મારા વિશે, હું બધું જ જાણું છું

મારા વિશે
હું બધું જ જાણું છું
એવું કંઈ ખાત્રીપૂર્વક કહી ના શકું.
પણ, હું એટલું જાણું છું કે
અમુક વખતે
હું માત્ર હું હોઉં છું!
એ સિવાય
ક્યારેક ઘર-પરિવારની મર્યાદા કે મોભા મુજબ
સમેટાઉં કે વિસ્તરું!
ક્યારેક રીત-રિવાજ કે નીતિ-નિયમોને અનુસરવા “મેં દોરેલી” લક્ષ્મણરેખાના કારણે
તમે મારા સુધી ન પહોંચી શકો!
તો વળી ક્યારેક
અન્યોની લાગણી, ઈચ્છા કે માન્યતાનું માન રાખવા
હું, મને જ ભૂલી જાઉં!
અલબત્ત
“હોવાની” અને “કંઈક થવાની” મારી આ જાતરાને
તમે દંભ કહો છો
ત્યારે,
તમે, તમારા વિશે
ઘણું જણાવી દયો છો!

~ લક્ષ્મી ડોબરિયા | ૧-૮-૨૦૧૯

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.