ડિજિટલી યોર્સ – BOOKસંવાદ અનાહિતા રાઠોડ સાથે

[ પુસ્તક – ડિજિટલી યોર્સ | લેખક – અંકિત દેસાઈ ]

BOOKસંવાદ એ સર્જક દ્વારા શરૂ કરાયેલું એક નવીન પગલું છે. અને આ સંવાદ એ આ વિભાગમાં થઈ રહેલ પ્રથમ પગલું છે.

આજે પ્રશ્નોના શાસ્ત્રો સાથે આપણે બહુ ઊંડાણ સુધી જવાના છીએ. કારણ કે આ પુસ્તક સ્વયં અમુક અંશે ધ્રુવ ભટ્ટની અતરાપી પુસ્તકના પાત્ર સારમેયની વિચાર સરણીને સમાંતર વહે છે. અને અતરાપી વિશે કોઈ પણ સંવાદ થાય તો જરૂર એનો મર્મ ગહન જ હોવાનો. એમાં કોઈ બેમત નથી. તો શરૂ કરીએ આપણી ચર્ચા જેનું વિષય વસ્તુ છે અંકિત દેસાઈ લિખિત પુસ્તક ડિજિટલી યોર્સ.

S – તો, અનાહિતા આપણે વાત શરૂ કરીએ…?
A – હા, શ્યોર

S : ચર્ચાઓ શરુ કરીએ એ પહેલા આપના વાંચન અને વાંચક સુધીની સફર વિશે જાણવું પણ જરૂરી લાગે છે. તો તમારું વાંચન ક્યાંથી શરૂ થયું…? અને ડિજિટલી યોર્સ સુધી તમે કયા માધ્યમથી પોહચ્યા…?
A : હા, હું પહેલા તો જસ્ટ ન્યૂઝપેપર અને પાઠ્યપુસ્તકો જ વાંચતી હતી. આ એનકેન પ્રકારનું મેં ક્યારેય વાંચ્યું જ નથી. હા એકવાર જોબ લાગ્યા પછી બસમાં હતી, મતલબ એક ડિપ્રેસન ના લીધે મેં મારી બેસ્ટીને કૉલ કર્યો. મેં એને કહ્યું હતું કે કંઈક કર યાર, તો એણે મને આ નોવેલના એપિસોડ મોકલ્યા. તો બસ મેં આ જોયા અને માત્ર 2 કલાકમા જ આખી બુક વાંચી હતી, અને રીયલી ફીલિંગ લાઈક અમેઝિંગ. લગભગ દશેક વખત મેં આ બુક વાંચી હશે.

S : ધેટ્સ ગ્રેટ. આ તો ઇન્સ્પીરેશન ટાઈપ સ્ટોરી નીકળી. તો આ ફ્રેન્ડ વિશે જરાક… આઈ મીન એણે સજેસ્ટ કરી સો… આઈ થીંક ઇટ વોઝ સમથિંગ ગુડ સ્ટોરી અબાઉટ હર…
A : મારી બેસ્ટી, એની તો વાત શુ કરું. મારી બાળપણની ભેરુ છે. અત્યાર સુધી હમેશા અમે સાથે જ હતા, જોબ લાગ્યા પછી જ વિખુટા પડ્યા. જો કે વિખુટા તો ન જ કહેવાય, પણ હા થોડી દૂર છે. છતાય જ્યારે પણ હું ડિપ્રેસન મા હતી, તો મારા માટે સમય કાઢીને એ તળાવે બેસવા આવી. આખો દિવસ મારી વાતો સાંભળી. મને લાગે છે ત્યારે જો એ ન હોત, તો આઈ થિંક મારાથી કંઈક થઈ જાત. એની સાથે હું બધું શેર કરી શકું બિન્દાસ. હા, અને એણે જ મને વાંચન તરફ પણ વાળી.

S – તો ચર્ચાનો પહેલો પ્રશ્ન છે કે તમે ડિજિટલી યોર્સ વાળા પુસ્તક વિશે સમજેલી ફિલુસૂફી અંગે શુ માનો છો…? બીજી રીતે તમને આ બુક એટલી હદે ગમ્યું કે એનું અનાહિતા નામ તમે લઈ લીધું… તો પુસ્તકમાં એવી કઈ મેજિકલ મુવમેન્ટ લાગી. જેને તમે લાઈફમાં એટલી ગહન રીતે ઉતારી શક્યા…?

A – આ પુસ્તકમાં અનાહિતાનું પાત્ર મને ગમે છે, કેમ કેમ કે પોતાના નિયમો ઉપર ચાલવું એ પણ એક મેરિડ સ્ત્રી હોવા છતાં. ઇટ્સ લાઈક કે એ કોઈ કરી ન શકે. મારા માટે તો એ પોસીબલ જ નથી. હાલની સ્થિતિમાં તો બસ એની જીવવાની રીત મને ગમી, કોઈને કલેરીફિકેસન ન આપવું. પોતાની પસંદના દુઃખની પણ એક અલગ જ મજા છે. મતલબ અનાહિતાનું કેરેકટર જ ગમ્યું એન્ડ અલય પણ…

હું તો આજે પણ અનાહિતા જેવું નથી જીવી શકતી. મેં પેલેથી જ એવી ધખના રાખી હતી, બટ હજુ સુધી હું એમ કરી નથી શકતી. એક રીતે અનાહિતા મને કેરેક્ટર વાઈઝ ગમી એટલે પણ કહી શકું, કેમ કે મારું અત્યાર સુધીની લાઈફના દરેક નિર્ણય બીજાએ જ લીધા છે.

S : જેવા કે…?
A : કોલેજ કરી તો એ પણ ફ્રેન્ડસના કહેવાથી. જોબ કરી તો પપ્પાના કહેવાથી, જો કે એ જોબ મને જરાય પસંદ નથી. એન્ડ હા, અનાહીતાનું એક વાક્ય મને બહુ જ ગમ્યું છે. કે ‘બળવો નહી કરીએ તો આપડા ભાગે આજીવન બળવાનું જ આવશે.’ પણ છતાય હજુ સુધુ, એટલી હિમ્મત મારામાં નથી આવી. પણ હા… આઈ હોપ કે ક્યારેક જરૂર આવશે.

S : આ બંને મુદા બહુ વિચારવા લાયક છે.
A : અને હા અલય નું કહું
S : હા
A : મારે પણ એવો જ કોઈ હમસફર જોઈએ છે, જે પ્રેમ કરવામાં ગણતરી ન કરે. જેમ કે કાલે તો મળ્યા. હવે શું છે. પછી કહેશે હમણાં તો વાત કરી, લાઈક આવી રીતે ગણતરીથી તો પ્રેમ થાય જ નહી. એનું વર્ણન તો અલાયદી રીતે જ થઇ શકે. ક્યારેક લાગે છે કે આ જ છે, અને ક્યારેક હું એની કલ્પના છબી સુદ્ધા બનાવી નથી શકતી. પણ હા, અંકિત ભાઈએ આ પુસ્તકમાં એને બરાબર આલેખ્યો છે.

S : આ પુસ્તકમાં અતરાપી વિશે ગણા વાક્યો જોવા મળે છે. આ કમ્પેરીઝન તો ન જ કહેવાય, પણ અતરાપી ઓલ્સો પ્લે અ રોલ ઇન ધીસ બુક. તો આ દ્રષ્ટીએ અતરાપી અને ડિજિટલી યોર્સમાં તમને એક કનેક્શન જેવું લાગે છે…?

A : કનેક્શન વિશે મને ખાસ સમજ નથી. પણ હા, ડિજિટલી યોર્સ વાંચ્યા પછી જ અતરાપી વાંચી પહેલી વાર કોઈ બુક એ પણ પોકેટમની માંથી ખરીદી. અલય પણ એક રીતે સારમેય જ છે, જે મને ખરેખર અતરાપી વાંચ્યા પછી જ ખબર પડી. અલયને પણ નાતવાન બની રહેવું અને કોઈ કહે એમ કરવું ન ગમતું અને બસ જ્યારે મન પડે ત્યારે નીકળી પડવું હતું. એની સન્યાસીની વ્યાખ્યા બોવ મસ્ત છે. સન્યાસ ત્યાગવો એટલે કઇ બૈરી છોકરાઓ અને પરિવારનો ત્યાગ નહીં પણ સ્વીકાર પણ ખરો.

S : રાઈટ… પણ, અલય અને સારમેય ઘણી રીતે એકબીજા કરતા જુદા પણ છે.
A : જેમ કે
S : એણે કાઈ જ પામવું નથી પણ એણે કાંઈ મેળવ્યું પણ નથી. મારી દ્રષ્ટીએ સારમેય બસ વહેતો પ્રવાહ છે. જ્યારે અલય વહેતા પ્રવાહમાં અનુભવાતી મીઠાસ જેવું મિશ્રણ… હા સ્થિર તો એ પણ નથી, પણ છતાંય અલગ છે. એક અંશે તો બંને સરખા લાગે છે. એ વાત ૧૦૦% સાચી.

A : હમ્મ રાઈટ, બટ અમુક અંશે કહી શકાય કે અલયને સરમેયની જેમ કંઈક છોડવા માટે વિચારવું નથી. પણ જેમ સારમેય જ્યાં જાય તેને માણે છે, એમ અલયને પણ બધું માણવું જ છે.

S : ઓકે… આ તો જસ્ટ એક મત હતો. હવે જરાક અલય વિશે વાત કરીએ. એટલે કે અલય જેવો જીવનસાથી કે જેની તમે કલ્પના કરો છો. પણ શું વાસ્તવમાં એક સ્ત્રી તરીકે તમે પ્રેમમાં પડ્યા પછી અનાહિતા જેવો ત્યાગ કરી શકો…? જેમ જે હુ આ વાતને સમાંતર એક વાત દરેક જણાને પૂછું છું કે કૃષ્ણ જેવો પતિ પામવાની ઈચ્છા વાળી સ્ત્રી શુ રૂકમણી ની જેમ પતિને પટરાણીઓ સાથે સ્વીકારી શકે ખરા…? ( કારણ કે કૃષ્ણ તો બધાને જોઈએ છે, પણ રાધા કે રુકમણી જેવો ત્યાગ કોઈએ કરવો નથી.)

A : હું ના સ્વીકારી શકું. અનાહિતાએ ત્યાગ કર્યો જ નથી ને ઇટ્સ લાઈક એને જે મળ્યું એ એની પસંદનું નથી, સો એ એના પસંદના વ્યક્તિને ગોતે છે એમાં ત્યાગ ક્યાં આવે છે…?

S : એજ તો તકલીફ છે. સ્વતંત્રતા ગમવી અને સ્વતંત્રતા સ્વીકારવી બંને વચ્ચે નો ભેદ સમજાય પછી જ અલય પણું કે સારમેય પણુ આવે છે. અનાહિતા એ બાંધ્યો પણ નથી અથવા અલય બંધાયો જ નથી. બંને એક જ દિશાના પ્રવાહ છે….

A : સ્વતંત્રતા ગમે છે, પણ કહે છે કે માણસ શરીરના પિંજરામાં તો રહે છે. પણ શરીર સમાજમાં કદાચ હું હજુ સ્વતંત્રતા માટે જે કિંમત અનાહિતા ચૂકવી શકે છે એ હું ન ચૂકવી શકું, રાધર કહી શકું કે જુનુંન ધીરે ધીરે આવશે સંજોગો એ સ્થિતિ સર્જશે

S : આ રિલેટેડ એક બીજો પ્રશ્ન પણ છે.. આનો જવાબ આપો તો કહ્યું
A : ઓકે એ બધું ઠીક છે, પણ અનાહિતાએ ત્યાગ ??
S : એણે અલયને રોક્યો નહિ. એ પણ ત્યાગ જ કહેવાય ને…? ક્લાઈમેક્સ કદાચ હું ભૂલી રહ્યો છું
A : હા, એમની શરત હતી અને અનાહિતાએ શરતોને આધીન જ અલયને મળવાની ના કહી, જો અનાહિતા જ શરત તોડે તો પછી અલયની અનાહિતાને મળવાની ઈચ્છા એ પણ લાજીબ જ છે ને…?

S : હા.. યાદ આવ્યું… આ શરતો પણ એક રીતે સંપૂર્ણનો સ્વીકાર હતો ને…? પણ પ્રેમમાં તો શરતો હોય જ નહીં. એટલે અતરાપી અને ડિજિટલી યોર્સની સ્ટોરી તો અનાહિતાની દ્રષ્ટિએ બહુ ભિન્ન બની જાય છે

A : પ્રેમમાં કદાચ બંધન હોતું જ નથી, બાંધીને તો પક્ષીને રાખી શકાય કેમ કે એ કઇ કહી શકે નહીં. જ્યારે જીવતા માણસને કયા શુધી કેદ કરી શકાય…?

S : ધેટ્સ ધ પોઇન્ટ… શરત જેવું કંઈ આવે એટલે પ્રેમ શબ્દની તથ્યતા જ ડહોળાઈ જાય.
A : ડિજિટલી યોર્સનો હાર્દ જ એ છે કે પ્રેમ શરતો સાથે પણ થઇ શકે અને પોતાના ફાયદા ગેરફાયદા જોઈને પણ થઇ શકે. થોડુક એ વિશે પણ કહું, જો મને કોઈ વ્યક્તિ સ્વતંતાનું પ્રોમિસ આપે આજીવન તો કદાચ હું એને સ્વીકારું.

S : સમજવામાં કચાસ.. હું સ્વીકાર દ્વારા થયેલા બંધનની વાત નથી કરતો
A : Plz ફરી સમજાવો
S : હું બંધન દ્વારા થતા સ્વીકારની વાત કરું છું. બંનેમાં બહુ મોટો ફર્ક છે, આ સમજાય તો બધું સમજાઈ જાય. જેમ અંત સત્ય છે, પણ છતાય કોઈકની હત્યા પાપ છે. કઈક આવું જ સ્વીકાર અને શરતોમાં હોય છે.

A : યાર મારે એટલું ઊંડું સમજતા હજુ વાર લાગશે.
S : કઈ મુશ્કેલ છે જ નહી. કારણ કે એને સમજવા ઘણું ફંફોસવાણી જરૂર જ નથી. અનાહિતા અલય કે એવા હજારો પાત્રો કરતા પહેલા પણ આ બધું રાધા કૃષ્ણ જીવીને જ ગયા છે. જ્યાં તમારા સ્વતંત્રતા, સ્વીકાર, પ્રેમ અને મુક્તતા બધાના જવાબો પ્રત્યક્ષ છે જ

A : એક સવાલ છે, કે શું બંધનના કોઈ પ્રકાર ખરા…?
S : બંધન બંધન જ હોય… પ્રકાર તો પાડો એટલા પડે.
A : બંધન મા અકળામણ ક્યારે થાય. કે પછી બંધન સાથે અકળામણ જોડાયેલઈ જ 6
S : બંધન જ અકળામણ છે. જરૂરી નથી દમ ગળું દબાવવાથી જ ઘૂંટે… અતિશય રોક ટોક અને શંકા કુશંકાઓ દ્વારા પણ દમ ઘૂંટવા લાગે છે. આ જસ્ટ ઉ.દા. માટે છે હો.

A : રાઈટ
S : ચાલો બીજો પ્રશ્ન લઈએ જે આનો જ પર્યાય છે.
A : ઓહકે
S : શકયતા અને વાસ્તવિકતા વચ્ચે આ બુકના આધારે તમને કેવા પ્રશ્નો થાય…? એવા દરેક પ્રશ્નો જેના અનાહિતાની સાથે તુલના કરવા જતાં તમે આપી જ નથી શકતા. આમાં તમે મુક્ત રીતે પણ અભિવ્યક્ત થઈ શકો છો.

A : હા, પતિ હોવા છતાં કોઈ વ્યક્તિને એના જેટલો જ પ્રેમ કરી શકવો કદાચ શક્ય હશે, બટ વાસ્તવિક રીતે હું ના કરી શકું. એવું નથી કે હું અનાહિતાને સંપૂર્ણ સ્વીકારી નથી શકતી, પણ હું હજુ સમાજથી ડરું છુ. અનાહિતાને તો કલેરીફિકેશન આપવા પણ જરૂરી નથી લાગટા, જ્યારે મારે તો ડગલેને પગલે એ હોય જ છે. શક્ય છે કે આપડે કોઈને પણ બિનજરૂરી જવાબ ન આપવા ઇચ્છીએ તો કરી શકીએ, પણ વાસ્તવિક રીતે જોઈએ તો સમાજની બેડીઓ નથી જ કરવા દેતી. અને હા, અલયનું આ રીતે કોઈને પણ જવાબ આપ્યા વિના જતું રહેવું એ અંકિત ભાઈ પણ એને યોગ્ય નથી જ માનતા. પણ વાસ્તવમાં તો, જે આ કરી શકે છે એ જ ખુશ રહી શકે. હું જાણું છું કે આ સ્વાર્થીપણુ છે, જ્યા બસ ખુદનો જ વિચાર છે. પણ જ્યારે આપડે જ ખુશ ન હોઈએ તો બીજાને કેમ ખુશ રાખી શકીએ.

S : દુનિયા સ્વીકારે પણ છે, અને પરણ્યા પછી પણ તમે પ્રેમ કરતા જ હોવ છો. બસ પ્રેમ કોને કરવો એના દાયરાઓ નક્કી કરી નાખવામાં આવ્યા છે.

A : જેમ કે…?
S : વાસ્તવમાં તમે પરણ્યા પછી પણ પ્રેમ તો કરતા જ હોવ છો. અને તમારી જાણકારી ન હોવા છતાં દુનિયા આ સ્વીકારે પણ છે. આ સત્ય જ છે. પણ બીજું સત્ય આ પણ છે કે માત્ર ત્યારે જ તમે દુનિયા માટે દુષ્ટ બની જાઓ છો, જ્યારે આ પ્રેમ અન્ય પુરુષ પાત્ર સાથે હોય… અથવા પુરુષ તરીકે પોતાની જાત મુકો તો જ્યારે આ પ્રેમ અન્ય સ્ત્રી પાત્ર સાથે હોય… (અન્ય એટલે એ કે સ્ત્રી માટે લગ્ન પછી ભાઈ, પિતાના સબંધો સ્વીકાર્ય છે. પુરુષમાં બહેન કે માતા સ્વીકાર્ય સબંધ છે. જો કે બદલાવ આવે છે પણ હજુ અમુક જ પ્રજાતિમાં…)

A : એકદમ ખરું કહ્યું, પણ એ પ્રેમ ક્યારેય અભિવ્યક્ત નથી થઈ શકતો.
S : અભિવ્યક્ત થાય તો પણ આ લોકો દ્વારા પ્રેમનો પર્યાય જ બદલી દેવાય છે. અને ઓછામાં પૂરું કાયદાકીય રીતે પણ તમે જ દોષી ગણાઈ જવાના. કારણ કે રક્ષક ગણાતા દરેક તંત્રમાં પણ એવા જ માણસો બેઠા છે. જે કેટલાક દશકોથી સમાજિકતા વાળી હીન માનસિકતાથી પીડિત છે

A : હા,
S : જો કે આમ જોતા, સ્વાર્થી પણું તો અનાહિતાનું એમ ઇચ્છવુ પણ છે કે અલય એની પાસે અથવા સાથે રહે. શુ તમને નથી લાગતું…?

A : હા, પણ ત્યારે જ્યારે એ અચાનક જાય છે. પણ એણે અલયને રોક્યો તો નથી જ, બસ એને વિદાય સરખી રીતે ન કરી શકી એનો વસવસો, છેલ્લી વાર પોતાને એની સામે ઠાલવી ન શકી. છતાય છેલ્લે એ કહે જ છે, કે તું તો ખરો સાધુ નીકળ્યો. જો કે અનાહિતા પણ અલયની મળવાની જીદ પુરી ન જ કરત, મતલબ કહી શકાય કે બન્નેએ શરત સાથે પ્રેમ કર્યો અને શરત નિભાવી ન શક્યા ત્યારે જ અલગ થયા. અનાહિતાએ પણ અલયને એના સાધુપણા સાથે જ સ્વીકાર્યો છે.

S : પણ આ બધા બંધનો શા માટે…?
A : બંધનો પણ હોઈ શકે. બની શકે કારણ કે લોકોને તો આપડે સાફસુતરા જ સ્વીકારીએ છીએ ને, સહેજ પણ પ્રતિભા પર દાગ પડ્યો તો કહેશે કે કચરાને ખસેડો. કદાચ એટલે પણ અમુક બાબત આપડે છાને છુપે જ કરવી પડે છે. કારણ કે જાણ ન હોય ત્યાં એ લોકોને વાંધો પણ ન આવે

S : એક્ઝેટલી… આ દોષ માનસિકતાનો વધુ છે.
A : રાઈટ
S : જો સ્વીકાર્યો જ હોત તો મળવાની ના પણ એણે ન કહી હોત… અને કદાચ અલય પણ આ માટેની જીદ ન કરી શક્યો હોત… ક્યાંક ને ક્યાંક અહીં પણ સ્વીકાર ક્ષતિ પૂર્ણ છે.?

A : હા, અલયની એક વાત મને ગમી છે, કદાચ હોઈ શકે કે જેમ એ કહે છે કે પ્રેમ શરત સાથે પણ થઈ શકે, પણ જો બન્નેને એક થવું હોય તો શરતો સાથે તો ન જ થઈ શકે. કારણ કે શરતો હમેશા ચોસલા જ પાડે છે. કદાચ આ જ કારણ હશે બન્ને એક ન થયા.

S : કોઈક બંધન છે જે અહીં ખૂંચે છે.
A : અરે, પણ શરત સાથે સ્વીકાર હતો ને અને શરત જ એ હતી કે એ ક્યારેય નય મળે
S : શરત અને પ્રેમ એક નાવડી પર ત્યારે જ બેસી શકે જ્યારે પરસ્પર સ્વીકાર હોય… પણ અંતે તો એ નાવડીમાંથી બંને પોતપોતાની રીતે કુદી રહ્યા છે. આ નવલકથામાં.

A : હા, કહી શકાય. પણ જનરલી જેનો હાર્દ પૂરો ન થતો હોય, ત્યાં એના પર વધુ ફોકસ કરવું હિતાવહ નથી આપડે એવું જ માનીયે છે. અહીં શરત જ હાર્દ છે, જે એમને જોડે છે અને વિખુટા પણ પાડે છે. અને હું કહી શકું કે અહીં અલયનો અહમ અને એની મળવાની જીદ બન્નેના અલગ થવાનું કારણ છે. એ કહે છે કે જો અનાહિતા મહેતા હું કઈ તારું પાળેલું કૂતરું નથી, કે તું કહે તો બેસું ન તું કહે એ કરું. અહીં અહં જ દેખાય છે, અને અનાહિતા અહં માટે કહે છે કે

S : એજ તો હું કહી રહ્યો છું… ક્યાંક ને ક્યાંક આ સ્વીકાર તૂટે છે. અને જ્યારે સ્વીકાર તૂટે છે ત્યારે શરતી પ્રેમ અસંભવ થઈ જાય છે.
A : સ્ત્રી પુરુષના સબંધમાં પરસ્પરનો વિશ્વાસ જેટલો જરૂરી છે, એટલી જ મહત્વની છે અહંકાર શૂન્યતા. અહંકારમાં બંનેને પક્ષે તૂટવાનું જ આવે છે. અહંકાર મા વ્યક્તિ ભલે જીતી જતી, પણ એ સામેની વ્યક્તિને હારી જતી હોય છે અને અહીં અલયનો અહં જ અનાહિતાને હારે છે એમ કહી શકું.

S : ક્યારનો હું આ જ મુદ્દા પર તો જઈ રહ્યો છું… તમે પુસ્તકનો બેક કવર ફોટો બતાવ્યો જ્યાં લખ્યું છે કે ‘પ્રેમ માત્ર શરતો મુજબ જ નહીં, પણ પોતાના ફાયદા ગેરફાયદા જોઈને ઓણ થતો હોય છે.’ પણ આ કથન ત્યાં સુધી જ શક્ય છે, જ્યાં સુધી બંને પક્ષે સ્વીકાર યથાવત રહે છે. બાકી જ્યાંરે એ સ્વીકાર અસ્વીકાર થાય, ત્યાં આ સ્થિતિમાં પ્રેમ શક્ય નથી. કારણ કે અલય દ્વારા મુકવામાં આવતી જોવાની ઈચ્છા સામાન્ય છે. પણ જ્યારે સામે પક્ષે તમારી આ ઇચ્છાનો અસ્વીકાર થતો હોય ત્યારે આ જ જોવાની ઈચ્છા અસામાન્ય બની જાય છે.

A : હા, તો કહી શકાય કે સ્વીકાર તૂટતો નથી. બસ અહં ત્યાં નડે છે, કે શું જેને ચાહિયે એના માટે શરતોમાં કંઈક બાંધછોડ ન કરી શકીયે. પણ અહીં બાંધછોડની જગ્યા જ નથી ને અમુક શરતો સાથે
એટલે કદાચ અહમ પણ કહી શકાય એને કે મારુ કહ્યું થવું જોઈએ. મારી ઈચ્છાને માન હોવું જોઈએ, પણ એની નહીં. કુલ મિલાકર કહીયે તો અહં જ છે જે અહી બંનેને અલગ કરે છે

S : અહમ પણ અસ્વીકાર દ્વારા થતી આડપેદાશ છે… હું આખી ગીતાને જો બે શબ્દોમાં કહી દઉં કે પ્રેમ અને સ્વીકાર… પણ આ કોઈ નિષ્કર્ષ નથી. આ તો શાસ્ત્રોનું હાર્દ છે. એજ રીતે અનાહિતા અને અલય વચ્ચે થતી સમસ્યાનું હાર્દ અંતે તો સ્વીકાર અને અસ્વીકાર જ છે ને…?

A : હા કહી શકાય. સ્વીકાર પણ છે અને અમુક અંશે અસ્વીકાર પણ… આઈ થિંક હું જવાબ નહીં આપી શકું. મારી રીતે કહું તો સામેની વ્યક્તિની ‘ના’ ના અસ્વીકારનો સ્વીકાર નથી, મતલબ તમે કહો છો એ આમ જોઈએ તો સાચું જ છે

S : લગ્ન પછી અનાહિતાના સબંધો તમને ક્યાં પ્રકારે વિચારવા મજબુર કરે છે…?
A : લગ્ન પછી અનાહિતાની જેમ મને બંધન નહીં પરવડે. આ સ્ટોરી વાંચ્યા પછી મેં નાની સ્વતંત્રતાઓ મેળવવાનું તો શરૂ કર્યું જ છે, પણ મોટો બળવો હજુ નથી કરી શકી. પણ કદાચ લગ્ન પછી પણ હું પ્રેમ કરું, જો મને પસંદનું પાત્ર ન મળ્યું હોય તો અથવા હું જીવનમાં ઘૂંટતી હોઉં તો. અહીં તો અનાહિતા લગ્નથી ખુશ છે, તોપણ એને મરજીનું પાત્ર જોઈએ છે. પણ મને એવું પાત્ર મળ્યું કે જેના સાથે હું ખુશ પણ રહું અને આઝાદ પણ, તો હું એક્સ્ટ્રા પ્રેમની ધખના નહીં રાખું. પણ કદાચ હું ખુશ નહિ હાઉ તો બળવો કરીને પણ, પોતાનું પસંદગીનું જીવવાનું પ્રયતન કરીશ.

S : ઓહ, તો પસંગીનું પાત્ર મળવું અને પ્રેમની ધખના રાખવી, શુ આ બહું અલગ નથી
A : રાઈટ, છે જ…

S : કારણ કે આ દુનિયા તો અનાહિતાની જીવન જેટલી સરળ પણ નહીં હોય… અને બને તોય અલય મળે એવી આ યુગમાં શકયતા બહુ ઓછી છે.
A : કદાચ એટલે જ અનાહિતા મને ગમે છે. કદાચ લાઈફ ટાઈમ એક જ પ્રકારનો પ્રેમ ન રહે તો હું ધખના પણ નહિ રાખું. યુ નો વૉટ મને હજુ રિયલ કહી શકાય એવો લવ નથી થયો, ખબર જ નથી લવ લાઈફ સો… આઈ મીન, મેં રાજ ગોસ્વામીની એક પોસ્ટ જોઈ હતી કે અમુક ટાઈમ પછી અટ્રેકસન ખતમ થાય કે બોરિંગ લાઈફ લાગે, ખબર નહિ પ્રેમમા એવું હોય કે નહીં.

S : લવ લાઈફ ઇઝ નોટ અ ઇમેજીનેશન… ઇટ્સ અ ટ્રુથ બિહાઇન્ડ પ્રેઝન્ટ થોઉસન્ડ્સ ઓફ સ્ટેરીઓટાઈપ્સ એન્ડ બેરીયર્સ ઓફ ઈડિયટ ટાઈપ મેન્ટાલિટીઝ.

A : વાહહ
S : પ્રેમ એ પ્રેમ જ હોય… અજના યુગમાં આ પ્રશ્ન સમજતા જ સદીઓ લાગી જાય. જ્યાં જે ક્ષણે એમ લાગે કે બસ, હવે કાઈ નથી જોઈતું. એ ક્ષણ જ પ્રેમ… ધેટ્સ ઓલ

A : હા અને તમે કહ્યું હતું ને કે કૃષ્ણ અને રાધા અનાહિતા અલય કરતા પણ પહેલા શીખવી જ ગયા છે એ બધું, બટ આજે બી કદાચ એમનો પુરે પુરો સ્વીકાર નથી. જેમ કે ઓશો પણ કહેતા કે, કૃષ્ણને કોઈ સંપૂર્ણ ચાહી જ નથી શક્યું અને એ સમય અને અત્યારના સમયમાં તો ઘણો ફેર છે. ત્યારે લાજીબ હતું અને આ તો આધુનિક સમયની અનાહિતા જ્યા પગલે પગલે સમાજની બેડીઓ ત્યાં આવા વિચારો પર ચાલવું ઘણું અઘરું છે.

S : આજે સ્વીકાર અને પ્રેમનો કોઈ અહેસાસ બચ્યો જ નથી… કારણ કે અહેસાસની વ્યાખ્યા ન હોય… એના માટે શબ્દો જ ન હોય.. જ્યારે આજકાલ તો બધાને બધું ડિસ્ક્રાઇબ કરવા કરાવવાની ધૂન લાગેલી છે.

A : રાઈટ
S : ઊંડાણમાં રાધા કૃષ્ણને સમજીએ તો રાધા… રાધા એ સ્ત્રીત્વ છે, જ્યારે કૃષ્ણ એ પુરુષત્વ છે. આ સત્ય ભુલાઈ ગયું છે. સમજાશે ત્યારે પ્રેમ આપોઆપ સામે આવશે

A : હમ્મ
S : અઘરું પણ અશક્ય નહિ… છતાં શક્ય કરવું એટલે ચંદ્ર પર જઈ આવવું.. 😊

A : શુ કૃષ્ણની બાળલીલાઓ ની જેમ એમની યુવાનીની લીલાઓ અત્યારનો સમાજ સ્વીકારે
S : એ તો તમે ઈમેજીન પણ ન કરી શકો… કે સ્વીકાર્ય બને… સંવિધાન અને કાયદાના ચોખટામાં એવું માનસિક નીચ પણું રજુ કરવામાં આવે કે આપણને કાયદા અને સંવિધાન સુધ્ધાંમાં પણ વિશ્વાસ ન રહે.

A : રાઈટ
S : જ્યાં ગીતાનું અર્થઘટન ધર્મના ચીલા પાડવા થાય, ત્યાં પ્રેમનું સાચું અર્થઘટન એમાંથી તારવી શકવું મને તો શક્ય નથી લાગતું. જો કે છતાંય પ્રેમ તો અજર અમર છે. એ છે, હતો અને રહેવાનો જ… ચર્ચા ફંટાઈ રહી છે છતાં આપણે પ્રશ્નો ચર્ચી જ લઈએ.

A : હા, તો રાધા અને રૂકમણી વચ્ચે તમે શું ભેદ જુઓ છો…?
S : કોઈ જ ભેદ નથી… કારણ કે કાના માટે રાધા અને રૂકમણી અલગ અસ્તિત્વ જ નથી. એમના માટે પ્રેમની ઉપસ્થિતિ મહત્વની છે

A : તો શું દરેક સ્ત્રી કૃષ્ણાયનમાં કાઝલ બેન કહે એમ સરખી સરખી વિચારધારા જેવી જ હોય…?
S : કૃષ્ણાયન મારી ફેવરેટ બુક છે, પણ હું એને વાસ્તવિક સત્ય નથી માનતો. કારણ કે એ કાજલ બેનનો કાનો છે. મારા વિચારે તો દરેકનો કાનો અલગ હોય. આમ પણ કૃષ્ણ તો અચેતન છે, કોઈને પૂરો સમજાય જ નહીં.

A : શુ કૃષ્ણ એ સ્વીકારી શકે, જે રાધા કે રૂકમનીએ સ્વીકાર્યું…?
S : એ સ્વીકારી ચુક્યા હતા… ( આ પ્રશ્નની વિગતવાર ચર્ચા ફરી ક્યારેક. આપણે ફરી વિષય પર પાછા ફરીએ.) જો કે એવું પણ કહેવાય છે કે ભાગવતમાં રાધાના અસ્તિત્વનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ( આ પણ બાહરી ચર્ચાનો વિષય છે, જે ફરી ક્યારેક…)

S : તો તમે તમારા ફ્યુચરને તમારા અનાહિતા વાળા પસંદગીના પાત્ર સાથે સમાંતર રહે એ આધારે કેવી રીતે નિહાળો છો…?
A : હા, હું ઈચ્છું કે મારે પણ અલય જ જોઈએ. એનું અલગારીપણુ જોઈએ. હા, સારમેય જેમ એ ચાલ્યો પણ જાય તો મને સ્વીકાર્ય જ રહેશે. કેમ કે મને પણ આજ સુધી કોઈને છોડવામાં થોડો જ ટાઈમ તકલીફ રહે, પછી તો હું ફાઇન જ હોઉં. સો હું અનાહિતા બનવા તરફ તો જઇ જ રહી છું. નાની સ્વતંત્રતાની ઉપલબ્ધી મળી છે, બસ હવે મને અલયનો ઇંતજાર છે.

S : તો અલય પછી બીજા કોઈ પ્રલયને (આઈ મીન અન્ય વ્યક્તિ) સ્વીકારી શકો ખરા…?
A : પ્રલય 😀 😀
S : પ્રાસ બેસાડ્યો ( એક સમયે કવિ બનવાનો અખતરો પણ કરેલો છે એટલે આદત છે.)
A : આનો જવાબ કદાચ હું નહીં આપી શકું. હા પણ અને ના પણ નબાતુલાફાસલા.
S : જવાબ આપવો જોઈએ, કારણ કે આ પ્રશ્ન તમારા અલગારી તત્વને સ્પષ્ટ કરી શકે
A : જો એવું જ અલગારીપણું મને મળશે, તો હા… એવી જ અનુભૂતિ થશે, તો હા…
S : વાહ… એજ તો
A : હમ્મ
S : કારણ કે જો જવાબ ના હોય, તો તમે પ્રેમને વ્યક્તિ આધારિત ગણો છો એ સ્પષ્ટ છે.
A : રાઈટ
S : પણ તમે કહ્યું હા, ઇટ મિન્સ તમે પ્રેમને સ્વીકારો છો. વ્યક્તિ થઈ કોઈ ફરક નથી પડતો
A : હા, બિલકુલ…
S : આ મુદ્દાની વાત છે. જે આપણા સભ્ય સમાજમાં કદાચ બદચલન પણું કહેવાય છે.

A : ઘણીવાર એવું બને કે તમને લાગવા લાગે કે પ્રેમ છે, ઘણા વ્યક્તિ આવે તમારા લાઇફમાં પણ જાણે એવું ન સમજાય કે બસ આ જ… આ જ એ વ્યક્તિ છે જેની ચાહના છે. લાઈક હજુ પ્રેમ શું છે એની તો ખબર જ નથી.
S : આ સ્થિતિને મૃગ તૃષ્ણા કહેવાય… એવાની ચાહના જે તમને કદાચ જ મળે. કારણ કે પ્રેમ કોઈ વ્યાખ્યા નથી, કે અમુક વિવેચન બાદ તમે એના પર સાચા ખોટાની મહોર મારી શકો.

A : હમ્મ બટ જેવું અનાહિતા ફિલ કરતી હતી એમ એ વ્યક્તિ સામે ઠલવાઇ જવું એ જ હોઈ, ત્યારે ચેતનવંતુ મહેસુસ કરવું એવું બધું ન પણ થાય. આઈ મીન જે એ ફિલ કરે એવું જ ફિલ આપણે કરીએ એવું જરૂરી નથી. પણ છતાય એનું હોવાપણું આપણા અસ્તિત્વનું કારણ લાગે. આઈ થીંક આઈ કાન્ટ એક્સ્પ્લેઇન.

S : ન સમજાય એને છોડી જ દેવું. કારણ કે બહુ ઊંડાણ સુધી જવાનું વિચારો તો, કોઈનું અસ્તિત્વ જ સત્ય નથી. પણ અહીં સુધી આપણે ન જવું જોઈએ, કારણ કે સંસારી લોકો માટે આ ઊંડાણ હાનિકારક છે. જીવનમાં આનંદ રહે એ મહત્વનું છે, સમજાય એટલું સમજવાનું બાકી છોડી દેવાનું.

A : અને હા, હું એમ કહેતી હતી કે તમારા સવાલ એકદમ સચોટ ને વિષ્યબદ્ધ હોય છે, અને હું એક સામાન્ય વાચક છું તો ક્યાંક આ વાતચીત બાદ હું હાસિપાત્ર ન બનું હો. મારાં વિચારોને લીધે મતલબ એકદમ સચોટ જવાબ કદાચ ન પણ હોય.
S : હું પણ સાહિત્ય જગતમાં બાળક જ છું. અને થોડું ઘણું સારું અરુ વાંચ્યા પછી તો મેં મારી જાતને લેખક કહેવાનું પણ બંધ કર્યું છે. અને લખવાનું પણ અમુક સમય પૂરતું બંધ જ છે.

A : નહીં તો પણ તમે ઘણું વાંચ્યું છે મારા કરતાં
S : આ બધી મોહમાયા છે. આપણે બીજા પ્રશ્ન તરફ વધીએ…
A : ઓહ, હા…
S : તમે આ પુસ્તકના આધારે… પ્રેમની કેટલે અંશે વ્યાખ્યા કરી શકો…? અને કઈ રીતે (તમારા મત પણ પુસ્તકના આધારે… સ્વતંત્ર નહિ)

A : જેમ કે પ્રેમ બસ ચાહવું છે પામવુ નહિ, જરૂરી નથી કે પામી જ લઈએ.
S : તો અનાહિતા અને અલય વચ્ચેના સંબંધોમાં ક્યાં લેવલ પર પ્રેમની વિભાવના ડગી જતી લાગે છે…?

A : હા, હું મારા વિચારો કહું તો આપણે જેને પણ પસંદ કરવા લાગીએ છીએ એને મળવાની સહેજેય ઈચ્છા ન રાખવી જોઈએ. મતલબ પામવું એ મને જરૂરી નથી લાગતું. પણ મળી જઈએ તો એનાથી વિશેષ કોઈ ખુશી પણ ન હોઈ શકે.

S : કોઈ લેખકનું એક વાક્ય છે, દરેક વખતે લેખન જેટલો સારો લેખક ન પણ હોય… (આ દરેક સંદર્ભે સમજમાં લઇ શકાય.)
A : રાઈટ
S : પામવા શબ્દને કઈ દ્રષ્ટિએ તમે નિર્ધારિત કરી રહ્યા છો…?
A : મતલબ જેમ અલય એને મળવા ઈચ્છતો કે એની મતલબ એની સાથે જ જીવન પસાર કરવું કે બીજી રીતે

S : જોવાની ઇચ્છા પામવાની ઈચ્છા ન પણ હોય… અને હોય પણ ખરી.. કારણ કે સહજ ઈચ્છા અને સ્વાર્થપૂર્ણ ઈચ્છા વચ્ચે બહુ પાતળી રેખા છે.
A : હા, એકદમ સાચું. આ જ પાતળી ભેદરેખા સમજવામાં થાપ ખાઈ જવાય છે.

S : લેખક વિશે તમે શુ માનો છો… આઈ મીન આ સ્ટોરી વાંચીને લેખક વિશે કયા પ્રકારનું કલ્પના ચિત્ર તમે બનાવી શકો…?
A : હા, ખબર નહિ પણ એમની પ્રસ્તાવનામાં એ પોતે કહે છે કે એક મિત્ર જોડે એમને ઘણી ચેટ દ્વારા વાતો થતી, એ કહેતા કે લોકો જેમ આ વર્ચ્યુઅલ વર્લ્ડમા જેવું બતાવે એવું જીવતા હશે ખરા…? રામ જાણે… એમ હું પણ કહું છું, કે કદાચ મારા વિચારો કલ્પનાના સાથિયા જ હોય. પણ કવિની કલ્પના પણ ક્યારેક તો સાચી પડે જ છે ને…? આઈ નો કે લેખક જેવું લખે એવું જ જીવતા ન હોય. પણ એ કહે છે કે વર્ચ્યુઅલ મિત્રતામાં એમને એક બેસ્ટ ફ્રેન્ડ મળી, એમ મને પણ ઘણા સારા મિત્રો મળ્યા છે. તો હું એમની વાત સાથે સહમત છું, કે આ આભાસી દુનિયામાં પણ સારા લોકો મળે જ છે. હા, આ નોવેલ પણ એની જ દેન છે

S : પણ એના દ્વારા તમે લેખકનું વ્યક્તિ ચિત્ર શાબ્દિક કઈ રીતે કરી શકો…? એ પ્રશ્ન છે
A : હા, એ અલય પણ નથી. અનાહિતા જેવી સ્ત્રી એમના મસ્તીસકમાં હતી કહી શકાય. પણ એના જેવું જીવવું કદાચ અઘરું છે, એ પણ તેઓ માને છે. અને અલયના અલગારી પણા વિશે પણ એ કહે છે, કે કોઈને દુઃખ પહોંચાડીને આપડે ખુશ ન રહી શકીએ. મતલબ એમના જ પાત્રો હોવા છતાં બધી રીતે એની ફેવર નથી કરતા. એમને પણ જે અયોગ્ય લાગ્યું એ સ્પષ્ટ કહ્યું છે. સો એકદમ જવાબદાર લેખક મારા માટે કહી શકાય

S : ઓકે… ઇનશોર્ટ તમે એમને અનાહિતા અને અલયના વ્યક્તિત્વ વચ્ચે વસતા બુદ્ધિજીવીમાના એક માનો છો
A : હમ્મ રાઈટ તમે બોવ મસ્ત રીતે ટૂંકામાં સમજાવી દીધું.

( નોધ – અહી રજુ થયેલા બધા જ વિવાદો, સંવાદો, ચર્ચાના વિષયો, પ્રશ્નો અને અભિપ્રાયો બધા જ ચર્ચા કરનારના પોતાના છે. એને લોક વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી. એટલે વિરોધ કે વિવાદને સ્થાન નથી. આ માત્ર પુસ્તકના અનુસંધાનમાં યોજાયેલ સંવાદ છે. આભાર…)


ક્ન્વર્જેસન – સર્જક અને અનાહિતા રાઠોડ વચ્ચે (સોસીયલ મીડિયા દ્વારા શાબ્દિક સ્વરૂપે)
એડીટીંગ – સુલતાન સિંહ ‘જીવન’
સંવાદ થયેલ તારીખ – ૨૦ અમે ૨૧ ઓગસ્ટ એમ ક્રમશઃ ( સંભવિત સમય)

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.