Gujarati Poetry

ચારે તરફ પંખી

ચારે તરફ પંખી ચાહેકતા,
ફૂલો મહેકતા
પાનખરમાં પણ કાયમ વસંત.
ખુશીઓ ઓવારણા ભરતી.
આનંદિત મન
જાણે કે મીઠો મધુરો દુધપાક.
મહી આવીને ક્યાંકથી પડ્યો.
અવિશ્વાસનો છાંટો ….

દૂધ ભરેલા પાત્રમાં એક ટીપું ખટાશનું.
આગળ કોઈ વાત, વિચાર વિમર્શ નહિ.

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.