પલકે બાંધ્યા
મોતી ના તોરણ ત્યાં
વરસ્યા મેહ.
છબી એકજ
સતત નજર માં
ધુંધળી યાદો.
ગુલાબ કાંટા
સાયુજય સાથ નુ
રસ્તો વિકટ.
તન મન માં
ઉત્સાહ ભળ્યો નવો
ગરબા ગાવા.
સખી સંગાથ
વાતે વાટયુ ખુટી
વાતો અધુરી.
પારખા પ્રીત
ઝેર પારખા જાણે
અંત કરુણ.
જીંદગી એક
પાત્ર નોખા ભજવુ
સફળ ખરી?
ચાહત ચાહ
ચડાવે ચાનક કૈ
ચરમસીમા.
આવ્યા નોરતા
રમે ખૈલયા રાત
ઉપાસના જ?
ભવ ભ્રમણ
લખ ચોરાશી ફરી
મોક્ષ આશે જ?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’