Let’s Live, Not Survive

સમય બદલાયો છે સાથે માણસ પણ બદલાય છે, આ બધું સ્વભાવિક છે. કૃષ્ણ પોતે જ ગીતામાં કહેતા હતા કે પરિવર્તન સંસારનો નિયમ છે, પણ કયું પરિવર્તન…? શુ કોઈએ એ વિચાર્યું હતું…? આજે સમજાય છે…? કે પછી હજુય ઊંધે ઘાત આપણે આપણી સમજ મુજબની અકલ લગાવી રહ્યા છીએ. કૃષ્ણ જીવનમાં આવતા સબંધ અને જન્મથી મૃત્યુ સુધીના પરિવર્તનની વાત કરતા હતા, માણસમાંથી જાનવર કે માણસાઈ મૂકીને મશીન બની જવાના પરિવર્તનની તો જરાય વાત નહીં જ કરી હોય, અથવા કદાચ એમનું દૂરદર્શી પણું એવુંય હોય કે એ ભવિષ્ય જોઈ ગયા હોય… એમને અંદાઝ આવી ગયો હોય કે જલ્દી જ આપણે આપણા અંદર રહેલા પ્રેમના અખૂટ ઉર્જા સ્ત્રોત માટે જ્યાં ત્યાં વલખા મારતા થઈ જઈશું. કારણ કે સમજ વગર જેમ બુદ્ધિ નકામી છે એ જ પ્રકારે સમજ વગરની સિદ્ધિઓ પણ નકામી છે. આપણે મેળવેલ સિદ્ધિઓ સમજ વગર સાવ નિરર્થક બનતી જય રહી છે. જે પણ વસ્તુ આપણે આપણા ભલા માટે ઉપજાવી રહ્યા છીએ એ જ આપણા વિનાશનું કારણ બનતી જઈ રહી છે. કારણ કે સમજની અછત… અથવા ન સમજવાની જીદ અથવા વિચારિક વિશ્વનું સીમિત થઈ ગયેલું માળખું… કઈ પણ હોય, આપણે જે માર્ગે છીએ એ ઉદ્ધારનો તો નથી જ, પણ વીનાશનો ચોક્કસ છે…

આજકાલ બધું જ આપણે આપણા અનુસાર ઇચ્છતા હોઈએ છીએ, પ્રેમ, દયા, કરુણા, અહેસાસ, જીવન, સમય, દુઃખ, સુખ અને જે આપણા હાથમાં નથી જ અને આપણા મુજબ થવાનું પણ નથી એવું બધું જ… અને છતાંય એની ઘેલછામાં આપણે છે એ બધું ખોઈ રહ્યા છીએ. આપણી ઈચ્છા મુજબ ભવિષ્ય વિચાર માત્ર દ્વારા બદલી નાખવાની ઈચ્છા જ વાસ્તવમાં આપણી સૌથી મોટી મૂર્ખતા છે, જેનુ પ્રદર્શન સતત મળતી અશાંતિ પછી પણ આપણે કરતા જઇ રહ્યા છીએ. સમજાતુ નથી કે કેમ…? જે આપણા કે ઇવન ઈશ્વરના પણ બસમાં નથી, એ જ તો અંતિમ સત્ય સમાન સમયચક્ર છે. આ સમય ચક્ર ઈચ્છા નહિ કર્મના પ્રતાપે ચાલે છે. અને વર્તમાનના કર્મનું ફળ જ આવનારું ભવિષ્ય છે, ભવિષ્ય ન કોઈ નક્કી કરી શક્યું છે ન કોઈ કરી શકવાનું છે. કારણ કે ભવિષ્ય માત્ર અને માત્ર વર્તમાનના આપણા કર્મ દ્વારા નક્કી થાય છે વર્તમાનમા રહીને કર્મ કર્યા વગર કે વર્તમાનને જીવ્યા વગર ભવિષ્ય નિર્ધારિત કરવાના મૂર્ખ વિચારો દ્વારા તો જરાય નહિ. હવે આપણે મમ્મી, પપ્પા, પરિવાર, મિત્ર અને આપણા ચાહનાર લોકોને પણ આપણા મૂડ અને અનુકૂળતા પ્રમાણે સમય આપવા માંગીએ છીએ પણ શું એ શક્ય છે…? જો એ પણ એવું વિચારે તો…? જો એ પણ તમને મહત્વ ન આપીને સમયની અનુકૂળતા અને મૂડને મહત્વ આપે તો…? મમ્મી કામ કરતી હોય એટલે સંતાનો પ્રત્યે ધ્યાન ન આપે તો…? પપ્પાનો મૂડ ન હોય એટલે એ તમને સંતાન તરીકે સ્વીકારવાનું કે સંતાન તરીકે ટ્રીટ કરવાનું જ છોડી દે તો…? પ્રેયસી, પ્રેમી કે પત્ની અથવા પતિ જો તમને મૂડ અને સમયની અનુકૂળતા પ્રમાણે ટ્રીટ કરવા લાગે તો શું તમને પછી ત્યાં સબંધ જેવું કઈ લાગશે…? પણ આજકાલ આપણા માણસ જાતમાં પડી રહેલી ફાંટ અને દુરીયો આજ બધાનું ઉપજેલું રોગિષ્ટ વાતાવરણ છે. આપણે સબંધ અને લાગણીઓ કરતા આપણા કમ્ફર્ટ જોનને વધારે મહત્વનો બનાવી દીધો છે. એ હદે આપણે આપણી દુનિયા બદલી નાખી છે કે આજના યુગમાં બધું મળે છે પણ કોઈનો સમય આપણને નથી મળી રહ્યો. અટેંશન માટે આપણે સોશિયલ મીડિયામાં ફાંફા મારવા પડે છે, વાસ્તવિક સબંધ કરતા આભાસી સબંધનો માટે આપણે જીવવા લાગ્યા છીએ, અને સૌથી મોટું આપણે શુદ્ધ લાગણી અને પ્રેમ માટે એ હદે તરસી રહ્યા છીએ જાણે પ્રેમનો દુષ્કાળ પડી ગયો છે. આપણે જ્યાં ત્યાં મોઢા મારીએ છીએ કે ક્યાંક મને પ્રેમ મળે, પણ સામેય એવા જ લોકો ભટકતા રહે જેમને પોતાના કમ્ફર્ટજોનને છોડવો નથી. એવામાં જ્યારે ક્યાંક પ્રેમ મળી જાય ત્યારે આપણે સારાની ઘેલછામાં એને સમજવામાં ભૂલ કરીએ છીએ. એ ભૂલ જે આપણને સમજાયા પછી અફસોસ સિવાય કઈ હાથ નથી લાગતું.

આ જ બધા રોગનો આપણે અને સમાજ અત્યારે સામનો કરી રહ્યા છીએ. નોકરીથી કંટાળીને આવેલા પિતા બાળકને ઘોડો કરીને રમાડતા એ સમય હવે લગભગ નામશેષ થઇ ગયો છે, ભીનામાં સૂઈને સૂકામાં સુવડાવતી માં વાળી કહેવત હવે સાવ જ નામશેષ થઇ ગઈ છે (કારણ કે હવે બાળક મોટા કરવાની વ્યવસ્થાઓ શોધાઈ ચુકી છે.), દિવસ આખાનું કામ પતાવી થાકી કંટાળી છુપાઈને મળવા આવતી પ્રેમિકા હવે અસ્તિત્વ નથી ધરાવતી, લાગણીઓ હવે વર્તનમાં જ નથી રહી ગઈ, એ માત્ર અમુક સમય પસાર કરવા માટે મૂડ અને સમયની અનુકૂળતા મુજબ વિતાવવાની પ્રક્રિયા બનતી જઇ રહી છે, ગુરુઓ હવે ભગવાન જેવા નથી રહી ગયા, ભાઈ હવે ભાઈ જેવા નથી રહી ગયા, આખા સમાજને એક કરવા નીકળેલા અમુક ચુતીયા લોકો પોતાના ઘરે સગા ભાઈ અને જન્મ દેનારા માતા-પિતા ભેળા નથી રહી શકતા તો એનાથી વધારે વિકૃતિ માણસમાં બીજી શું હોઈ શકે. અને વિચાર તો કરી જુઓ કે જે લોકો પોતાના લોઈના ના થઇ શક્યા હોય એ વળી દેશ, સમાજ કે જાતી-ધર્મના શું તંબુરો થવાના…? પણ જો અહીંના જે સંબંધમાં વાસ્તવિક પ્રેમ છે ત્યાં આજે પણ બોન્ડિંગ છે. પ્રેમ સાવ તો મરી નથી જ પરવાર્યો, પણ હા એ હવે વિકૃત માનસિકતાના રોગનો ભોગ જરૂર થઇ રહ્યો છે.

જ્યારે પ્રેમના અહેસાસ માત્ર સાથે જ મૂડ અને પૂર્વગ્રહોના આધાર બદલાઇ જાય ત્યારે વાસ્તવમાં એ લાગણીઓ પ્રેમની બહુ નજીક હોય છે. પણ જો સમય અને મૂડ પ્રમાણે તમારો પ્રેમ બદલાઈ રહ્યો હોય તો નક્કર તમે માત્ર એક સમય પસાર કરવા માટે કોઈકને આશરો બનાવી રહ્યા છો. તમે પોતાની જાત સાથે જ રમી રહ્યા છો કે ના હું પ્રેમ કરું છું. પ્રેમ પોતે જ લાગણીઓનું એવું ઘોડાપુર છે જ્યાં બધા જ મૂડ સ્વિંગ, દુઃખ દર્દ અને વેદનાના અહેસાસ, સમયની સીમા, સમાજના બંધન અને મનના પૂર્વગ્રહો આપોઆપ પ્રેમના અહેસાસ સામે ટકી નથી શકતા. પ્રેમનો અહેસાસ માત્ર તમારા અંદર નવી ચેતના ઉભી કરે છે, નવી શક્તિનો સંચાર કરે છે, નવા અસ્તિત્વનો અનુભવ કરાવે છે, એક મડદામાં પણ પ્રાણ ફૂંકવાની ક્ષમતા વાસ્તવિક પ્રેમમાં છે જો એ અનંત, આંતરિક અને સહજ હોય. તો પછી એ પ્રેમ આજના યુગમાં માત્ર મુડનો આધાર બનીને કેમ રહી શકે…?

જો તમારા પ્રિય વ્યક્તિ માટે તમારે સમય કાઢવો પડે છે તો એ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. વાસ્તવમાં પ્રેમ એ આપોઆપ પોતાના માટે સમય બનાવી લે છે. પ્રેમમાં હોઈ અને આપણી પ્રિય વ્યક્તિ આપણને કંઈક કહે તો આપણો મૂડ આપોઆપ એને અનુરૂપ થઈ જાય, સમય આપોઆપ એના સાનુકૂળ થવા પ્રયત્ન કરે અને મનમાં રહેલા પૂર્વગ્રહો આપોઆપ જ ક્ષમી જાય. કારણ કે પ્રેમ એ જ અનંત ઉર્જા અને શક્તિનો સ્ત્રોત છે એની સામે કોઈ પ્રવાહ ટકી શકતો નથી. પ્રેમ એ અધ્યાત્મિકતાની સીડી છે, ઈશ્વરની વ્યાખ્યા અને સંભાવનાઓ પૂર્ણ પણે પ્રેમના અહેસાસમાં ખોવાઈને જ તમે પામી શકો છો. જ્યાં સુધી તમે પ્રેમને સર્વસ્વ નથી બનાવી લેતા ત્યાં સુધી તમે પ્રેમને ન તો સમજી શકો છો ન અનુભવી શકો છો કે ન માણી શકો છો. જો પ્રેમ પણ તમને જીવંત નથી બનાવી શકતો તો તમે હવે જીવવાના લાયક નથી રહ્યા, કારણ કે મડદા અને તમારામાં જાજો કોઈ ભેદ હવે રહી નથી ગયો. તમે માણસ નહિ રોબોટ બની ગયા છો, જે જીવે છે, કામ કરે છે, પ્રોગ્રામિંગ મુજબ વર્તે છે પણ એ લાગણીઓ નહીં માત્ર શબ્દો જ સમજે છે. એને આઈ લવ યુ કહો તો જ એને ખબર પડે છે કે હા ક્યાંક પ્રેમ છે, એનું અસ્તિત્વ શબ્દ આધારિત સમજાય છે. પણ આંખો કે લાગણીઓ એને સમજમાં નથી આવતી.

પ્રેમ એ સ્વતંત્ર અસ્તિત્વ છે, અનંત સત્ય છે. એને તમે વ્યાખ્યા કે સંભાવનાઓમાં બાંધી ન શકો. એને તમે મૂડ કે સમયની અનુકૂળતામાં અનુભવી ન શકો, એને તમે પૂર્વગ્રહો કે કાલ માટેની પ્લાનીંગમાં મૂકીને તોલી ન શકો. કારણ કે પ્રેમ એ પવન છે, પ્રેમ એ અહેસાસ છે, પ્રેમ એ છૂટી જતા શ્વાસ જેવો છે, જે છે ત્યાં સુધી જ છે એના પછી નથી. પ્રેમ ક્ષણિક પણ છે અને અનંત પણ છે. કારણ કે પ્રેમ એ માત્ર પ્રેમ છે, એ જીવાઈ જાય છે, જીવવો નથી પડતો. એ સમયમાં યાદ રહી જાય છે બંધાતો જરાય નથી. એ સચવાઈ જાય છે ખર્ચાઈ જરાય નથી જતો… કારણ કે પ્રેમ એ આંતરિક આવેગ છે એને કરવો નથી પડતો, એ આપોઆપ અંદરથી છલકાય છે જો વાસ્તવમાં એ તમારા અંદર અસ્તિત્વ બનાવી ચુકયો હોય. બાકી તો ઝોમ્બી જેવું જીવન જીવવામાં આજે જે રીતે સંખ્યા વધતી જઈ રહી છે તમે જલ્દી જ એમાંના એક થઈ જવાના છો.

સોશિયલ મીડિયા પર તમે એ દેખાડો છો જે વાસ્તવમાં તમે નથી. અને જે વાસ્તવિકતા નથી બની શકતી એવા જીવનની કલ્પના તમને તડપાવતી, બાળતી રહે છે. પણ વાસ્તવિક તમે બની નથી શકતા, અને જે છો એ ત્યાં દેખાવાની તમને તમારું મૂડ સ્વીકૃતિ નથી આપતું. કદાચ આ બધામાં તમે જીવાઈ નથી જતા, પણ ખર્ચાઈ જરૂર જાઓ છો. જીવાઈ જવું ને ખર્ચાઈ જવું બહુ સમાન છે, પણ એના આંતરિક પરિબળો ખૂબ જ જુદા છે. પ્રેમમાં વ્યક્તિ જીવાય છે અને વહેમમાં વ્યક્તિ ખર્ચાય છે. આપણે પણ સમય સાથે જીવાતા ઓછા અને ખર્ચાતા વધુ જઈ રહ્યા છીએ…

સો વધૂ લખાવાનું હવે મન નથી, હું લેખક નથી. પણ એટલી આશા જરૂર રાખીશ કે ખર્ચાઈ જવાને બદલે જીવાઈ જાજો… કારણ કે ખર્ચાયેલું ધન યાદ નથી રાખવામાં આવતું, દાનમાં (અન્ય માટે જીવાઈ ગયેલું) ધન હંમેશા યાદોમાં પણ જીવી જાય છે. તો લેટ્સ બી લિવ.. નોટ સરવાઈવ… 😍😍

– સુલતાન સિંહ