ભગતસિંહ : વિદ્રોહી વિચારધારા છતાં ક્રાંતિકારી વ્યક્તિત્વ

એક અત્યાચારી અને વ્યભિચારી શાસક હંમેશા વધારે ધાર્મિક હોવાનો ઢોંગ કરતા હોય છે. કારણ કે ધર્મના આડ માં જ આવા કૃત્યો છુપાવી શકાય છે..

– ભગતસિંહ, ધ જેલ ડાયરી ઓફ ભગત સિંહ (પાના નં. 28)

આવા ક્રાંતિકારી અને વિદ્રોહી વિચારો ધરાવતા વ્યક્તિનું નામ હતું ભગતસિંહ. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907માં પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો. એમના પરિવાર પર આર્ય સમાજના વિચારોનું ખૂબ પ્રભુત્વ હતું. દેશભક્તિ તેમને વારસામાં મળી હતી. તેમના કાકા અજીતસિંહ મહાન ક્રાંતિકારી હતા. તેમના બીજા કાકા પણ જેલમાં અત્યાચાર સહીને શહિદ થયા હતા. તેમના પિતા કિશનસિંહ પણ આઝાદીના આંદોલનમાં મોટા એવા સહયોગી હતા. તેમની માતાનું નામ વિદ્યાવતી કૌર હતું.

ભગતસિંહ અને ધર્મ: ભગતસિંહ જ્યારે જેલમાં હતા ત્યારે એમણે 4 પુસ્તકો લખ્યા હતા. જે આજની તારીખમાં ઉપલબ્ધ નથી. પણ એમના દ્વારા લખાયેલી જેલ ડાયરી આજે ઉપલબ્ધ છે. તે ડાયરી પ્રમાણે ભગતસિંહ ધર્મને કાર્લ માર્કસની જેમ એક અફીણ માને છે. અને ઈશ્વરને ડરથી ફેલાવેલી બીમારી માને છે. આ એટલા માટે લખવું પડે છે, કે આજની રાજકીય પાર્ટી અને સંગઠનો ભગતસિંહનું નામ લઈને બુમો તો પાડે છે… પણ શુ જાહેરમાં આવી વાતો બોલીને ભગતસિંહના વિચારોનું સન્માન કરે છે ખરા…!! આજે જો કોઈ વ્યક્તિ ધર્મના નામે ચાલતા ધતિંગ પર કોઈ સવાલ ઉભો કરે તો પણ એને દેહદ્રોહી કહી દેવામાં આવે છે. પ્રધાનમંત્રી આજે એક ટ્વીટ કરશે કે ભગતસિંહથી પ્રેરણા મળે છે, પરંતુ શું તેઓ પોતાની પાર્ટીમાં આવા વિચાર ધરાવતા યુવાનોને જગ્યા આપશે…??

આમ જોવા જઈએ તો ભગતસિંહની આઝાદી સિવાય કોઈ પ્રેયસી ન હતી. તેથી પ્રેમની બાબતે એમના વિશે લખવું બહુ અઘરું છે. પરંતુ મૃણાલિની જોશીની નવલકથા ‘ઈંકીલાબ’ ખૂબ સંશોધન કરીને લખી છે તેમનો એક પ્રસંગ મને ખુબ ગમે છે. જ્યારે ભગતસિંહને લગ્નમાટે દેખવા માટે આવે છે અને ત્યાર બાદ ઘરે જતી વખતે ભગતસિંહ મહેમાનોને મુકવા જતા હોય છે ત્યારે…..

‘બિરાજી, લો આ બે ગુલાબના ફૂલ. અમારી ભાભીને આપજો…’ભગતસિંહની બહેન બોલ્યા.
ભગતસિંહએ એ ફૂલો તરફ ધ્યાનથી જોવા લાગ્યા. તાજામાજા, લાલ-લાલ
‘ભાભીજીને કહેજો કે એક ફૂલ અમર કૌરનું છે અને એક ફૂલ એના ભાઈ ભગતનું છે…’

આ વાત સાંભળીને તેઓ થોડું હસ્યા. અને ત્યારબાદ તેઓ વિચારોમાં ખોવાઈ ગયા. તેઓ વિચારી રહયા હતા કે, ‘મજાક સ્વરૂપે જ કેમ નહીં, પણ પોતાના નામે એ અજાણી છોકરીને ફૂલ દેવું સારું નથી. કારણ કે તેના સપનાનો રંગ આવો જ લાલ ગુલાબી હોવા છતાં એ રંગ ફૂલોનો નથી. એ રંગ તો છે લોહીનો…’

આમ પણ ભગતસિંહ સમજતા હતા કે આવી રીતે એમના પરિવારમાં એમની 2 કાકીઓના સપના દેશસેવાને ભોગ ચડી ગયા હતા તો એમને કોઈ હક નથી કે એક અજાણ છોકરીને કાલ્પનિક સપના બતાવે. ભગતસિંહ અને સુખદેવ ઘણા નજીકના મિત્રો હતા. એક પ્રસંગ એવો પણ આવે છે કે જ્યારે એસેમ્બલીમાં બૉમ્બ ફેકવાનો નિર્ણય લેવામાં આવે છે, ત્યારે ભગતસિંહનું નામ નથી હોતું ફેંકવા જવામાં. ત્યારે સુખદેવ એના પર આરોપ લગાવે છે કે તું તારું કર્તવ્ય ભૂલી ગયો છે, તું કોઈ છોકરીના પ્રેમમાં પડી ગયો છે. ત્યાર બાદ ભગતસિંહ જીદ કરીને પોતાનું નામ આગળ કરે છે. બૉમ્બ કાંડ થયા બાદ જેલમાંથી ભગતસિંહ સુખદેવને ખુલાસો કરતો પત્ર લખે છે. તેના થોડાક અંશ કાઈ આવા છે.

‘જ્યાં સુધી પ્રેમના નૈતિક સ્તરનો સવાલ છે, હું બસ એટલું જ કહીશ કે એ ફક્ત એક આવેગ આવેગ છે, કોઈ પાશ્વિક વૃત્તિ નથી. એક અત્યંત મધુર ભાવના છે. પ્રેમ ખુદ પણ કોઈ પાશ્વિક વૃત્તિ નથી. પ્રેમ તો મનુષ્યના ચરિત્રને ઉપર જ ઉઠાવે છે, નહીં કે એને વ્યભિચારી બનાવે. બસ એના માટેની એક શરત છે કે એ પ્રેમ… પ્રેમ હોવો જોઈએ. હા હું માનું છું કે એક પરતંત્ર ભારતમાં પ્રેમ કરવાનો મને અધિકાર નથી, અને હું આમ પણ ફક્ત એક જ વ્યક્તિને પ્રેમ કરવો એ બાબતનો સખત વિરોધી છું. તમારો પ્રેમ આખા વિશ્વ માટે હોવો જોઈએ.’

પ્રેમની તાકાત શુ છે, એ સાબિત કરવા માટે ભગતસિંહ સુખદેવને મેજીનીનું ઉદાહરણ આપે છે અને કહે છે કે, ‘કોઈ પણ વ્યક્તિના ચરિત્ર વિશે વાત કરતા પહેલા એ વિચારવું જોઈએ કે શું આ પ્રેમ કોઈને સહાયક થયો છે ખરો…? તને યાદ જ હશે કે ઇટલીનો મેજીની જ્યારે યુદ્ધમાં હારી જાય છે અને એના બધા જ સાથીઓ મૃત્યુ પામે છે ત્યારે એની પ્રેમીકાનો એક પત્ર એને પ્રેરણા આપે છે અને એ પાછો યુદ્ધ માટે તૈયાર થાય છે.’

ભગતસિંહે પોતાની ડાયરીમાં જીવન અને શિક્ષા પર પણ ખૂબ સરસ લખ્યું છે. તેઓ લખે છે કે લોકો પોતાના છોકરાને જિંદગીની સલામતી વિશે જ વિચારે છે, એટલું પૂરતું નથી. એ પણ ખૂબ જરૂરી છે કે એને મોતથી બચવા માટે નહીં પણ જીવવાની શિક્ષા આપવામાં આવે. જીવન ફક્ત શ્વાસ લેવાનું નામ નથી, પણ કર્મ છે. જીવનનો અર્થ એની લંબાઈથી ઓછો પણ, જીવવાના બેહતર ઢંગથી વધારે સમજી સકાય છે.

– અમિલી… પેજ. ૧૦

ભગતસિંહ કેહતા હતા કે આદિકાળથી ફક્ત ભારતમાં જ નહીં, પણ આખા વિશ્વમાં જે વિવાહ પ્રણાલી ચાલે છે તેના કારણે સ્ત્રી અને પુરૂષોનું સાચું મિલન નથી થતું. અને આવું જો શકય બનાવવું હોઈ તો સ્ત્રીઓને તેમના રચનાત્મક કર્યો માટે અલગ ક્ષેત્ર બનાવવામાં આવે તો જ આ શક્ય બને.

ડો. ટૈગોર. (પેજ-૯૦)

Shaheed_Bhagat_Singh sharuaat આજકાલ એવું પણ જોવા મળે છે કે વામપંથી લોકો ભગતસિંહ ને પોતાનો આદર્શ માને છે એ પણ એક હદ સુધી યોગ્ય જ છે. ભગતસિંહ પર રસિયાની ક્રાંતિનો મોટો પ્રભાવ હતો. તેઓ લેનિન અને માર્ક્સનું ખૂબ જ અધ્યયન કરતા. છતાં એમના લખાણો કે પત્રોમાં ક્યાંય પણ ‘લાલ સલામ…’ કે ‘comrade…’ શબ્દનો ઉપયોગ નથી કર્ય. અને છેલ્લે સુધી તેમના આદર્શ શહીદ કરતાર સિંહ સરભા જ રહ્યા હતા. પરંતુ તેમના પર પણ વામપંથી વિચારોનું જ પ્રભુત્વ હતું. આમ જોવા જઈએ તો ભગતસિંહ પણ વામપંથી વિચારો જ ધરાવતા હતા.

આજે જે યુવાનો ભગતસિંહનું નામ લઈને સંગઠનો ચલાવે છે, અને બોલતા હોઈ છે કે હવે તો ભગતસિંહ વાળી થશે… મને એ નથી સમજાતું કે ભગતસિંહ વાળી એટલે શું…? ભગતસિંહ ખૂબ મોટા વાચક અને ચિંતક હતા. આજના યુવાનો એમને ફક્ત બૉમ્બ અને પિસ્તોલમાં જ સમેટી લીધા છે. તે બિલકુલ અયોગ્ય છે. ભગતસિંહ યુવાનો અને વિદ્યાર્થીઓની રાજનીતિને લઈને પણ ખૂબ જ સ્પષ્ટ હતા. તેઓ હંમેશા કેહતા કે ફક્ત પુસ્તકોમાં છે એટલું જ જ્ઞાન જીવન પૂરતું નથી. અને જે શિક્ષા ફક્ત એટલું જ જ્ઞાન આપતી હોય, તો હું એ શિક્ષાને વ્યર્થ સમજુ છું. વિદ્યાર્થીઓ એ દેશમાં ચાલતી પરિસ્થિતિ વિશે પણ સભાન રેહવું જોઈએ અને જરૂર પડે ત્યારે બધું જ ત્યજીને દેશ માટે મૃત્યુને વહાલું કરવું જોઈએ. ભગતસિંહ અછૂત સમસ્યા પર પણ ખૂબ સરસ બોલ્યા છે અને ત્યાં સુધી બોલ્યા છે કે જો ભારત ના લોકો એમના જ દેશમાં રહેનારા લોકોને મનુષ્ય જ ન ગણતા હોઈ અને છતાં પોતાની આઝાદી માટે બુમો પાડતા હોઈ તો, એમને એ આઝાદી માંગવાનો કોઈ અધિકાર નથી. જે લોકો પોતાના જ ભાઈબંધુને ગુલાબ સમજતા હોઈ ત્યાં તમે કઈ આઝાદીની માંગણી કરો છો…?

ભગતસિંહ જયારે શહીદ થયા ત્યારે એક પવન જ હતો, શહીદ થવાનો. છતાં ભગતસિંહ જ આટલા કેમ પ્રખ્યાત થયા, એનું મુખ્ય કારણ હતું કે તેઓ ખૂબ જ વાંચતા અને લખતા હતા. અને એમના બીજા સાથીઓને પણ વાંચવા માટે પ્રેરતા હતા. સુખદેવ અને રાજગુરુ પણ વાંચતા અને એમને જે દેશ માટે બલિદાન આપ્યું તે ખૂબ જ અમૂલ્ય છે.

~ ઉમેશ અમીન
[ કોલમ : મિડનાઈટ થોટ્સ]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.