પાઠ પણ કેવા ભણી ગ્યાં આપણે

પાઠ પણ કેવા ભણી ગ્યાં આપણે.
ભૂલવા જેવું ભૂલી ગ્યાં આપણે.

આયના જેવાં બની ગ્યાં આપણે.
આ રમત કેવી રમી ગ્યાં આપણે!

મ્હેરબાની થઈ સમયની એવી કે,
વારતા જેવું જીવી ગ્યાં આપણે.

રંજ કે ફરિયાદની ક્યાં છે જગા?
એટલું વધઘટ થઈ ગ્યાં આપણે.

એ ઠરી ને ઠામ થઈ ગ્યું આખરે,
દર્દને જાણે સદી ગ્યાં આપણે.

જીવ શાને બાળવો? એવું પૂછી,
જ્યાં છીએ ત્યાં ઝળહળી ગ્યાં આપણે.

જિંદગી એમ જ કસોટી ના કરે,
એની નજરે પણ ચડી ગ્યાં આપણે.

– લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.