તિબ્બત પર ચીની સ્થાપત્ય સ્થાપવા, સત્તા પરિવર્તનનું વિચિત્ર કાવતરું

૬ જુલાઈ ૧૯૩૫, લાહ્મો ધોન્ડુંપ નામના એક માણસનો તિબેટમાં જન્મ થયો અને ૧૯૫૦માં આ માણસ તિબેટનાં દલાઈલામા એટલે કે હેડ ઓફ સ્ટેટ તિબેટ બન્યા. મતલબ ૧૫ વર્ષની ઉંમરમાં લાહ્મો ધોન્ડુંપ તિબેટનાં રાજા બન્યા. આશા રાખું છું કે તમે જાણતા હશો કે દલાઈ લામા એ કોઈ નામ નથી, પણ તિબેટનાં હેડ ઓફ સ્ટેટ અને બૌદ્ધ ધર્મના ઉચ્ચ સાધુને અપાતી પદવી છે. જો કે આ સમય સુધીમાં ચીનનાં માઓ જીડોંગ મેઈનલેન્ડ ચાઈનાની અંદર ચાલતી સિવિલ વોર ખત્મ કરી ચુક્યા હતા. અને પીપલ રિપબ્લિક ઓફ ચીનની સ્થાપના થઇ ચુકી હતી. આ જ સમયમાં મતલબ ૧૯૫૧માં તિબેટ અને ચાઈના વચ્ચે એક એગ્રીમેન્ટ થયો, જેને ‘૧૭ પોઈન્ટ એગ્રીમેન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. એ વખતે દલાઈલામાની ઉંમર માત્ર ૧૫ વર્ષની હતી. દલાઈ લામાનાં સલાહકારોની ખોટી સલાહ અને ચીનાઓનાં બળજબરનનાં કારણે દલાઈલામાને એ એગ્રીમેન્ટ પર સાઈન કરવી પડી. સીધી વાત છે ૧૫ વર્ષનાં એ છોકરાને આટલા મોટા એગ્રીમેન્ટ વિશે શું ખબર પડે…? એ ૧૭ પોઈન્ટ એગ્રીમેન્ટ અનુસાર ચાઈના એ તિબેટનાં બૌદ્ધ ધર્મની અને સંસ્કૃતિનું સન્માન કરશે, એ હેતુસર તિબેટને ચાઈનાનાં ઓટોનોમસ રીજીયન તરીકે ચાઈનાનાં મિલેટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તિબેટમાં સ્થાપવાની મંજુરી આપી.

બસ, આ સમય જ તિબેટની હેરાનગતિનું કારણ બન્યો. ચીનાઓએ કરેલા એગ્રીમેન્ટની બિલકુલ વિરુધ જઈને તિબેટના બૌદ્ધ કલ્ચરને નષ્ટ કરવાનું અને લોકોને હેરાન કરવાનું શરુ કરી દીધું. જો કે ૧૯૫૯ આવતા આવતા તિબેટની અંદર જ ચાઈના વિરુદ્ધ અવાજ ઉઠવાનો શરુ થયો અને થઇ સંઘર્ષની કહાનીની શરૂવાત. ચીનાઓએ ૧૯૫૯ આસપાસ તિબેટનાં લોકોને મોતને ઘાટ ઉતારવાના શરુ કર્યા અને દલાઈલામાને પણ મારવાની ઈચ્છા ધરાવતા ચીનાઓથી બચીને તિબેટનાં દલાઈલામાને શરણ લેવા માટે ૮૦ હજાર જેટલા સમર્થકો સહીત ભારત આવવું પડ્યું.

આ પછી તિબેટની અંદર માઓ ઝીડોંગે એ તિબેટનાં કલ્ચરને ધીમે ધીમે પણ સંપૂર્ણ ખત્મ કરવાનો આદેશ કર્યો. અનેક ધર્મસ્થાન તોડવામાં આવ્યા. અનેક ધર્મગુરુઓને મારવામાં આવ્યા અને દુનિયાનું એક મોટું કલ્ચરલ જેને સાઇડ કરવામાં આવ્યું એવું કહી શકાય.

એક ડેટા અનુસાર ૧૯૪૯ થી ૧૯૭૯ વચ્ચે ચીનાઓએ તિબેટની અંદર,

૧) ૧,૫૬,૦૦૦ થી વધુ લોકોને ડાયરેક્ટ મારી નાખ્યા
૨) ૧,૭૩,૦૦૦ થી વધુ લોકો જેલમાં ટોર્ચરને કારણે મરી ગયા
૩) ૪,૦૦,૦૦૦ જેટલા લોકો ચીનની આર્મી સામે લડતાં લડતાં મરી ગયા..
૪) ૩,૪૨,૦૦૦ જેટલા લોકો ભૂખમરીને કારણે મરી ગયા
૫) ૯૨,૦૦૦ લોકોને રોડ પર ટોર્ચર કરીને મારવામાં આવ્યા અને ૧૦૦૦૦ જેટલા લોકો એ સુસાઈડ કર્યું..

આટલું કર્યું છતાંય આજે પણ તિબેટનાં અનેક લોકો અનેકવાર અચાનક ગાયબ થઇ જાય છે. મહિલાઓ પર બલાત્કાર થાય છે, એમની જબરન નસબંધી કરવામાં આવે છે, અને મુર્ખ ચીનાંઓના ગુલામ હ્યુમન રાઈટ્સ વાળા જોયે રાખે છે.

આ બધું થયું હોવા છતાંય આજની તારીખે પણ દલાઈલામા એ એક રીતે તિબેટનાં રાજા અથવા હેડ ઓફ સ્ટેટ કહેવાય છે, અને જેઓ અહિયાં ધર્મશાળાથી તિબેટનો હિસાબ કિતાબ જોવે છે. આજે એટલે ૬ જુલાઈ ૨૦૨૦ ને દિવસે દલાઈલામાને ૮૫ વર્ષ પુરા થયા..! આજની ઘડીએ પણ તિબેટનાં લોકો તિબેટનાં રાજા દલાઈલામા ની વાત માને છે, એટલે તિબેટ પર ચીનનો સંપૂર્ણ અધિકાર નથી પણ તિબેટ એ એક ઓટોનોમસ રીજીયન છે. હવે સમસ્યા અહી આવે છે. ચીન પૂરો પ્રયત્ન કરી રહ્યું છે કે તિબેટને ચીનનો સંપૂર્ણ ભાગ બનાવી દેવામાં આવે અને એમના રાજા નો તિબેટ પરથી હક્ક પૂરો થઇ જાય. કેવી રીતે ? અને અહિયાં એક નવા માણસની એન્ટ્રી થાય છે. પંચેન લામા…

તિબેટનાં કલ્ચરમાં બે મહત્વપૂર્ણ પદ છે

દલાઈલામા અને પંચેન લામા

પંચેન લામા એ એક મહત્વપૂર્ણ પદ છે, જે તિબેટના આગળનાં દલાઈલામા કોણ હશે એની ભૂમિકા નિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને દલાઈલામા એ નિશ્ચિત કરે છે કે આગળનાં પંચેન લામા કોણ હશે..? એટલે હાલના ૧૪માં દલાઈલામા એ ૧૯૯૫માં ૧૦મા પંચેનલામાનાં મૃત્યુ પછી Gedhun Choekyi Nyima નામના વ્યક્તિને ૧૧મા પંચેનલામાને તિબેટનાં પંચેનલામા તરીકે નીમ્યા, જયારે Gedhun Choekyi Nyima એ માત્ર ૬ વર્ષનાં જ હતા. પંચેનલામાનાં સિલેકશનનાં માત્ર ૩ દિવસ પછી આ ૬ વર્ષના બાળકનું અપહરણ ચીની સરકારે કરી લીધું અને આજે એ વાતને લગભગ ૨૫ વર્ષ થયા અને પંચેનલામા ક્યા છે, અને શું કરે છે ? જીવે છે કે મરી ગયા છે એ વિશે દુનિયા નથી જાણતી. એટલું જ નહિ ચીની કમ્યુનીસ્ટ સરકારે પોતાના એક માણસને પંચેનલામા તરીકે બેસાડી દીધા અને એવું પણ કહી દીધું કે હવે આ અમારા દ્વારા બેસાડેલા પંચેનલામા જ આગળનાં દલાઈલામાને ચૂંટવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તો એનો સીધો મતલબ એમ જ થાયને આગળનાં દલાઈલામા એ ચીની સરકારની અંદર કામ કરતાં વ્યક્તિ હશે અને આ પછી તિબેટ એ ઓટોનોમસ રીજીયન નહિ પણ ચીનનો સંપૂર્ણ ભાગ બની જશે.

આજે વર્તમાન દલાઈલામાનો ૮૬મો જન્મદિવસ છે, એ ૮૫ વર્ષનાં થયા એટલે આજે ઈચ્છા થઇ કે તિબેટની આ કહાની અને ચીની કેટલું લુચ્ચું છે અને લુક્ખું છે એ વિષે તમે માહિતગાર હોવા જોઈએ.આશા રાખીએ કે ‘અહિંસા’ જીતે…તિબેટ આઝાદ થાય પંચેનલામા મળી જાય અને દલાઈલામા ફરી તિબેટ જઈ શકે અને આપણે ત્યાં મુલાકાત લઇને ભવ્ય બૌદ્ધ સ્થળની આધ્યાત્મિકતાને માણી શકીએ.

આશા રાખું દુનિયા આખી તિબેટને આઝાદ કરાવે..ભારત તિબેટને ચીનનો ભાગ નહિ સ્વતંત્ર દેશ ઘોષિત કરીને ચીનની appeasement policy માંથી બહાર આવે. આશા રાખું આ પાપનો ઘડો જલ્દી ફૂટે અને ચીન તૂટે, માનવ અધિકારવાળાની આંખો ખુલે અને એ લોકો પણ ચીનાઓની ગુલામીમાંથી બહાર આવે..!

~ જય ગોહિલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.