વસંતના કે પાનખરના

વસંતના કે પાનખરના વારનો નિખાર છે.
સમય મુજબ કરેલા ફેરફારનો નિખાર છે.

મળી’તી ચાર આંખો એ બનાવ ખાસ થઈ ગયો,
અરીસાના ગજાની આરપારનો નિખાર છે.

આ ટેરવાંય હાલચાલ પૂછવાને સળવળ્યા,
ઢળેલી પાંપણોમાં એ સ્વીકારનો નિખાર છે.

વધારે કૈં જ છે નહીં આ તાજગીના મૂળમાં,
સુગંધી વાયરાની સારવારનો નિખાર છે.

જવાનું ક્યાંય હોય નહિ ને સ્થિર પણ થવાય નહિ,
આ બેકરારી સાથેના કરારનો નિખાર છે.

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.