એક માણસ જાત, અને કેટલા બધા નામ
નામ પ્રમાણે તેના અલગ અલગ કામ 
કોઈ સ્ત્રી કહે વળી કહે બહેન
કહે કોઈ મા, ભાભી કે મેરી જાન” 
વ્હાલી લાગે નાર, જેવી જેની જરૂરીયાત.
આપણું માણસ ઘરમાં ગમે, પારકું ગમે બજાર
કોઈ ઘરરખ્ખું કહે, કોઈ રખડું બની ચર્ચાય, 
પોતાનાને ઢાંક પીછોડો, પારકા બદનામ. 
એ જો રહે અંકુશમાં તો ભાઈ વાહ, 
છટકે તેની કમાન તો ભરાવે નકરી આહ.
ભૂખમાં યાદ આવે મા, દુવામાં બહેન દેખાય 
કરવા આનંદ પ્રમોદ વ્હાલી લાગે પ્રેયસી. 
બાકી રહી અધુરપ તે ભરતી ઘરની સ્ત્રી
જીવંત રાખવા આ નામ જગતનું 
“મા” બની ફરી માણસ જણતી એ જાત. 
એક માણસ જાત, અને કેટલા બધા કામ….
~ રેખા પટેલ ‘વિનોદિની’





Leave a Reply