Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

લેખકની લખવાની આદતો : કાગળીયા લખી લખી.

વિક્ટર હ્યુગોની લખતા સમયે એક આદત હતી, તે પોતાની તમામ નવલકથાઓ લખતા સમયે કપડા કબાટમાં મુકી દેતા, જેના કારણે પોતાના લખાણ પર ધ્યાન આપી શકે, નહીં કે પહેરવેશમાં. પહેરેલી એક જોડી અને શાલ તેમની પાસે હોય.

Advertisements

રાઈટરની લખવાની આદતો ઘણી જ ભયાનક હોય છે. તેમાં પણ જો પશ્ચીમનો લેખક હોય તો તેમની આદતો અત્યંત ડરાવની હોવાની. ભારતના લેખકોની લખવાની આદતો પણ અજીબ ગજીબ હતી, તેમાના એક એટલે મંન્ટો, મંન્ટો વિશે ઈસ્મત ચુગતાઈએ કહ્યું છે કે, ‘મંન્ટોના ઘરે હું ગઈ ત્યારે તેઓ એક વંદાની માફક ગુંચળુ વળીને લખતા હતા.’ તો ગુજરાતી લેખક ચંદ્રકાંત બક્ષી પાસે અલગ અલગ પ્રકારની પેન હતી. તો અમારા વાર્તાકાર રામ મોરીની પણ લખવાની આદત આશ્ચર્ચ પમાડે તેવી છે. તેઓ મારી જેમ ટાઈમ મળે ત્યારે લખે છે !! અને ભવ્ય રાવલ મુછ પર હાથ રાખી વાળતા વાળતા લખે છે. તો ચાલો આજે લેખકોની ભયજનક આદતો પર લખીએ.

વિક્ટર હ્યુગોની લખતા સમયે એક આદત હતી, તે પોતાની તમામ નવલકથાઓ લખતા સમયે કપડા કબાટમાં મુકી દેતા, જેના કારણે પોતાના લખાણ પર ધ્યાન આપી શકે, નહીં કે પહેરવેશમાં. પહેરેલી એક જોડી અને શાલ તેમની પાસે હોય. માર્ક ઝુકરબર્ગે એક સરખા કપડાવાળી સ્ટ્રેટજી અત્યારે યુઝ કરી, બાકી વિક્ટર હ્યુગો તો ક્યારના કરતા આવ્યા છે !!!

યુલેસીસ જેવી ભારેભરખમ અને ક્લાસિક નોવેલના ક્રિએટર જેમ્સ જોઈસને આંખે દેખાવાની તકલીફ હતી. તે પોતાની પાસે રોજ એક ટ્યુબલાઈટનો બોર્ડ રાખતા જેના કારણે જોવામાં તકલીફ ન પડે. સૌથી ખતરનાક તરીકો કોઈનો હોય તો તે છે, ઈન કોલ્ડ બ્લડના લેખક ટર્મન કેપોટનો. તેઓ હોટેલમાં જ લખતા અને ઉપરથી કોઈ પણ હોટેલમાં રોકાઈ તે હોટેલનો રૂમ નંબર 13 હોવો જોઈએ (સુ… કોઈ હૈ…) ઉપરથી તેઓ શુક્રવારે લખવામાં વીક ઓફ રાખતા. અને જ્યારે પણ લખવા માટે બેસે ત્યારે ત્રણ સિગરેટ તેમની પાસે હોય જ. ત્રણ સિગરેટ પૂરી પછી પીવાની નહીં, અરે યાર લેખક હતા કે ભૂત ?

વોલેસ સ્ટીવન્સ નામના એક કવિ. જેમને મેં વાચ્યા નથી. પણ વોલેસ ભાઈ હંમેશા સુતા સુતા લખતા. યા તો ચાલતા ચાલતા લખતા જેના કારણે તેમને વિચારો આવે. અમારા સમાજશાશ્ત્રના પ્રોફેસર કહેતા, તમારૂ વાહન જેટલી સ્પીડમાં ભાગે તેટલી સ્પીડમાં તમારા વિચારો ભાગે. એટલે સાઈકલ તો એ સ્પીડે અને બુલેટ ટ્રેન તો એ સ્પીડે, એવુ ??? અહીં તો કંઈ નથી ભાગતું…

ઓન ધ રોડના લેખક જેક કોલસની લખવાની આદતનું શુ કહેવુ ? બોસ આ નોવેલ રાઈટર પોતાની પાસે મોટી પેન હોય તો જ લખતા,(લંબાઈમાં લાંબી) તો તો તેમનો હાથ લાંબો હશે ? તો ફેડરિક સ્કીલર નામના કવિ લખતી વખતે પોતાના ટેબલની પાસે એક સફરજન રાખતા જેની સ્મેલના કારણે તેમને વિચારો આવે. માની લો કે કોઈ બીજા ફળની સુગંધ આવે તો વધારે વિચારો આવે. વાલ્દિમર નોકબોવ નામના રશિયન લેખક હતા, તેમને ઈન્ડેક્ષમાં લખવાની આદત હતી, ઉપરથી કોઈવાર કાગળીયા બુટમાં ભરાવીને રાખતા જેથી એડિટરને આપવાના હોય તો યાદ આવી જાય. તેની પાછળનું બહુ મુલ્ય કારણ તેમની યાદશક્તિ ઓછી હતી. એડિટર પાસે પહોંચે અને યાદ આવે તો રાતના બુટમાં ઘુસાવી રાખેલુ કાગળીયુ પકડાવી દે.

દુનિયાની મર્ડર સમ્રાજ્ઞી કહેવાતી અગાથા ક્રિસ્ટીની તો ઘણી વાતો ફેમસ છે. તેમાંની એક એટલે તેઓ મોટાભાગનું કિચન અને ટ્રેનમાં લખતા, જેના કારણે તેમની પુસ્તકમાં થયેલા તમામ ખુનો આ બે જ જગ્યાએ થયા. તો રહી રહીને પાછળથી મેડમને સફરજન ખાવાનો શોખ જાગ્યો. બાથટબમાં બેસતા અને સફરજન ખાતા-ખાતા લખતા. થોડાક ખૂન ત્યાં પણ કરી નાખ્યા. મારો હવે મફતમાં જ છે ક્યાં સજા મળવાની !!!

રશિયાની સિડોલીન ગ્રેબિયલ નામની એક લેખિકા હતી. જેને સમજદાર લેખિકા ગણી શકાય. હવે આ મેડમ જ્યારે પણ લખતા ત્યારે પૈસા લઈને જ લખવા બેસતા. જો કોઈ એડિટર પૈસા ન આપે તો તેમની કલમ થોડી પણ ન ચાલે. અને જો પૈસા આપી દો તો ક્લાસિક ટાઈપનું એને ધબધબાવીને કિલોમીટર લાંબુ લખી નાખે. ઈસકો બોલતે હૈ, પરફેક્ટ રાઈટર. ઈગર એલન પોલ અમેરિકન રાઈટર અને ક્રિટીક હતા. પોતાની તમામ કોપીઓ લખીને તેઓ ગુંદરથી દિવાલ પર કે પોતાના કાગળ પર ચોંટાડી દેતા. જેથી તેમની સામે રહે. ફેવિકોલ કા જોડ… અંગ્રેજીમાં મારા ફેવરિટ લેખક એવા સ્ટીફન કિંગ રોજ 2000 શબ્દો લખે. આ પહેલા કોઈ કામ નહીં કરવાનું. 2000 શબ્દો લખાય જાય, પછી વાચવાનું.

હોલિવુડ ડિરેક્ટર વુડી એલનની સૌથી મોટી ખાસિયત કે તે ફિલ્મો ડિરેક્ટ કરવા સિવાય જોક્સ પણ લખે છે. અને રોજના 50 લખે છે. સાહેબ કોઈ દિવસ છપાવો તો ખરી, હા, હવે વુડીને ક્યાં જરૂર છે. તો જ્હોન સ્ટેઈબેક નામના લેખકની એવી આદત કે તેઓ હંમેશા પોતાના ટેબલ પર 12 પેન્સિલ રાખતા. એ પણ તિક્ષ્ણ ધારવાળી. 12 ન હોય તો લખે નહીં ! વર્જીનિયા વુલ્ફ ઉભા ઉભા લખતા અને લખવા માટે તેમણે ખાસ એક ઉભુ ડેસ્ક તૈયાર કરાવડાવ્યુ હતું.

~ મયુર ખાવડુ

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: