વાહ રે કુદરત !

Rekha Patel 'Vinodini' - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org

વાહ રે કુદરત !
હજુ શિયાળો માથા ઉપર છે અને ઠંડી કહે મારું કામ,
જો પાસે એક ધાબળો હોત તો સારું રહેત
કઈ નહિ આ પછેડી તો છે,
કાલે ઓલ્યા મનીયા જોડે તો એક માત્ર પોતડી હતી .
પણ આ શું ?
ઓચિંતો વરસાદ તૂટી પડ્યો ” કમોસમી સ્તો “
માથે રૂની ગાંસડી લથપથ બની,
જાણે પેલી ડાકણ પગને વળગી હોય તેમ પગ ઉપાડવાનું નામ લેતા નહોતા .
વાહ ! શું તારી દયા વરસી, જો આ તારું વચમાં ઘર આવ્યું!!
હું દોડી ભરાયો તારા ગર્ભ ધ્વારમાં
હાશ !હવે ટાઢ ઓછી થશે, પણ એમ ક્યા ઓછી થવાની હતી આ પછેડી સાવ ભીની હતી,
મારી ભીની નજર તારા ઉપર ઠરી
તારે કેડે પીળું મઝાનું પીતાંબર ઉપર જરકસી જામો
અને ઉપર મઝાનો આ કેસરી ખેસ
આહા ! શું તારી શોભા છે, અહી એટલીજ ઓભા છે
તું તો ભગવાન છે આ ટાઢ તડકાથી જોજનો દુર છે
જો તું કહે તો તારો ખેસ હું ઉઘાર લઉં,
પણ તું આપે તો તે કામનું હું જાતે કેમ લઉં ?
તું કમળ છે પ્રભુ હું છું કાદવ,
તને હું કેમ ખરડું ?
અરે ! વરસાદના જોરદાર ઝાપટા સાથે પવનની લહેરખી !!
તારો ખેસ ઉડીને નીચે પડ્યો …..
વાહ રે કુદરત!!

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.