બદલાતી સરકાર સાથે સરકારી પ્રોજેક્ટોની બદલાતી તાસીર અને સ્થિતિ

બદલાતી સરકાર સાથે સરકારી પ્રોજેક્ટોની બદલાતી તાસીર અને સ્થિતિ

૨૦૦૭ની વાત છે… આપણા એ વખતનાં કેન્દ્રીય નાણામંત્રી હતાં ચિદમ્બરમ.. તે વખતે એમણે ભારતમાં ભારતનું પોતાનું International Finance Service Center મુંબઈમાં ખોલવાની પ્રસ્તાવના મૂકી હતી. આ ખાલી પ્રસ્તાવના અને એ વખતની સરકારની કામગીરી તો તમને ખબર જ હશે. પ્રસ્તાવના મુકે અને ભૂમિપૂજન કરે બાકી પછી કાગળિયામાં બધું. ૨૦૦૭થી ૨૦૧૪ સુધી ચિદમ્બરમ અને મહારાષ્ટ્રની સરકાર સુઈ ગઈ. નાં કઈ જમીનનું કામ થયું નાં કઈ આગળ રજૂઆત થઇ અને એતો એ પ્રસ્તાવને જ ભૂલી ગયાં હશે એવું લાગ્યું મને..

એ વખતે આપણા ગુજરાતનાં મુખ્યમંત્રીએ ૨૦૦૭માં જ વાઇબ્રન્ટ સમીટમાં ગુજરાતનાં ગાંધીનગરમાં એક ફાઈનાસીયલ હબ બનાવવાનું નક્કી કર્યું અને એની સાથે જ જન્મ થયો

GIFT city Gandhinagar ( Gujarat Infrastructure Financial Tech City) Gandhinagar..!

રોડ, રેલ અને વોટર વેથી ટ્રાન્સપોર્ટની સુવિધા, હાઈ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, 24 x 7 પાણી, વિજળી, ફોરેન ઇન્વેસ્ટમેન્ટને આકર્ષવા માટે ફોરેન જેવી જ સુવિધા, ગોલ્ફ ક્લબ, હોટેલ્સ, ગ્રીનરી, શુદ્ધ – સ્વચ્છ વાતાવરણ, હાઈસ્પીડ લીફ્ટ, એકદમ ક્લાસ એવી બિલ્ડીગસ, આખા સિટીને મોનીટરીંગ કરવા અલગથી કન્ટ્રોલ રૂમ, માખણ જેવા રસ્તાઓ, તમારે ઘરનો કચરો નાખવો હોય તો ઘરની બહાર એક વિન્ડો આપી હોય એમાં નાખો એટલે એ કચરો પાઈપલાઈન વાટે શહેરની બહાર જમા થાય ત્યાં અલગ થાય અને જે કચરામાંથી ખાતર બની શકે એવા કચરામાંથી ખાતર બને…આવી તો અનેક સુવિધાઓ… GIFT city શું છે એ જોવું હોય તો તમને નીચે લીંક મુકીશ જોઈ લેજો..!

હવે આ બધું હું અહિયાં કેમ લખી રહ્યો છું ? હમણાં મહારાષ્ટ્ર સરકારમાં શરદ પવાર અને કેન્દ્ર વચ્ચે બબાલ ચાલે છે. શેની ? પેલા ચિદમ્બરમએ જે International Finance Service Center નો જે પ્રસ્તાવ મુક્યો હતો એનું સ્થાપન કરવા માટે.

શું બબાલ છે…?

૨૦૦૭થી લઈને ૨૦૧૯ સુધી જે મહારાષ્ટ્ર સરકાર સુઈ રહી અને એના પર કશુય કામ નાં કર્યું એટલે એ International Finance Service Center કેન્દ્ર સરકારે ગાંધીનગર ખસેડવાનો નિર્ણય લીધો છે શરદ પવાર ગુસ્સે ભરાયા છે. એની સામે ૨૦૦૭માં જ ગુજરાતે એમ.ઓ.યુ કરીને કામ શરુ કરી દીધું હતું અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું કામ ત્યારથી ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રએ હજી ૧૩ વર્ષ પછી પણ શૂન્યથી કામ કરવાનું છે, જયારે ગુજરાતનાં ગાંધીનગર આ ૧૩ વર્ષથી ૧૦૦ સુધી પહોચવાનું હોય તો ૫૦ સુધી તો પહોંચી જ ગઈ છે અને સેન્ટર માટે તો ગુજરાતનું ગાંધીનગર ૭૫ સુધી પહોંચી ગયું છે…
ગુજરાતને શું ફાયદો થશે ?

ઓછામાં ઓછી ૧ લાખ નોકરીઓ ગુજરાતનાં યુવાનોને મળશે એવા આસાર છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવશે… ફોરેન ડેલીગેટ્સ ગુજરાત આવશે અને એનો આડકતરો ફાયદો ગુજરાતનાં ટુરીઝમને થશે. આપણા બીઝનેસમેનો જે મુંબઈમાં છે તેઓ પોતાની કોર્પોરેટ ઓફીસ ગુજરાતમાં ખસેડવાનો પ્રયત્ન કરશે. ટ્રાન્સપોર્ટ સુવિધાનો આડકતરો ફાયદો ગુજરાતને થશે. હોટેલવાળા ને થશે… અને ગુજરાતનું નામ ઊંચું થશે એતો અલગ જ છે..!

હંમેશા બે પ્રકારનાં વિચાર ધરાવતા લોકો છે..

૧) ઈન્ફ્રાસ્ટ્રક્ચર પછી ડેવલોપ કરો પહેલાં ગરીબ લોકોને દરેક મહીને ૫ – ૭ હજાર રૂપિયા આપો..

૨) પહેલાં ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપ કરો ગરીબી સમય જતાં આપો આપ દુર થઇ જશે..

જ્યારે તમારે તમારાં દેશને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ માટે આકર્ષિત કરવો હોય તો તમારે એને ઘણી બધી રીતે સજ્જ કરવો પડે એમાં પહેલું કામ આવે ‘ટ્રાન્સપોર્ટ’

જ્યાં સુધી તમારાં દેશમાં ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી બરાબર નથી ત્યાં સુધી તમારો દેશ આગળ નહી જ આવે..

યાદ કરો બાજપાઈનું વિઝન.. એમણે ભારતમાં કનેક્ટિવિટી વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી..

૧) ૪ મોટા સિટીને જોડવા…(ગોલ્ડન કનેક્ટિવિટી) ૨) ઇસ્ટ વેસ્ટ અને નોર્થ સાઉથ કોરિડોર અને પોર્ટ સુધી રસ્તાઓ બનાવવા એતો અલગ જ.. કેમ ત્યાં માલસામાન પહોચાડી શકાય અને એક્ષ્પોર્ટ જલ્દી થાય..

આ ટ્રાન્સપોર્ટ પર હું કેમ આવી ગયો..

યાદ આવ્યું બુલેટટ્રેન પ્રોજેક્ટની એટલે… આપણા વર્લ્ડ બેસ્ટ સી.એમ મહારાષ્ટ્રમાં આવ્યા અને એમણે જાહેર કરી દીધું બુલેટટ્રેન પ્રોજેક્ટ કેન્સલ…

કારણ શું આપ્યું ? અત્યારે ભારતમાં ગરીબી છે પહેલા ગરીબો ને ઉપર લાવીએ…

હવે વિચારો…આંતરરાષ્ટ્રીય કક્ષા એ શું વિચાર આવે લોકોને ? “સરકાર બદલાશે.. પ્રોજેક્ટ અટકશે”

મુખ્ય વાત આ બુલેટ ટ્રેન પોજેકટ પણ ગાંધીનગર IFSC ને મુંબઈ આર્થિક રાજધાની જોડે કનેક્ટ કરવાનો એક આંતરિક પ્રોજેક્ટ જ હતો. પણ એ અટકી ગયો. હવે એ અટકયો એટલે એને લીધે કન્સ્ટ્રકશન વર્કસની જોબ ગઈ. ૧૦ વર્ષ પછી એ જેટલી જોબ ઉભી કરતા એ બધી જોબ બીજા ૧૦ વર્ષ પાછી ઠેલાઈ ગઈ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે એક માનસિકતા છપાઈ એતો અલગ જ..!!

આતો ભારતની મૂળ સમસ્યા ક્યા છે એના વિષે કદાચ તમને ખબર પડી હશે…

ગુજરાતમાં બીજો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ… એ શું છે, એકવાર જોજો.. આજે નહિ તો ૨૫ વર્ષ પછી એ તૈયાર થશે તો ખરો જ, એ વખતે એ અલગ જ દુનિયા હશે ગુજરાતમાં.. પણ થશે તો… કારણ અહિયાં બધું સરકાર બદલાતા અટકી જાય છે એટલે…!

– જય ગોહિલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.