આ વર્ષોના સ્મરણ હું એક ટુકડા કાગળૉમાં કેમ ઉતારૂં?
ભવો ભવની અમારી પ્રીત શબ્દોથી ક્ષણૉમાં કેમ ઉતાંરૂં? 
અહીંયાં આંખમાં સપના સોંસરવા દોડતા રહે રાત આખી ને 
નયન જેવાં ખુલે સઘળા એ સપનાં પાપણૉમા કેમ ઉતારૂં? 
અરીસાની લગોલગ દીસતી રહેતી હતી મીઠી મૂરત મારી
તમારી દૂરતામા વ્હાલની ક્ષણને નશોમાં કેમ ઉતારૂં? 
અહીયા હાથના કંગન અને કાજળ નયનનુ લાગશે ફીકું 
વિના સાજન હું મ્હેંદીને હથેળીની સળૉમાં કેમ ઉતારૂં? 
ભરાયું યાદથી હૈયું અને બાકી વધ્યું આંખે ભરાયું છે 
અહીયા છુંદણાનાં મોરનાં ટહુકા ઘરોમાં કેમ ઉતાંરૂં? 
દિવસ-ભર કામ કરતાં યાદનાં પંંખીને પકડી કેમ રાખું હું? 
પડી જ્યાં સાંજ ને, ટૉળા ઉમટયાં આંકડૉમા કેમ ઉતાંરૂં
~ રેખા પટેલ ‘વિનોદિની’





Leave a Reply