શક્યતા અજવાસની રાખી તો જો

શક્યતા અજવાસની રાખી તો જો.
બંધ મુઠ્ઠી ક્યાંક તું ખોલી તો જો.

એ જ આગળ લઈ જશે, રોક્યા પછી,
એક એવી રેખા બસ દોરી તો જો.

મન, પછી તો સાવ સીધું ચાલશે,
એને. . થોડું મન મુજબ વાળી તો જો.

ગુલમહોરી તેજ તારું નીખરે,
મોહ છાંયાનો જરી છોડી તો જો.

ધારણાં વિસ્તારની, કરજે પછી,
મૂળ પહેલાં ભીતરે ગાળી તો જો.

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.