Siddiq-Bharuchi-poetry-gazals-gujarati litrature
Gazal Gujarati

પંખીઓ, આસમાન માંગે છે

પંખીઓ, આસમાન માંગે છે,
સાવ નિર્ભય ઉડાન માંગે છે.

સૌનો માલિક, જે આસિફા નામે,
સર્વ ધર્મોનું ધ્યાન માંગે છે.

દોસ્ત, અપમાન ઝૂલ્મ વેઠીને,
એ દરજ્જો સમાન માંગે છે.

સીમ વેચીને નોકરી કરવા,
પથ બદલવા કિસાન માંગે છે.

લોક શોધી રહ્યા છે શ્રધ્ધાને,
વાતે વાતે જબાન માંગે છે.

ભાઇઓ ચાર, એક મિલ્કતમાં,
“મા”વગરનું મકાન માંગે છે.

જે પગથિયું નથી ચડ્યો બાળક,
એક શાળા છે દાન માંગે છે.

~ સિદ્દીક ભરૂચી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.