શ્રીદેવી – એક અવિસ્મરણીય અભિનેત્રી

ઈંગ્લીશ-વિંગલીશ, ચાલી પ્રભુને દેશ

એક જમાનો હતો જ્યારે લોકો શ્રીદેવીને માધુરી કરતાં વધારે મહાન અભિનેત્રી માનતાં હતાં અને તેના જ ચાહકો વધારે હતાં. એની અદાકારી બેનમૂન હતી આમતો એમ કહી શકાય કે છે જ કારણકે અદાકાર ક્યારેય મરતો નથી જ પણ વ્યક્તિ મારે છે. ‘શ્રીદેવી આજે આપણી વચ્ચે હયાત નથી. માત્ર ૫૫ વર્ષની વયે દુબઈમાં એમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. શ્રીદેવીએ પ્રખ્યાત નિર્માતા બોની કપૂર અનીલ કપૂર અને સંજય કપૂરના ભાઈ સાથે લગ્ન કર્યા હતા. અર્જુન કપૂરની એ સાવકી માં થાય. શ્રીદેવીને એક દીકરી પણ છે, જે બોલીવુડમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.

સદમામાં કમલ હાસન જેવા સિદ્ધહસ્ત કલાકાર સાથે બેન્મોન અભિનય કરનાર આ અભિનેત્રી ભારતના ઘણા લોકોને સદમામાં પહોંચાડી ગઈ છે. એક જમાનો હતો જયારે જીતેન્દ્ર-શ્રીદેવીની જોડી હિટ ગણાતી હતી. પછી શ્રીદેવીએ અનીલકપૂર સાથે એક પછી એક ઉત્તમ ફિલ્મો આપી, જેમાં ચાંદની લમ્હે અને મિસ્ટર ઇન્ડિયા સુપરડુપર હીટ હતી.

શ્રીદેવીનો જન્મ તામીલનાડુના શિવકાશી ૧૩ ઓગષ્ટ ૧૯૬૩માં થયો હતો એનાં પિતા જ્યાં તામિલ હતા અને માં તેલુગુ હતી. પિતાનું નામ અયપ્પાન અને માનું રાજેવારી છે. એના પિતા વકીલ છે. શ્રીદેવીને એક બહેન અને બે સોતેલા ભાઈઓ છે.

બોની કપૂર સાથે લગ્ન કર્યા બાદ એને ૨ દીકરીઓ થઇ ‘જાહ્નવી અને ખુશી’. દુબઈમાં જયારે એનું અવસાન થયું ત્યારે ખુશી એની સાથે જ હતી. જાહ્નવી શુટીંગમાં વ્યસ્ત હતી એટલે એ એની માં સાથે નહોતી.

શ્રીદેવીએ ૧૯૭૮માં ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું. ૧૬ ફિલ્મો તમિલ-તેલુગુમાં કરી હતી એણે એની ૧૭મી ફિલ્મ સોલવા સાવન જે હિન્દીમાં હતી. એનાથી એણે બોલીવૂડમાં આગમન કર્યું, ત્યાર બાદ એને લગભગ ૯૫ ફિલ્મ તામિલ-તેલુગુમાં કરાયા પછી સદમા એની હિન્દીમાં બીજી અને કુલ ૯૭મી ફિલ્લમ હતી. આ ફિલ્મ માટે એને રાષ્ટ્રીય પુરસ્કાર પાયો હતો કદાચ હોં મને પુરેપુરી ખાતરી નથી જ. આ ફિલ્મ ૧૯૮૩ માં બનેલી હતી. આમ તો હિમ્મતવાલા પહેલી બની હતી આનાથી એની જોડી જીતેન્દ્ર સાથે જામી ગઈ.

આ જ સાલમાં જસ્ટીસ ચૌધરી જે પહેલાં તેલુગુમાં બની હતી એના હિન્દી રિમેકમાં એજ નામની ફિલ્મમાં જીતેન્દ્ર સાથે કામ કર્યું અને એનું નામ બોલીવૂડમાં ગુંજતું -ગાજતું થયું. પછી મવાલી પણ બની. રાજેશ ખન્ના સાથે કલાકારમાં તો ઇન્કિલાબમાં અમિતાભ સાથે એ ઇસવીસન ૧૯૮૪માં. આજ વર્ષમાં એણે જીતેન્દ્ર સાથે તોફ્ફા પણ કરી !!!પણ તે દરમિયાન તેને તામિલ-તેલુગુમાં કામ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. રાજેશ ખન્ના – અમિતાભ- જીતેન્દ્ર સાથે એને એક પછી એક ફિલ્મો કરવા માંડી, એમાં ખરી રસ્તામાં અમિતાભ સાથે એનો અભિનય ખુબ જ વખાણાયો રાજેશ ખન્નાને પણ ટક્કર આપી હતી શ્રીદેવીએ બરોબરની. પણ એની સાથેની ફિલ્મો બહુ હિટ ના ગઈ જેટલી જીતેન્દ્ર-અમિતાભ સાથે ગઈ હતી.
જન્બાજમાં એ ફિરોઝખાન સાથે આવી એ ફિલ્મમાં અનીલ કપૂર પણ હતો પણ એની હિરોઈન ડીમ્પલ કાપડિયા હતી. ૧૯૮૬મ કર્મામાં એને દિલીપકુમાર-નાસીરુદ્દીન શાહ – જેકી શ્રોફ અને અનીલ કપોર સાથે કામ કરવાનો મોકો મળ્યો. એ ફિલ્મમાં એ સૌ પ્રથમવાર અનીલ કપૂર સાથે ચમકી, એની ૧૪૦મી ફિલ્મ મિ. ઇન્ડિયામાં અનીલ કપૂર સાથે કામ કર્યા બાદ લોકોનું ધ્યાન આજોડી તરફ આકર્ષાયું. આ ફિલ્મે બંનેની કારકિર્દીમાં ચાર ચંદ લગાવી દીધા, આ ફિલ્મ બની હતી ૧૯૮૭ માં.

ઇસવીસન ૧૯૮૯માં બનેલી ચાલબાઝમાં એને ચાર્લી ચેપ્લિનની આબેહુબ નકલ કરી હતી. આ ફિલ્મમાં રજનીકાંત- સની દેઓલ હતાં. ૧૯૯૩માં ચંદ્રમુખીમાં એ સલમાન ખાન સાથે પણ આવી. ત્યારબાદ ૧૯૯૬માં આર્મીમાં શાહરૂખખાન સાથે પણ !!!

ઘણી ફિલ્મો કર્યા બાદ ૨૦૦૪ પછી એ છેક ૨૦૧૨માં ઈંગ્લીશવિન્ગ્લીશમાં. ૨૦૧૫માં શ્રીદેવીએ વિલનનું પાત્ર “પુલી” દક્ષીણ ભારતીય ફિલ્મમાં ભજવ્યું હતું. ઇસવીસન ૨૦૧૭માં બનેલી મોમ એ એની છ્હેલી હિન્દી ફિલ્મ હતી.

એણે લગબગ ૧૫૦ ઉપર ફિલ્મોમાં કામ કર્યું હતું અને પોતાની એ આગવી ભાત છોડી હતી. આજે પણ શ્રીદેવી વિષે વખાણ જ કરાય એવો એનો અભિનય હતો. એ કયારેય ભુલાશે નહીંન અને ભૂલી શકાશે જ નહીં. સફળતા -નિષ્ફળતા એ તો આકલન છે, રહે છે તો માત્ર આદકારી અને એમાં પણ શ્રીદેવી જેવી ઉમદા અદાકારણી ક્યારેય ભુલાશે નહીં જ.

આજે સદમા કે ઈંગ્લીશ-વિંગલીશ ખાસ જોજો બધાં, પ્રભુ એનાં આત્માને શાંતિ અર્પે એ જ પ્રભુ-પાર્થના…

સંકલન – જનમેજય અધ્વર્યુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.