પ્રેમ જેવી કોઈ દવા જ નથી

Siddiq-Bharuchi-poetry-gazals-gujarati litrature

પ્રેમ જેવી કોઈ દવા જ નથી,
એ વિના દર્દમાં મજા જ નથી.

રાહમાં રોજ રાહ જોવાની,
આ સજાથી વધી સજા જ નથી.

એક ક્ષતિએ જ સ્વર્ગ છોડાવ્યું,
એવી જગમાં કોઇ ખતા જ નથી.

જ્યાં મરીનેય આદમી જીવે,
દિલના જેવી અહીં જગા જ નથી.

યાદી મિત્રોની ખૂબ લાંબી છે,
ભાઈ જેવા મગર સગા જ નથી.

ભોગવે છે હવે એ વેકેશન,
જેઓ કહેતા હતા રજા જ નથી.

લોક સંતોની પાસ દોડે છે ,
માથી મોટી બીજી દવા જ નથી.

~ સિદ્દીક ભરૂચી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.