શું હતું ? ને શું થશે ?

શું હતું ? ને શું થશે ? છે, અંદર પ્રશ્નો !
મન માં ઘૂંટ્યા તો થઈ ગ્યા, મંતર પ્રશ્નો !

કોઈના વરસી જવાથી ઊગશે ઉત્તર,
આશ રાખીને ઊભા છે બંજર પ્રશ્નો !

રાખે છે સાપેક્ષ થઈ સંબંધોમાં પણ,
ક્યાંક ઓછું, ક્યાંક ઝાઝું અંતર પ્રશ્નો !

ઘાટ ઘડવા રીત નોખી અજમાવે છે,
તીર, ભાલો, ટાંકણી ને ખંજર પ્રશ્નો !

જ્યાં જવાબો જિંદગીને અજવાળું દે,
લાગવાના ત્યાં સહજ ને સુંદર પ્રશ્નો !

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.