મારે કશું કહેવું નથી

મારે કશું કહેવું નથી
એવું નથી.
જે અજવાળું
સારા-માઠા અનુભવના કારણે જડ્યું છે
એના વિશે
મારે તો માંડીને વાત કરવી છે.
અને
તમારી સાથે હોઉં છું
ત્યારે
તમને જે નથી દેખાતું,
નથી અનુભવાતું
એ શું છે..એ કહેવા હું તત્પર હોઉં છું.
સાચ્ચે જ હું બહુ ઉત્સાહિત છું
ખુલ્લી આંખે મેં જોયેલાં
સપનાંઓ અંગે કહેવા!
પણ…
તમે આવો છો માત્ર ‘તમારી વાત’ કરવા
ત્યારે
એક જ પળમા
‘મારી વાત’ ના છેદ ઉડાડી
હું મૂક શ્રોતા બની જાઉં છું.

~ લક્ષ્મી ડોબરિયા

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.