Apple : આ કંપની કેટલી મોટી છે…?

એપલ આઈફોન આજે દુનિયાભરમાં મશહૂર છે અને એપલ પ્રોડક્ટ ખરીદવા લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. આજે હું તમને જણાવીશ એપલ ખરેખર કેટલી મોટી કંપની છે.

★ ઇતિહાસ

1971માં જયારે સ્ટીવ વોઝનીયક કોલેજમાં હતા ત્યારે સ્ટીવ જોબ્સ હાઇસ્કુલમાં ભણતા હતા. ત્યારે સ્ટીવ જોબ્સના મિત્રએ તેમને વોઝનીયક સાથે મળાવ્યા, કોઇએ વિચાર્યું પણ નહીં હોય કે આ બેય દુનિયાનો ઇતિહાસ જ બદલી નાખશે.

વોઝનીયાકને કોમ્પ્યુટરમાં બહુ જ ઈન્ટરેસ્ટ હતો. તેમને સૌથી પહેલા તેમનું પર્સનલ કોમ્પ્યુટર બનાવ્યું હતું. જેમાં કીબોર્ડ હતું અને ટી.વી. સાથે કનેક્ટ કરી શકાતું. ત્યારે સ્ટીવ જોબ્સે તેમને આ કોમ્પ્યુટર બનાવીને વેચવાની સલાહ આપી. આ રીતે 1976માં એપલની સ્થાપના થયી. એના પછી વોઝનીયાક એ ફરીથી પોતાનું કોમ્પ્યુટર નવું ડિઝાઇન કરવાની શરૂઆત કરી.

નવા એપલમાં કલર ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને વધુ બહેતર બનાવ્યું હતું. એના પછી સ્ટીવ જોબ્સે કેટલાય ઈન્વેસ્ટર્સ પાસેથી ફંડ મેળવવાની કોશિશ કરી અને બહુ મહેનત પછી એમણે એપલ 2 બનાવવા મોટા પ્રમાણમાં પૈસા મળ્યા અને એપલ 2ને બહુ જ સફળતા મળી.

લોકો પર્સનલ અને ઓફિસ વર્ક માટે એપલ કોમ્પ્યુટર વાપરતા થયા, અને 1980માં એપલ પર્સનલ કોમ્પ્યુટર બનાવતી સૌથી મોટી કંપની બની. પરંતુ એ દરમિયાન જ IBM એ પોતાના કોમ્પ્યુટર બનાવવાની શરૂઆત કરી, અને એપલને કંઈક નવી વિચારધારા સાથે IBMનો સામનો કરવાની જરૂર પડી. જુના જમાનામાં કોમ્પ્યુટર વાપરવા કીબોર્ડ ઉપયોગ થતો હતો પણ માઉસની શોધ એપલમાં જાન લાવે એવું હતું એટલે એમણે નવું કોમ્પ્યુટર બનાવ્યું #Lisa એમાં માઉસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પણ આ કોમ્પ્યુટર બહુ મોંઘુ હોવાથી વધુ વેચાઈ ન શક્યું.

એ જ સમયગાળામાં સ્ટીવ જોબ્સને એમનું CEO પદ છોડવું પડ્યું, એટલે એમણે એપલની બહાર નીકળીને Pixar કંપની ખરીદી, જે એનિમેશન કંપની હતી. એમણે Next નામની નવી કંપની બનાવી, જે કોમ્યુટરના સોફ્ટવેર બનાવતી હતી. એના પછી એપલે ઘણા બધા મોડેલ બનાવ્યા પણ સફળતા મળતી નહોતી. ઘણી બધી કંપનીઓ કોમ્પ્યુટર બનાવવા લાગી હતી, એટલે હરીફાઈ પણ વધી ગયી હતી.

1997ના સમય મેક એપલની સ્થિતિ બહુ જ ખરાબ થવા માંડી. એપલને સોફ્ટવેર અને કોમ્પ્યુટર બનાવવા વાળી કંપની સામે ટકવામાં બહુ મુશ્કેલી થતી હતી. એમના શેર ઘટવા લાગ્યા અને એક સમયે એમને ‘બેન્ક કરપ્સી’ ઘોષિત કરવા જેટલો ખરાબ સમય પણ આવ્યો, પછી એપલ એ સ્ટીવ જોબ્સની Next કંપની ખરીદી લીધી અને સ્ટીવ જોબ્સની એપલમાં CEO તરીકે ફરી વાપસી થયી.

એમણે એપલમાં આવતા જ એક નવી દિશામાં એપલને લઇ જવાની શરૂઆત કરી. એમણે ‘Mac ઓપરેટિંગ સિસ્ટમ’ની ઘોષણા કરી અને ઘણી બધી નવી પ્રોડક્ટ બનાવવાનું વિચારવા લાગ્યા.

આ નવી સોચ સાથે એપલ પ્રગતિના શિખર ચડવા લાગ્યું અને એમની પ્રોડક્ટ વધુ બિઝનેસ કરવા લાગી. એપલના આઇપોડ એ એપલનું ભવિષ્ય બદલી નાખ્યું. આઇપોડ દુનિયામાં સૌથી વધુ વેંચાવા વાળું MP3 PLAYER બન્યું. એના પછી એપલે ફરી ક્યારેય પાછળ ફરીને જોયું જ નથી. 2007માં એપલે આઈફોન લોન્ચ કર્યો અને સ્માર્ટફોનની દુનિયાને પણ હલાવી દીધી. ત્યારથી એપલનો સુવર્ણયુગ શરૂ થયી ગયો. આઈફોનની સફળતાથી એપલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની ગયી.

આ હતી એપલની હિસ્ટ્રી…

પણ હવે તમને જણાવું કે એપલ ખરેખર કેટલી મોટી કંપની છે.

એપલ સૌથી વધુ નફો કરવાવાળી દુનિયાની પ્રથમ કંપની છે, અને સૌથી વધુ મોબાઈલ ફોન બનાવવા વાળી દુનિયાની બીજી કંપની છે.

એપલમાં કામ કરવા વાળા કર્મચારીની સંખ્યા લગભગ 1,15,000 જેવી છે.

એપલે 2012માં અંદાજે 3,12,000 ફોન પ્રતિદિન વેચ્યા હતા. જે વિશ્વમાં સૌથી વધુ છે.

એપલ 3 લાખ યુ.એસ. ડોલર પ્રતિમિનિટ કમાઈ છે, મતલબ 2 કરોડ રૂપિયા પ્રતિમિનિટ.

આઈફોન ‘સિરી’ સાથે તમે જે પણ વાત કરો છો એ બધી સ્ટોર અને એનેલાઇઝ થાય છે.

એપલ પાસે U.S. ટ્રેજરી કરતા પણ વધુ ઓપરેટિંગ કેશ છે.

આઈફોનની કોઈ પણ જાહેરાત જોશો તો એમાં ટાઈમ 09:41 બતાવવામાં આવશે, આ એ જ સમય છે, જયારે 2007માં સ્ટીવ જોબ્સે દુનિયાને આઈફોનની ભેંટ આપી હતી.

જો તમે Itunes વાપરતા હોઈ તો તેના એગ્રીમેન્ટમાં લખેલું હોઈ છે કે ‘તમે આઈફોન પ્રોડક્ટનો ઉપયોગ ન્યુક્લિયર વેપનમાં નહીં કરી શકો’

2014માં એપલ એ એટલી બધી કમાણી કરી કે જે ગૂગલ, ફેસબુક અને એમેઝોન મળીને પણ ન કમાઈ શક્યા.

એપલ કંપનીની કિંમત રશિયાના સ્ટોક માર્કેટ કરતા પણ વધુ છે.

એવું માનવામાં આવે છે કે એપલ સ્ટોરમાં જોબ મેળવવા કરતા હાવર્ડ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું સહેલું છે.

એપલ કોમ્યુટરની નજીક સ્મોકિંગ કરવાથી એની વોરંટી પુરી થયી જાય છે.

એપલ પાસે લગભગ 164 બિલિયન ડૉલર્સ કેશમાં છે જેનાથી તે Twitter, Netflix, Tesla, Uber, Dropbox, Pandora, AirBNB, Whatsapp આ બધી કંપની ખરીદી લ્યે તો પણ 31 બિલિયન ડોલર વધે.

Research By ~ હાર્દિક લાંઘણોજા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.