Gazal Gujarati

તેજમાં પણ જે નથી…

તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,
કેમ સમ જાવું તને કે એ સમજની બ્હાર છે.

ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા!
તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે.

સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,
ફાટશે જ્વાળામુખી થઈ, એ શમનની બ્હાર છે.

ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય?
છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે.

પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,
કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે.

– અનિલ ચાવડા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.