Siddiq-Bharuchi-poetry-gazals-gujarati litrature
Gazal Gujarati

હા, નવી મોસમના

હા, નવી મોસમના પણ સમણા જુઓ,
આવતી પેઢીના દિવાના જુઓ.

કેમ ત્યાં પ્યાસી ઊભી છે, એક તરસ!
આંગણે આવી છે ખુદ ગંગા જુઓ.

હું હવે કઇ કઇ ફિલમમાં આવું છું,
ટીવીની ચેનલ ને સૌ છાપા જુઓ.

દેશમાં જન્મી વિદેશી થઈ ગયા ?
મારા પુત્રોના નવા વાઘા જુઓ.

આપણે ઊભા છીએ ક્યાં? શોધવા,
કોઈ ‘ દિ કુર્આન ને ગીતા જુઓ.

આજ ટયુશન ક્લાસથી શીખવા મળ્યું,
સૌ સલામત હોય તે જગ્યા જુઓ.

~ સિદ્દીક ભરૂચી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.