હું ના માગું વઘારે, ના કઈ માગું હજારે 
વેચું મફતના ભાવે હું “સબરસ”બજારે
ચાખી ના થુંકો તમે આમ રસ્તા વચાળે 
રહ્યો ખારો ભલે તે સ્વાદ રસોડે વધારે
ઉઠાવો ચપટીક આ બહુ સસ્તુ મળે 
ઉમેરો થોડુ તો જીવન મીઠાશે તરાશે
ક્યાંક ટપકે ખારાશ કોઈ પાંપણની ઘારે 
તોય નવા દિવસોમાં એજ શુકન કરાવે
લ્યો વેચું હું સબરસ અહી થોડા ઉજાશે 
નવા દિવસે અને ઉગતા થોડા પ્રકાશે
~ રેખા પટેલ ‘વિનોદિની’





Leave a Reply