ચરક સંહિતા અને રોગ ઉપચારનો આધાર

“ઘરે રહો…… ખુશ રહો”

બહુ જ ચાલ્યું છે. કોઈએ કંઈ નવું આપવાનો પ્રયત્ન જ નથી કર્યો અરે એટલે સુધી કે કોરોનાનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ થયો છે એવું પણ લોકોએ પ્રતિપાદિત કરી જ દીધું. પણ આ બધાં લોકો એ થાપ ખાઈ ગયાં કે ભારત એ આયુર્વેદનું જનક છે અને ચરકની ચરક સંહિતા એ આયુર્વેદની ભગવદ ગીતા છે.

હા એક વાત છે કે ચરક સંહિતામાં ક્યાંય પણ કોઈપણ જગ્યાએ સીધેસીધો કોરોનાનો ઉલ્લેખ થયો નથી પણ રોગોપચારનો તો જરૂર થયો છે. જે લોકોની ખ્યાલ બહાર જ ગયું છે !!!

એક શ્લોક અહી મુકું છું

આ શ્લોક ચરક નિદાનમાંથી (ચરક સંહિતા)માંથી લેવામાં આવ્યો છે અને એ દરેક રોગ માટે તર્કસંગત સાબિત થાય છે. એમાં એ દર્શાવવામાં આવ્યું છે કે – કોઈ પણ રીતે કોઈ પણ બીમારી જે સામાન્યથી લઈને ગંભીર હોય એનો ઈલાજ-ઉપાય શરૂઆતમાં જ કરવો જોઈએ. એજ સહેલું છે અને એનાથી જ રોગને પ્રસરતો અટકાવી શકાય છે.

કારણકે એક વાર જો એ રોગ કે બીમારી ઘર કરી ગઈ એણે ઠીક કરવી કે એમાંથી બહાર નીકળવું લગભગ અસંભવ જ થઇ જાય છે !!!

આજની અજગરભરડા જેવી મહામારી (કોરોના વાઈરસ /કોવિદ -૧૯)પર એ એટલું જ લાગુ પડે છે. મુનાસીબ એ જ ગણાશે કે આપણે પહેલેથી જ એણે રોકવાનો પ્રયત્ન કરીએ !!

यथा ह्यल्पेन यत्नेन च्छिद्यते तरुणस्तरुः।
स एवाऽतिप्रवृध्दस्तु च्छिद्यतेऽतिप्रयत्नतः॥
एवमेव विकारोऽपि तरुणः साध्यते सुखम्।
विवृध्दः साध्यते कृछ्रादसाध्यो वाऽपि जायते॥

– ચરક નિદાન ૫ / ૧૩-૧૬

આ શ્લોકનો ભાવાર્થ :

જેવી રીતે નાનાં-નાનાં અને કોમળ છોડવાઓ, મોટાં ઝાડોની તુલનામાં આસાનીથી તોડી અને કાપી શકાય છે. બિલકુલ એવી જ રીતે કોઈ પણ રોગનો શરૂઆતમાં જ ઉપચાર અને એનેનિયંત્રિત કરવું આસાન હોય છે એજો વધી જાય એણે સાધવો અશક્ય બની જાય છે !!

– જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.