યુ.એનનો પુનજન્મ કરવાનો સમય પાકી ગયો – મોદી

યુ.એનનો પુનજન્મ કરવાનો સમય પાકી ગયો – મોદી.

દુનિયા ચીનનાં પાલતું ‘કોરોના’ કાળ સામે લડી રહી છે, ત્યારે જ લુચ્ચું ચીન પોતાની વિસ્તારવાદી નીતિને કારણે, ભારત, જાપાન, ફિલિપિન્સ, વિએતનામ, સાઉથ કોરિયા જેવા દેશોની પરેશાનીનું કારણ બની ગયું છે. ૧૯૬૨માં ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’ કહીને આપણે ચાઈનાને આપણી ગોદીમાં રમાડ્યું એના પછી આપણે આપણી જમીન ખોવાનો સમય આવ્યો. અને જે આપણે હજી પાછાં મેળવી શક્યા નથી.

ભારતની ચાઈના પ્રત્યેની ફોરેન પોલિસી એ ચાઈનાને ખુશ કરવાની રહી છે અને એનું પરિણામ આપણે હરહમેશ ભોગવવું પડ્યું છે…આપણે ચાઈનાને ખુશ કરવા માટે શું નથી કર્યું.

૧) કથિત ‘વિઝનરી’ પ્રથમ પ્રધાનમંત્રીએ ચીન પર ભરોસો એટલો કર્યો કે યુ.એન સિક્યુરિટી કાઉન્સીલનું જે પદ મળતું હતું એ ચાઈના ભારત પર કોઈ દબાણ ન કરે એટલે એ ચીનને આપી દીધું..( ખબર છે એ વખતે ઘણાં સમીકરણો ભારતના પક્ષમાં ન હતા, પણ એવા રિપોર્ટ પણ છે કે અમેરિકા તરફથી ઇનડાયરેક્ટ પ્રયત્ન કરવામાં આવ્યા હતા કે યુ.એન.એસ.સીનું પદ ભારતને મળે) પણ ચાઈના નારાજ થશે તો, એ પ્રશ્ન થકી વિઝનરી પ્રધાનમંત્રી એ ભૂલ કરી.

૨) ભારતના કોઈ પ્રધાનમંત્રી તિબેટનાં પક્ષમાં ખુલીને કદી બોલ્યા નથી. એ ચીનને ખુશ કરવાનાં અને ચીનની નીચે દબાઈને રહેવાની આપણી ફોરેન પોલિસી.

૩) મોદી સાહેબે ચીનનાં જિંગપીંગને ગ્રાંડ વેલકમ આપીને સારા સંબંધો સ્થાપવાના પ્રયત્નો કર્યા પણ ડોક્લામ અને ગલવાન જેવી ઘટનાઓએ આપણને સબક શીખવી દીધું કે ચીન અતિથી દેવો ભવને બિલકુલ લાયક નથી.

હવે ચીન તરફ ભારતની પોલિસી બદલવાનો સમય પાકી ગયો છે અને એની શરૂવાત પણ થઇ ચુકી છે..

૧) આજે ખુલીને ભારત ચીન સામે હોંગકોંગનો મુદ્દો યુ.એનમાં ઉઠાવે છે.

૨) ચીન જે જગ્યા એ ભૂટાનની જમીનનો દાવો કરે છે, ત્યાં જ ભારતે ભૂટાન સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાનો નિર્ણય કર્યો છે. એનો ફાયદો ભારતને પણ થશે..! આપણે નોર્થઇસ્ટ સાથે વધુ કનેક્ટ થઇ શકીશું…!

૩) તાઈવાનનાં રાષ્ટ્રપતિનાં શપથમાં ભારતના મેમ્બર ઓફ પાર્લામેન્ટને મોકલવામાં આવ્યા હતા..

ચીનને ઘેરવાનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે, એ સાથે જ ભારતના પ્રધાનમંત્રી એ ગઈ કાલે UN ECOSOC sessionમાં એક મહત્વપૂર્ણ ચર્ચાનો ચીલો ચીતર્યો છે જે ખરેખર ભારત અને દુનિયાને નવી દિશા આપી શકે છે. ગઈકાલે ભારતના પ્રધાનમંત્રી એ UN ECOSOC session માં કહ્યું કે “The fury of the COVID-19 pandemic provides the context for the rebirth and reform of the United Nations”

અર્થાત, જેમ બીજા વિશ્વયુદ્ધ પછી સ્થાપના થયેલા યુનાઇટેડ નેશનનાં ૭૫ વર્ષ પછી હવે યુનાઈટેડ નેશન એ ઓલ્ડ થઇ ગયું છે. ૭૫ વર્ષ પછી યુનાઈટેડ નેશનને બદલાવાનો સમય પાકી ગયો છે.

મુખ્ય ઉદેશ્ય એ જ હશે કે વૈશ્વિક લેવલે આના પર ચર્ચાની શરૂવાત થશે. જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની કોરોનામાં એક શંકાસ્પદ ભૂમિકાને કારણે અમેરિકા પોતે WHO માંથી પોતાને પાછું ખેચી લીધું છે, એવી જ રીતે યુનેસ્કો જેવી સંસ્થામાંથી પણ અમેરિકા અને ઇઝરાયેલ એ પોતાને પાછા ખેંચી લીધા છે. UNHRCની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાઈ રહી છે. ચીનમાં Uighurs મુસ્લિમ, તિબેટ, હોંગકોંગ, બલુચિસ્તાન જેવા વિષયોમાં હુમન રાઈટ કાઉન્શીલ એ મૌન પાડે છે. જયારે કશ્મીર અને ઇઝરાયલ જેવા ઈશ્યુ વખતે પોકારી પોકારીને ગાંગરે છે, એટલે વિશ્વની મોટાભાગની લોકશાહી (અમેરિકા, ભારત, ઇઝરાયલ, જાપાન, બ્રાઝીલ) હવે હવે યુનાઈટેડ નેશનની ભૂમિકા પણ શંકાસ્પદ નજરે જોવે છે અને આઉટડેટેડ થઇ ગયેલા યુનાઈટેડ નેશનમાં રીફોર્મ કરવાની વાત હવે વૈશ્વિક પટલ પર મુકાઈ રહી છે. અને જો આવું થાય તો યુનાઈટેડ નેશનની સિકયુરિટી કાઉન્શીલમાં પણ કઈક બદલાવની ચર્ચા થવાની ચાલુ થશે. અને આ વાત ભારતના પ્રધાનમંત્રી એ મૂકી છે, એટલે ભારત આને લીડ કરે છે એવું કહી શકાય. એ સાથે જ ચીનને ધીમો પણ ચટાકેદાર તમાચો મારવાની તૈયારીઓ ભરપુર થઇ રહી છે. ચીનને આઈસોલેટ કરીને એને નિષ્ક્રિય કરવાની તૈયારીઓ થવાની શરૂવાત થઇ ચુકી છે. અને આગળ આના પર કઈક પરિણામો આવે એવી અપેક્ષા પણ આપણે રાખી શકીએ..!

~ જય ગોહિલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.