મારી દીકરી નીલિમા…
બાળપણથી નાજુક નમણી.
નાની વાતોમાં ખુશ થતી
તાલી પાડી ઘર ગજાવતી.
નાનકડાં હાથે ખોટી બનાવી કોફી,
આગ્રહ કરી પીવડાવતી.
સદાય કહ્યું અમારું માનતી,
તો કદીક તોફાને ચડી ઘાર્યું કરાવતી.
મારી દીકરી પાપાની લાડકી…
ચિત્રો દોરી ગીફ્ટ આપતી
દુનિયાભરનું વહાલ ભરતી.
રામાયણની વાર્તા કહેતી
રામને કિંગ,રાવણને બનાવી ગુંડો,
હસતી સહુને હસાવતી.
આજ મારી દીકરીનું નવું સ્વરૂપ….
મારી સખી, મારું અભિમાન.
સલાહ આપતી ચિંતા કરતી.
લાગણી છલકાવતી.
મારી દીકરી જુગજુગ જીવે.
~ રેખા પટેલ ‘વિનોદિની’