હિટલર અને મેજર ધ્યાનચંદ

15મી ઓગષ્ટે અક્ષયકુમારની “ગોલ્ડ” ફિલ્મ રિલીઝ થઇ હતી. જે મેં તેજ દિવસે દિવસે જોઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર એ ભારતીય હોકી ટીમનો મેનેજર છે. જે પાછળથી સ્વતંત્ર ભારતને હોકીમાં ગોલ્ડ જીતાડવામાં મદદ કરે છે. આ ફીલની શરૂઆત જેનાથી થઇ છે એની વાત કરવી છે મારે…

વાત 1936ની છે. એ ઓલિમ્પિક બર્લિનમાં યોજાઈ હતી. ભારત એટલે કે બ્રિટિશ ઇન્ડિયા જર્મનીમાં જ બર્લિનમાં જર્મની સામે હોકીની ફાઇનલમાં આવ્યું હતું. જે જોવા જર્મનીના તાનાશાહ હિટલર પણ આવ્યાં હતાં. આ મેચમાં અક્ષયકુમાર ભારતના સુકાની સમ્રાટને ભારતનો ઝંડો બતાવી કહે છે કે આની લાજ રાખજો. મેચમાં વરસાદ પડ્યો અને અક્ષય કુમારના કહેવાથી બુટ કાઢીને સમ્રાટે ઉપરા છાપરી ગોલ કરી. જર્મનીને 8-1 થી હરાવ્યું. આ વાત ફિલ્મમાં આબેહૂબ વાણી લેવાઈ છે. આમ જે કેપિટન સમ્રાટ એટલે કે કૃણાલ કપૂરને ગોળ કરતો બતાવાયો છે. એ એનું સાચ્ચું નામ નથી, એ મહાન જાદુગર ખેલાડીનું નામ હતું – મેજર ધ્યાંનચંદ.

👉 એ આખો પ્રસંગ શું હતો તે તમને જણાવું.
એ આખો પ્રસંગ ખુબ જ રસપ્રદ છે. જે હું આજે તમારી સમક્ષ મુકું છું. તો લો મિત્રો આ રહ્યો એ પ્રસંગ આજે તમને 1936 બર્લિન ઓલમ્પિકનો એ પ્રખ્યાત પ્રસંગ રજુ કરું છું. જેના કારણે ધ્યાનચંદનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયુ છે. હિટલરને ધ્યાનચંદની રમત જોઇ તેને કર્નલ બનાવવાની ઓફર કરી હતી. જો કે ધ્યાનચંદનો જવાબ સાંભળી હિટલર પણ પાછો પડ્યો હતો.

ફાઇનલ પહેલા ભારતીય ટીમે ખાધી કસમ – 1936ની ઓલિમ્પિક ટૂર્નામેન્ટ જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરના શહેર બર્લિનમાં યોજાઇ હતી. ભારત ફાઇનલમાં જર્મની સામે ટકરાવવાનું હતુ. આ મેચ જોવા માટે તાનાશાહ એડોલ્ફ હિટલર પણ આવવાનો હતો. જેને કારણે ભારતીય ટીમ ગભરાયેલી હતી. ડ્રેસિંગ રૂમમાં ગભરાયેલી ટીમ સામે ટીમના મેનેજર પંકજ ગુપ્તાએ ગુલામ ભારતમાં આઝાદીનો સંઘર્ષ કરતા તિરંગાને પોતાની બેગમાંથી કાઢ્યો અને ધ્યાનચંદ સહિત દરેક ખેલાડીને તે સમયે તિરંગાની કસમ ખવડાવી કે હિટલરની હાજરીમાં ગભરાવવાનું નથી. ભારતીય હોકી ટીમે તિરંગાને લહેરાવ્યો અને જર્મનીની ટીમ વિરૂદ્ધ મેદાનમાં ઉતરી. હિટલર તે સમયે મેદાનમાં હાજર હતો.

પ્રથમ હાફમાં જ હિટલરે મેદાન છોડ્યુ. ફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો જર્મની સામે હતો. હાફ ટાઇમ સુધી ભારતે જર્મની સામે 2 ગોલ ફટકારી દીધા હતા. મેચના એક દિવસ પહેલા જર્મનીમાં જોરદાર વરસાદ થયો હતો, જેના કારણે મેદાન ભીનું હતું. ભારતની ટીમ પાસે સ્પાઇકવાળા બૂટ ન હતા અને સપાટ તાળવાવાળા રબરના બૂટ સતત લપસી જતા હતા. ભારતીય કેપ્ટને આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો અને હાફ ટાઇમ પછી બૂટ વગર ખુલ્લા પગે રમવા ઉતર્યા હતા. ધ્યાનચંદે ઇતિહાસ રચી દીધો…

જર્મનીનો પરાજય જોઈ હિટલર મેદાનમાંથી ચાલ્યો ગયો હતો. બીજી તરફ ખુલ્લા પગે રમી રહેલા ધ્યાનચંદે ગોલનો વરસાદ શરૂ કર્યો હતો. આ મેચમાં ભારતે 8-1થી જર્મની સામે વિજય મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હિટલર ભારતને મેદાનમાં મેડલ આપવા પણ આવ્યો ન હતો.

👉 હિટલરના આમંત્રણથી ઉંઘી ન શક્યો ધ્યાનચંદ

ફાઇનલના આગળના દિવસે એલાન થયુ કે વિજેતા ભારતીય ટીમને હિટલર મેડલ પહેરાવશે. આ સમાચાર સાંભળીને ધ્યાનચંદ ઉંઘી શક્યો નહતો. હિટલર આવ્યો અને તેને ધ્યાનચંદની પીઠ થપથપાવી ત્યાર બાદ હિટલરની નજર ધ્યાનચંદના અંગુઠા પાસે ફાટેલા જૂતા પાસે ગઇ. ધ્યાનચંદ સાથે તેને સવાલ જવાબ શરૂ કર્યા. જ્યારે હિટલરને માલુમ પડ્યુ કે ધ્યાનચંદ બ્રિટિશ ઇન્ડિયન આર્મીની પંજાબ રેજિમેન્ટમાં લાન્સ નાયક જેવા નાના પદ પર છે. પણ ધ્યાનચંદનો આ જવાબ સાંભળી હિટલર પણ પાછો પડ્યો, હિટલરે ધ્યાનચંદને ઓફર કરી કે જર્મનીમાં રોકાઇ જાઓ સેનામાં કર્નલ બનાવી દઇશ. ધ્યાનચંદ અચાનક મળેલા પ્રસ્તાવને કારણે હતપ્રભ થયો, પણ તેને પોતાની ભાવનાને ચહેરા પર આવવા દીધી ન હતી. તેને વિનમ્રતાથી જણાવ્યુ, “મને પંજાબ રેજિમેન્ટ પર ગર્વ છે, અને ભારત જ મારો દેશ છે.”

👉 અને છેલ્લે
ભારતના સ્ટાર હોકી પ્લેયર રહેલા મેજર ધ્યાનચંદના જન્મ દિવસને ભારત સરકાર સ્પોર્ટ્સ ડેના રૂપમાં મનાવે છે. ધ્યાનચંદ ભારતના ઇતિહાસનો એવો હિરો છે. જેને એડોલ્ફ હિટલર જેવો ક્રુર તાનાશાહ પણ સલામ કરતો હતો.

સંકલન – જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.