલખણદેવીના શ્રેયાર્થે બંધાવેલ સત્રાગારમાં કોર્યટિકોના ભોજનાર્થે ત્રિભુવનપાલે વિષય પાઠક અને દંહાડીપંથકમાં આવેલાં ભાંષહર ગામ અને રાજપુરી ગામ દાનમાં આપ્યાનું જણાવ્યું છે. ટૂંકમાં…. રાજા ત્રિભુવનપાળનું વિક્રમ સંવત ૧૨૯૯ (ઇસવીસન ૧૨૪૩)નું દાનપત્ર મળે છે. ખંભાતના શાંતિનાથ મંદિરના ભંડારની સંવત ૧૩૦૩ (ઇસવીસન ૧૨૪૬) માગસર વદ બારસને ગુરુવારે અણહિલવાડમાં લખાયેલા આચારંગપ્રતમાં વીસલદેવને મહરાજધિરાજ અને તેજપાળને મહામાત્ય કહ્યો છે. આમ, સંવત ૧૨૯૯થી સંવત ૧૩૦૩ના માગશર વદ બારસ સુધીમાં વિસલદેવ પાટણની ગાદીએ આવેલ હોવો જોઈએ.

➡ ત્રિભુવનપાળે લવણપ્રસાદના પુત્ર વીરધવલનાં પુત્ર વિસલદેવને પોતાની સેનાનાં સેનાપતિ પદે નિયુક્ત કર્યો .
વિસલદેવને એમ લાગ્યું કે મારા દાદાએ સોલંકીઓની બહુ સેવા કરી. મારાં પિતાએ પણ સોલંકીઓની બહુ સેવા કરી અને મારે પણ આ સોલાન્કીઓની જ સેવા કર્યાં કરવાની છે?
ક્યાં સુધી અમારે સેવા કર્યાં કરવાની?
સોલંકીઓમાં કોઈ આવડત તો છે નહિ રાજ ચલાવવાની આ તો અમે છીએ તો જ એ લોકો રાજ ચલાવી શકે છે !
કેમ ના આના કરતાં હું જ રાજા બની જાઉં ?
આવા વિચારથી પ્રેરાઈને વિસલદેવે ઇસવીસન ૧૨૪૬માં રાજા ત્રિભુવનપળની હત્યા કરી દીધી અને પોતે રાજા બની ગયો !
આ રાજા ત્રિભુવનપાળ મર્યા ત્યારે કેટલાં વરસના હતાં તે તો કોઈને ખબર નથી પણ અપુત્ર હતાં પણ એટલી ખબર છે ખાલી તેમનાં લગ્ન ક્યારે અને કોની સાથે થયાં હતાં તે પણ અધ્યાહાર જ છે.
આમ સોમનાથની નર્તકી બકુલાદેવી (ચૌલાદેવી)ના વંશનો અંત આવી ગયો અને સાથે સાથે સોલંકીઓના સુવર્ણકાળનો પણ !

➡ રાજા ત્રિભુવનપાળ એ સોલંકી રાજવી મુળરાજ પ્રથમના વંશના છેલ્લાં રાજવી છે. એમનાં પછી ધોળકાનાં રાણા વિસલદેવ અણહિલવાડની ગાડીએ બેઠાં. જે ચૌલુક્યોની જ બીજી શાખાના હતાં. આ રાજકુળ પરિવર્તનનું કારણ મળતું નથી.

➡ આમ, વિક્રમ સંવત ૯૯૮ (ઇસવીસન ૯૪૨)માં સત્તારૂઢ થયેલ મુળરાજ પ્રથમનો વંશ વિક્રમ સંવત ૧૩૦૦ (ઇસવીસન ૧૨૪૪)સુધી અર્થાત એકંદરે ૩૦૨ વર્ષ જેટલો લાંબો સમય સત્તા પર રહ્યો અને સોલંકી વંશની બીજી શાખા વાઘેલા વંશ સોલંકીવંશની પાટણની સત્તા પર આવ્યો.

➡ સમગ્રતયા સોલંકીકાળ દરમિયાન અણહિલવાડના વંશોએ પોતાની રાજસત્તાને પશ્ચિમભારતના મોટાભાગમાં વિસ્તરી. ગુજરાત રાજ્યની મહત્તા તથા વર્ચાસ્વતા સ્થાપી. તેમજ આ વિશાળ રાજ્યમાં સુગ્રથિત રાજ્યતંત્રની જોગવાઈ કરી. એટલું જ નહીં ગુજરાતના સાંસ્કૃતિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વનો ફાળો આપ્યો. આર્થિક તથા સામાજિક કશેત્રોમાં વેપાર ઉદ્યોગ તથા અર્થસંપત્તિમાં ધર્મ સંપ્રદાયો, ધર્મ સ્થાનકો અને ધાર્મિક સાહિત્યના વિકાસમાં મંદિરો, મહેલો, કિલ્લાઓ જળાશયો ઇત્યાદિની સ્થાપત્યકલા તથા શિલ્પકલાના વિકાસમાં તેમજ વિદ્યા,સાહિત્ય અને શિક્ષણનાં વિકાસમાં આ રાજાઓ તથા તેમનાં સામંતો, સ્વજનો,અધિકારીઓ તેમજ અગ્રણી સાધુઓ, ગૃહસ્થો, સાહિત્યકારો તથા કલાકારોએ જે વિપુલ અને ગણનાપાત્ર ફાળો આપ્યો તેથી સધાયેલા વિવિધ વિકાસને લઈને સોલંકીકાળ એ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સીમાચિહ્ન બની રહ્યો છે અને એટલે જ તો એ ગુજરાતનો સાચો સુવર્ણયુગ છે અને સદાય રહેશે !

➡ ઇતિ સોલંકીયુગ યશો ગાથા સંપૂર્ણમ !!

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!

– જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.