Gujarati Poetry

માં શબ્દ સમાયુ જગ

માં શબ્દ સમાયુ જગ સઘળુ.
તુજ ગોદ થી શરુ જગ મારુ.

કરુ સ્તવના રોજ જીવન સારુ.
દેવકી યશોદા કોઇ પળ રુપ તારુ

તુજ બીજ થી જ આ શરીર અમારુ.
વારંવાર જન્મુ તુજ બાળ સ્વરુપે.

જનની રુપ માનુ ઇશ્ર્વર તણુ.
અસમજ ને એક દીધી પહેચાન જાણુ.

‘કાજલ’ તો તારી જ પરછાઇ માનુ.
માં તારી ગોદ જન્મોજન્મ માંગ્યા કરુ.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.