Lamborghini : દરેક કાર ચાલકની ડ્રિમ ડ્રાઇવ પાર્ટનર

मंजिले उन्ही को मिलती है
जिनके सपनो में जान होती है
पंखो से कुछ नही होता
हौंसलो से उड़ान होती है

આજે હું તમને વાત કરવાનો છું લેમ્બોરઘીની વિશેની. દરેક કાર પ્રેમીનું સપનું હોય કે એના ગેરેજમાં એક લેમ્બોરઘીની હોઈ. તો ચલો જણાવું આ લેમ્બોરઘીનીના ઇતિહાસ વિશે.

લેમ્બોરઘીનીની શરૂઆત 1963માં Feruccio_Lamborghiniએ કરી હતી. પણ, આ વાર્તાનો ઇન્ટરેસ્ટિંગ પોઇન્ટ એ છે કે આ કંપનીનું નિર્માણ જ ફેરારી કંપનીના માલિક સાથે બદલો લેવા માટે થયું.

1916માં ઇટાલીના એક શહેરમાં Mr. લેમ્બોરઘીનીનો જન્મ થયો હતો. નાનપણથી જ એમને એંજિન્સ, મિકેનિકલ પાર્ટ્સ અને કાર્સમાં ખુબ ઈન્ટરેસ્ત હતો અને આ શોખ પૂરો કરવા માટે તેમણે આ ક્ષેત્રમાં ભણતર શરૂ કર્યું અને ભણતર પૂરું થયા પછી એમને બીજા વિશ્વયુદ્ધ વખતે “ઇટાલિયન રોયલ એરફોર્સ”માં મિકેનિક તરીકે જોબ મળી. પછી આ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ એમને પોતાનું નાનકડું ગેરેજ શરૂ કર્યું અને ગાડીઓના એંજિન્સ રીપેર કરવા લાગ્યા. એ સમયમાં એમણે પોતાની “ફિયાટ ટોપલીનો” ગાડી પણ ખરીદી લીધી હતી. નવરાશના સમયમાં એ ગાડીને મોડીફાઇ કરતા હતા અને એ મોડિફિકેશન કરતી વખતે જ એમના મગજમાં એક જબરદસ્ત વિચાર આવ્યો, અને એમણે સેનાના એન્જિન ખરીદીને ટ્રેક્ટર્સ બનાવવાનું ચાલુ કર્યું.

લેમ્બોરઘીનીનો આ આઇડીયા બહુ જ જલ્દી કામ કરી ગયો, કારણ કે વિશ્વયુદ્ધ પછી પોતાના દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે ત્યાંના લોકોએ ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. ટ્રેક્ટર્સની હાઈડીમાન્ડના પગલે એમણે 1948માં ખોલેલી Lamborghini Tratory કંપની ઓછા સમયમાં ઇટાલીની ટોપ ટ્રેક્ટર કંપની બની ગયી.

હવે તમે વિચારતા હશો કે લેમ્બોરઘીની તો સૂપરકાર્સને સ્પોર્ટ્સ કાર્સ બનાવવા વાળી કંપની છે, અને અહીંયા તો ટ્રેક્ટરની વાત ચાલે છે. પણ સ્ટોરી હવે પછી ખુબ જ ઇન્ટરેસ્ટિંગ છે. હવે તમને જણાવું કે લેમ્બોરઘીની ટ્રેકટરમાંથી એક કાર નિર્માતા કંપની કેવી રીતે બની.

જો કે હવે Mr.લેમ્બોરઘીનીની કંપની એક સફળ ટ્રેક્ટર કંપની બની ગયી હતી, એટલે હવે તેમની પાસે પૈસાની કોઈ કમી ન હતી. એમને પોતાના શોખ પુરા કરવા એ જમાનાની મશહૂર કાર Ferari 250 ખરીદી. થોડા સમય ચલાવ્યા બાદ એમણે કારના કલ્ચમાં પ્રોબ્લેમ જણાઈ તો તેમણે બીજે ક્યાંય જણાવવાને બદલે સીધા જ ફેરારીના માલિક “એન્જો ફેરારી” પાસે ગયા.

એન્જો ફેરારીને Mr. લેમ્બોરઘીનીનું આ પગલું જરાય ના ગમ્યું, અને એમણે કહ્યું કે ‘તું ખાલી ટ્રેક્ટર ચલાવી શકે છે, ફેરારી હેન્ડલ કરવી તારું કામ નથી’. આ બેઈજ્જતી એ Mr. લેમ્બોરઘીનીને અંદરથી હચમચાવી નાખ્યા.

પછી લેમ્બોરઘીનીએ એક નાનકડા શહેર સેન્ટ અગાટામાં એક ઓટો ફેક્ટરી ખોલી અને એમાં એમણે ફેરારીના ત્રણ જુના કર્મચારીઓને નોકરીએ રાખ્યા. 1963માં એમણે આ કંપની Lamborghini AutoMobile નામથી રજીસ્ટર કરાવી.

લેમ્બોરઘીનીની પ્રથમ કાર ‘Lamborghini 350GT’ 1964માં લોન્ચ કરવામાં આવી. પણ લેમ્બોરઘીનીની કાર દુનિયાની નજરે ત્યારે આવી જ્યારે એમણે 1966માં ‘Lamborghini MIURA’ સ્પોર્ટકાર લોન્ચ કરી. જેને તેની હાઈ પર્ફોમન્સ અને અલગ ટેક્નોલોજી માટે ખુબ જ પસંદ કરવામાં આવી.

બસ ત્યાર પછી લેમ્બોરઘીનીએ પાછળ ફરીને ક્યારેય જોયું જ નથી. આજે લેમ્બોરઘીની ખરીદવી દરેક કારપ્રેમીનું સપનું હોય છે, અને તે તેની હાઇસ્પિડ, સ્ટાઇલ અને બ્રાન્ડનેમ માટે જાણીતી છે.

Research By ~ હાર્દિક લાંઘણોજા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.