કવિના નામે ચરી ખાનારા – હવે આગળ

કવિના નામે ચરી ખાનારા 😜

– કેમ છો ખવિ ? આજકાલ તો તમારા પેલા ખવિમિત્રનો વિવાદ ભારે ચગ્યો હતો કાં !

“શું કહું… ઘણા લોકો છે જે કવિના નામે ચરી ખાય છે.”

– ઓહ ! અચ્છા… તો જે લોકો કવિના નામે ચરી નથી ખાતા એ લોકોથી પણ દુનિયાને શું ફરક પડે ?
અને એમ પણ કવિઓ એમની અંગત ભોળીભાળી, કોમળ લાગણીઓ પાળે અને એવી લાગણીભીની કવિતાઓ લખે તો એનાથી દુનિયાને શું ફરક પડે ?🤣

“યાર તમે પાછા આવી ગયા એમ ને ! ગઈ કાલે તમેં મને વિચારતો કરી મૂક્યો કે સાલું દુનિયાને શું ફરક પડે ?☺️
પણ આજે તો તમને જવાબ આપવો છે.”

– તો જવાબ આપો કે તમે આ બધું લખો છો એના તમને રૂપિયા પણ મળે. કોઈ ભોલીભલી તમારી પેલી ભ્રમઆનંદ સહોદરના ભ્રમમાં પડી જાય એ લાભ પણ આબોટી લો છો. તો એનાથી તો સ્પષ્ટ છે કે તમને જ ફરક પડે છે. દુનિયાને શું ફરક પડે ?

” અરે… રે… એવું ન હોય ભલા માણસ ? આતો કલા છે. એમાં બધું મોજ કરવાનું આવે. અને આ કવિતા તો વાંચવાનિબજ નહિ સાંભળવાની પણ કલા છે. એમાં કવિતા પઠન પણ મોટી વાત છે. એ કાનની કળા પણ કહેવાય ભાઈ… એટલે આ બધા મુશાયરા કરવાના થાય. ગઈ કાલનો જવાબ…ok ! કેમ મુશાયરા કરો છો ? હવે બોલ ! “☺️
(કવિ ઉત્સાહના અતિરેકમાં ગઈકાલનો જવાબ આજના મુદ્દામાં મિક્સ કરીને આપવા લાગ્યા. )

– કવિતા સાંભળવામાં કાનનો જ ઉપયોગ થાય કવિ ! શું આમ તેમ તર્ક કરીને લોકોને બનાવો છો ! અને કવિતા કાનની કળા હોય તો પણ શું ? એનાથી દુનિયાને શું ફરક પડે ?
અને આજના મુદ્દે જ બોલો… ગઈકાલની વાત આજના મુદ્દામાં ભેળવીને આજના મુદ્દાને સ્પૉઇલ ન કરો બૉસ !

“અરે ભાઈ… લોકો રંગીન મિજાજના હોય અને કવિઓ તો એમ પણ રંગદર્શી – ભાવનાદર્શી એ બધું તો તું ભણ્યો જ છે ને ! અને આમાં તો થોડુંઘણું એવું રહેવાનું જ બૉસ !

– તો પછી તમે બધા કવિ બ્રહ્માથી પણ મોટા અને એવું બધું લોકોને ઇમ્પ્રેસ કરવાનું બન્ધ કરો. કદાચ આ તમે ખોટેખોટી મોટીમસ વાતો છોડો છો એમાં જ આ બધું થાય એમ નથી લાગતું ?

” એજ તો કલા છે. લોકો વાણીના પ્રભાવમાં આવે એ સાધારણ ન કહેવાય ! બાકી તું બે માણસને બેવકૂફ બનાવી શકે ? અમે કવિઓ આમ ચપટી વગાડતાં ગમે તેવાને બાટલીમાં ઉતારી શકીએ !”

– તો પછી કાનની કળા એમ કેમ કહો છો ? તમારે કાચાકાનની કળા એમ કહેવું જોઈએ. એ બધી તો તમારી ચીકણીચુપડી વાતોની કળા થઈ !
અને તમારી લોકોને બાટલીમાં ઉતારનારી ચીકણીચુપડી વાતોથી દુનિયાને શું ફરક પડે ?

“કોઈપણ પાત્ર કવિથી પ્રભાવિત થઈ જાય એમાં કવિનો દોષ નથી. પહેલી વાત ! અને બીજીવાત કે કવિઓ નિજાનંદ હોય છે… કોઈ આવે તો પણ વાહ અને ન આવે તો પણ વાહ !”

– આ તમે પાછા નવું લાવ્યા ! ભ્રમઆનંદ પછી નિજાનંદ…

“ઓ… લે ! ત્યારે તને એય ખબર નથી કે નિજાનંદ એટલે શું ? અને માર જોડે કાલનો માથાપચ્ચી કરી રહ્યો છે.”
(મને એ નથી આવતું એમ સમજીને ખવિ ગેલમાં આવી ગયા.)

– અરે સાહેબ મને ખબર છે કે નિજાનંદ એટલે આત્મનિર્ભર સમજયા ? અને આ અર્થ તાજેતરનો છે. જાણી રાખજો…ભાષાપરિવર્તન ઉપર હવે રાજનીતિક ઘટનાની પણ અસરો થઈ રહી છે. અભ્યાસ રાખો કવિ ! તમારું જ્ઞાન હવે કટાઈ રહ્યું છે. કોઈ પ્રભાવિત નહિ થાય અને તમારી પટ્ટીમાં કોઈ પડશે નહિ. નવી દુનિયામાં ડોકિયું કરતા રહેવાનું…કેમ કે પેલો નવો નવો કવિ બન્યો છે એ જિગો… ધૂમ મચાવી રહ્યો છે સમજ્યા !
☺️
“કોણ જિગો? “

તમને નથી ખબર ? આ વર્ષે જેને સાહિત્યનો નવોન્મેશ ઍવૉર્ડ મળ્યો એ..

“અરે પણ એ ઍવૉર્ડ તો નવા કવિઓને થોડો આપવામાં આવે ?”
– ઍવૉર્ડ આપનારની ગેરસમજ થઈ હશે. નવોદિતની જગ્યાએ આ નવોન્મેશ ઍવૉર્ડ આપી દીધો હશે.

“ના બને ભાઈ… આમાં મને લોચો લાગે છે…”

(કવિ તો જાણે એમની દુનિયા લૂંટાઈ ગઈ હોય એમ ચિંતામાં હતા. કેમ કે આ નવો કવિ જિગો કેવી રીતે ધૂમ મચાવી શકે ? એમને એમ કે અમે ભલે ઉંમર લાયક થયા પણ અમારામાં હજીય દમખમ છે ! અમે અનુભવી લોકો આમ હાથમાં હાથ લઈને બેસી રહીએ અને આમ નવા નિશાળિયાઓ ઑનલાઈન સુપરનોવા બની જાય છે ? એમને એ સહન ન થયું. કવિ અકળામણમાં બોલી ગયા.)

” આ બધું નકામું છે ! આમ કવિતા ઑનલાઈ કરી દેનાર સામે ઑનલાઇન જઈને જ કંઈક બોલવું પડશે ! આમ આવા તૂત ચલાવવાથી દુનિયાને કોઈ જ ફાયદો નથી !

☺️- (વર્ચસ્વ બૉસ વર્ચસ્વ ! વર્ચસ્વ સાચવવાની ચિંતામાં આખરે ખવિશ્રી સાચું બોલી ગયા.)

– જવાબમાં મારાથી બોલાઈ ગયું કે રાજનીતિ બડી ગંદી ચીજ હોતી હે ! વર્ચસ્વ હી સર્વસ્વ હોતા હે…

” શું બોલ્યો ? અમે ખવિઓ અંદરો અંદર રાજનીતિ કદી ન કરીએ. અમે અમારી પોલ અમારા પૂરતી જ રાખીએ પણ આ નવા નિશાળિયા સમજતા નથી. જગજાહેર ભૂલો કરે છે. અને ભોગવવાનું અમારે માથે આવે છે. પણ હવે તું એમ ન સમજતો કે મેં હાર માની લીધી !”

(કવિઓના નામે ચરી ખાનારા આજકાલ વધી ગયા છે ! ગોબર એ ફેલાવે અને સફાઈ અમારે કરવાની ? આવા લેભાગુઓના કારણે દુનિયાને ફરક પડે છે. પણ… કવિ આમ તેમ બબડી રહ્યા.)

– આ કવિઓના નામે ચરી ખાતા હોય એમનાથી દુનિયાને ફરક પડે છે ! તો કવિઓના નામે ચરી ખાતા ન હોય એમનાથી પણ દુનિયાને શું ફરક પડે ?

“કશુંય નહિ… બધા પોત પોતાની તૂતડી બજાવી જવામાં માને છે. બોલ… અમે કવિઓ નકામા છીએ… ok… હવે ખુશ ? શાંતિ હવે ?

😊⚡😀

– જયેશ વરિયા

– તારીખ : 23-05-2020

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.