રણથંભોરના વાઘ

જંગલ બુકમાં જે વાઘ બતાવવામાં આવ્યો તેવો વાઘ હોય ખરો ? છે, પણ જેટલો ખૂંખાર બતાવવામાં આવ્યો તેટલા ખૂંખાર તો નથી. પણ જેવો બતાવ્યો તેનાથી વધારે સુંદર હાલ છે. આમ પણ વાઘની નસ્લ તેની આદમખોરી માટે જાણીતી હોય છે. વિશ્વાસ ન આવતો હોય તો જીમ કોર્બેટને પૂછો. ગીરમાં જે રીતે સિંહો વધી રહ્યા છે, તે રીતે ભારતમાં વાઘ વધી નથી રહ્યા. હા, સિંહો કરતા તેમની સંખ્યા વધારે છે, પણ જંગલનો વિસ્તાર જોતા ખૂબ ઓછી હોય તેવુ લાગે. અને રણથંભોર મારૂ ફેવરિટ છે, ગીર જેટલુ નહી, પણ ફેવરિટ છે. તો રણથંભોરના ટોપ વાઘ છે….

મછલી T-16 (1997-2016)

2008-09માં નેશનલ જ્યોગ્રોફી જ્યારે પણ શરૂ કરો, ત્યારે તેમાં એક વાઘણનો એપિસોડ રિપીટ ચાલતો હોય. આ વાઘણનું નામ મછલી. રણથંભોર નેશનલ પાર્કની અત્યાર સુધીની સૌથી સુંદર વાઘણ. નદી કિનારે જોવા મળતી એટલે તેનું નામ લેડી ઓફ લેક્સ રાખેલુ. દુ:ખની વાત એ છે કે સ્વતંત્રતાના બે દિવસ બાદ 18 ઓગસ્ટ 2016માં મછલીનું નિધન થયુ. ત્યાં સુધીમાં કોઈને ખ્યાલ નહીં હોય કે મછલી એવી વાઘણ બની ગયેલી જેની દુનિયામાં સૌથી વધારે તસવીરો ખેંચાઈ હોય. 350 સ્કવેર માઈલનો એરિયા મછલીએ પોતાનો કરી લીધેલો. જ્યાં સુધી જીવી ત્યાં સુધી પોતાની પાસે જ રાખ્યો. મછલી માત્ર દેખાવ પુરતી સુંદર નહતી. ખતરનાક અને તાકતવર પણ એટલી જ હતી. રણથંભોરમાં 62 એવા વાઘ છે, જેને અતિ સુંદર વાઘોમાં ત્યાંના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સ્થાન આપ્યુ છે. આ મછલીનો તેમાં સમાવેશ થતો હતો. તો મછલી નામ એટલે પડ્યુ કે, મછલી એટલે માછલી અને તેના ડાબા કાનમાં માછલી જેવો સિમ્બોલ હતો. જો કે આ નામ તેને વારસામાં મળેલુ, તેની માતાનું નામ પણ મછલી જ હતુ, અને તેને પણ આવો જ સિમ્બોલ હતો. વયસ્ક થઈને તેણે બે બચ્ચાને જન્મ આપ્યો. એક રણથંભોરની સુંદર માદા વાઘણ સુંદરી અને બીજો સૌથી મોટો નર વાઘ બામ્બુ રામ. બામ્બુ રામનું જ્યારે નિધન થયુ, ત્યારે તેની હાલત બિલ્કુલ જંગલ બુકના વાઘ જેવી હતી. પૂછડી કપાયેલી અને વિસ્તાર બચાવવા માટે જોવા મળતા મર્દાના ઘાવ. 2002માં મછલી ફરી મા બની. આ વખતે પણ દીકરી અને દીકરો. જૂમરૂ અને જૂમરી. માર્ચ 2004માં શર્મીલી અને બહાદુર. મછલી ત્રણવાર મા બની હોવા છતા, તેના જુસ્સામાં કોઈ કમી નહતી આવી. રણથંભોરના જંગલમાં એ વાત દહાડતી સંભળાશે, જ્યારે મછલીએ 14 ફૂટ લાંબા મગરને પાણી પીવડાવી દીધેલુ. તેના પર એટલી ફિલ્મો જર્નલો અને પુસ્તકો લખાયા કે રણથંભોરના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તેને લાઈફ ટાઈમ એચીવમેન્ટનો એર્વોડ પણ આપી દીધો. ઓકે, મો ફાડી નાખુ તમારૂ તો, મછલી એ વાઘણ છે, જેણે રણથંભોર નેશનલ પાર્ક અને ભારત સરકારને 100 મિલિયનની કમાણી કરાવડાવી. થેન્કુ મછલીજી…

સુંદરી T-17

આમ માનો તો સુંદરીને લેડી દુર્યોધન કહેવાય. તેણે પોતાની મા મછલી પાસેથી વિસ્તાર મેળવવા માટે જંગ છેડેલી. અને આ જંગમાં થોડો વિસ્તાર મછલીએ સુંદરીને આપી દીધો. રોચક વાત એ કે મછલીના ફિમેલ સંતાનો મોનસુનમાં જનમ્યા, જેથી આ વાઘણોના નામ પણ 17,18,19 આમ ક્રમશ: પાડવામાં આવ્યા. તેમાંની મોટી T-17 એટલે સુંદરી. તેને તો પોતાની બહેનોના ઈલાકાઓથી પણ જલન થતી. તે થોડા ઈલાકાઓ તેણે તેમના પણ પડાવી લીધા. આવી હરકતોના કારણે જ તેને મા બનવાનું સુખ નહતું મળતુ. આખરે 2012માં તે મા બની.

સુલતાન T-72

નૂર નામની વાઘણનો ડંકો વાગતો હતો. તે જે શિકારની પાછળ પડે, તેનું આવી બન્યુ. આ નૂરનો દિકરો એટલે સુલ્તાન. સુલ્તાન ચાર વર્ષનો હતો ત્યારે 2012માં પહેલીવાર દેખાયો. તેના પિતાનું નામ ઉસ્તાદ, પણ પિતા બાપ કરતા પણ સવાયા, તે આગળ હવે… સુલ્તાન 2 વર્ષનો થયોને તેણે નીલગાયનો શિકાર કરી લીધો. પિતા ઉસ્તાદને ખ્યાલ આવી ગયો કે આપણો ઈલાકો આપણા હાથમાં નથી. સુલ્તાન એવો વાઘ છે, જે ત્યાંની શેરબાઘ એટલે જીપનો દોડીને પીછો કરે છે. આદમખોરી નામનું તત્વ તેના ખૂનમાં છે. (આગળ ઉપર) કોઈવાર કોઈ માણસ જીપમાંથી નીચે પડશે ત્યારે સાચી ખબર પડે. અત્યારે તો સુલ્તાનને WWE ના બ્રોક લેન્સરની માફક નેક્સટ બીગ થીંગ કહેવામાં આવે છે.

ઉસ્તાદ- T-24

ઉસ્તાદની વાર્તા બાળવાર્તાઓ જેવી છે. વર્ષો પહેલા એક ઝાલિમ નામનો વાઘ હતો. જે બધાના વિસ્તારો પર કબ્જો જમાવતો. જો ઝાલિમ દ્રૂષ્ટ વાઘ નહોત, તો તે રાઈઝીંગ સ્ટાર હતો, પણ ઝાલિમે ઉસ્તાદ સાથે પંગો લીધો અને ઉસ્તાદે તેને ભગાડી દીધો. વાર્તા પૂરી. ઉસ્તાદને ઉસ્તાદ એટલા માટે કહેવાય છે કે, રણથંભોરમાં એન્ટર થાવ એટલે ગમે ત્યાં મળી જાય. રોડ ટપતા, પ્રવેશતા, નિકળતા બસ, તમારા નસીબ હોવા જોઈએ. નૂર નામની વાઘણ સાથે તેના લગ્નજીવન જેવા સંબંધો. અંત સુધી તેઓ સાથે રહ્યા. પણ ઉસ્તાદને ખૂબ મોટો કિડો. 8 મે 2015ની ગરમીમાં તેને ચાનક ચડી અને રામપાલ સાઈની નામના ગાર્ડને તેણે ટાળી દીધો. રણથંભોરમાં ગણેશનું મંદિર આવેલુ છે, ઉસ્તાદે ત્યાં જ રામપાલની હત્યા કરી નાખી. એ પછી ઉસ્તાદના વર્તનમાં ફર્ક આવવા લાગ્યો. તેણે માણસનું લોહી ચાખી લીધુ હતુ. હવે તે મેઈન ઈટર બની ગયો હતો. જે પછી ઉસ્તાદને ફોરેસ્ટ ગાર્ડે પ્રાઈવેટ નિગરાનીમાં રાખ્યો. આમ તો ઉસ્તાદને પ્રાણી સંગ્રહાલયમાં મોકલવાનો હતો, પણ પછી ત્યાં પ્રાઈવેટ જંગલમાં રાખવામાં આવ્યો. આ ઉસ્તાદનો દિકરો એટલે સુલ્તાન. છેને બાપ એવા બેટા આદમખોરીનું લક્ષણ સુલ્તાનમાં પણ એટલે જ જોવા મળે છે.

બિના-1 બિના-2

બિના-1 અને બિના-2 આ બંન્ને બહેનો છે. માતાનું નામ કાચીડા અને પિતા ડોલર. ડોલર ઉનકે જમાને કે ખૂંખાર શેર થે. કાચીંડાનું મૌત થતા સરપ્રાઈઝલી પિતા ડોલરે આ બંન્નેની સારસંભાળ રાખી. બાળપણમાં બિના-1ને જ્યારે પણ જુઓ ત્યારે તે ડોલરની આજુબાજુ જ હોય. નિર્ણય મુજબ વયસ્ક થતા બંન્ને બહેનોને રણથંભોરથી 100 માઈલ દૂર આવેલા સારીસ્કા રિઝર્વ પાર્કમાં મુકી આવ્યા. જેથી વાઘની વસતિમાં વધારો થાય. અને આ બંન્નેએ ત્યાં હેપ્પી ફેમિલી બનાવી.

આ સિવાય તો રણથંભોરમાં સિતારા, માલા, ક્રિષ્ના (એથ્લેટ ક્રિષ્ના પુલયાના નામ પરથી), જંગલી જેવા કંઈ કેટલાય ફેમિલી વાઘ છે. અને હા આ બધા એકબીજાના સગા જ થાય.

~ મયુર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.