દુશ્મનો તો માત્ર લેશ તકલીફ આપે છે

Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org

દુશ્મનો તો માત્ર લેશ તકલીફ આપે છે
મિત્રોનો છૂપો દ્વેષ તકલીફ આપે છે

ભક્ત ને મારવો એ ભગવાનનું ક્યાં ગજું
ભીષ્મને શિખંડીનો વેશ તકલીફ આપે છે

માઁ ને તો વણજોઇતું બાળ હોય વધું વ્હાલું
જગને પાડો જણતી ભેંસ તકલીફ આપે છે

ગાંધી હવે જન્મે તો ઉપાડે એ ય બંદૂક
નામે ચરનારો ખાદી પહેરવેશ તકલીફ આપે છે

વિશાળ દુનિયામાં સૌ માટે સ્થાન,માન,ખાનપાન
ટોચે એકલાં જ રહેવાની રેસ તકલીફ આપે છે

બાહ્ય દુશ્મનોને પળમાં મારે સૈનિકો પણ
ગૃહયુદ્ધમાં સડતો સ્વદેશ તકલીફ આપે છે

દુશ્મનો તો માત્ર લેશ તકલીફ આપે છે
મિત્રોનો છૂપો દ્વેષ તકલીફ આપે છે

~ મિત્તલ ખેતાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.