Siddiq-Bharuchi-poetry-gazals-gujarati litrature
Gazal Gujarati

હ્રદયથી હ્રદયનુ જુદા થઈ જવું

હ્રદયથી હ્રદયનુ જુદા થઈ જવું,
મહોબ્બત કરી, બેવફા થઈ જવું.

ખુદાએ વિરાસતમા આપી દીધુ,
નિતરતા રૂદનની દયા થઈ જવું.

વિચારીને ડગ માંડ, કે રાહમા,
હવે લોક સમજ્યા ખુદા થઈ જવું.

નથી શીખ્યા ક્યારે કોઈ સ્મિતપર,
કરી બંધ આખો ફના થઈ જવું.

અમલમાં નથી ચાન્દ, તારા અગર,
તો બેકાર છે આઈના થઈ જવું.

ફકત એક ઈચ્છા છે, સેવા કરી,
ખુદાને સ્મરી અલ્વિદા થઈ જવું.

~ સિદ્દીક ભરૂચી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.