જુમ્પા લાહિરી : અમારી યુનિવર્સિટીમાં ભણતા

ભારતમાં આટલા બધા પત્રકારો હોવા છતા, આંગળીના વેઢે ગણો તેટલા લોકોએ જ પુલ્તિઝર પ્રાઈઝ જીત્યુ છે. 1932માં ગોવિંદ બિહારી લાલ, પછી છેક 2000માં જુમ્પા લાહિરી ઈન્ટરપ્રિટર્સ ઓફ મેલેડિસ માટે, ત્યારબાદ 2003માં ગીતા આનંદ અન્વેન્ષણાત્મક પત્રકારત્વ માટે. તેના પછી આવે 2011માં સિધ્ધાર્થ મુખર્જી એન એમ્પરર ઓફ ઓલ મેલડીઝ એન ઓટોબાયોગ્રાફી ઓફ અ કેન્સર જેવુ મસમોટું નામ ધરાવતી 500 પાનાની ચોપડી માટે. તેના પછી 3 સેક્શન નામના કવિતા સંગ્રહ માટે વિજય શેષાદ્રીને

જેમાં બીજા નંબરના જુમ્પા લાહિરી. હવે તમને ઉપરનું વિધાન સમજાવુ. શા માટે જુમ્પા લાહિરી અમારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ? અંગ્રેજી ભવનમાં એક છોકરી, જ્યારે જોવ ત્યારે તેના હાથમાં જુમ્પા લાહિરીની જ બુક હોય. ચંદ્રકાંત બક્ષીની ભાષામાં કાળી છોકરી. તેથી અમારા ભવનના દિગ્ગજો એ તેનું નામ જુમ્પા લાહિરી પાડી દીધેલુ. હવે તેણે જુમ્પા પર એમ. ફીલ. કે પીએચડી કર્યુ તે તો ખબર નથી, પરંતુ તેને જુમ્પાનું સાહિત્ય વાચવાનો શોખ અઢળક. જુમ્પા લાહિરીની સુંદરતા મારા દિલમાં ઉતરી ગયેલી. આજે પણ વિચારો આવે કે સારી લેખિકાઓને હેન્ડસમ પુરૂષો પરણતા નથી.

11 જુલાઈ 1967માં ઈંગ્લેન્ડમાં જન્મેલ જુમ્પાનું સાચુ નામ નિલંજના સુદેશના લાહિરી ત્યારબાદ ગુનો કર્યા વિના ઉર્ફે થયા જુમ્પા લાહિરી. તેમનું એક વિધાન છે, જે ઉપરના ફકરા સાથે તદ્દન મેચ થાય છે, હું અહીંયા પેદા નથી થઈ, પણ આવુ થઈ શકતુ હતું. ખૂબ અઘરૂ વાક્ય છે. જેથી હું વિવેચન નહીં કરી શકુ, પણ તેઓ ખૂદને અમેરિકન માને છે. લાહિરી તેના પિતાની અટક, જે લાઈબ્રેરીમાં કામ કરતા અને આ નામ તેના માટે ખ્યાતનામ બની ગયુ. પિતા લાઈબ્રેરીમાં હોવાના કારણે તેને વાચવાના વિચાર ગળથૂથીમાં મળ્યા અને માતા ભારતીય હોવાના કારણે તેના વિચારો ભારતીય રહ્યા. જે તેમની નવલકથા અને વાર્તાઓમાં ટપક્યા કરે છે. જુમ્પાના માતાનું એવુ માનવુ હતું કે, તેના બાળકો બંગાળમાં પોતાનું જીવન પસાર કરે અને થોડી ભારતીય સંસ્કૃતિ સાથે ઘુલેમીલે, પણ આવુ થયુ નહીં. તેમ છતા કોઈ કોઈવાર બંગાળમાં આવતા જતા રહે. બાળપણમાં જ્યારે સ્કુલમાં ભણતી ત્યારે તેના નામનું ઉચ્ચારણ કાઢવુ અતિ મુશ્કેલ હતું. હવે ટીચરને આ સમજાઈ નહીં. તેમણે તેને એક અલગ નામથી બોલાવવાનું શરૂ કર્યુ, જે નામ જુમ્પા. એટલે પિતા તરફથી લાહિરી અને શિક્ષકના પ્રોનાઉન્સીએશનથી જુમ્પા. બંન્નેનું મિશ્રણ થઈ બન્યુ જુમ્પા લાહિરી. તેમની પહેલી નોવેલ નેમસેકના નાયકનું નામ ગોગલ હતું. જે તેમને પોતાના નામની પ્રેરણા પરથી જ લખેલુ. 1989માં અંગ્રેજીમાં સ્નાતક થયા અને પત્રકાર પતિ સાથે લગ્ન કર્યા. પતિના કારણે લખવાનો મોહ જાગ્યો. લઘુકથાઓ પર હાથ અજમાવ્યો, પરંતુ લખ્યા બાદ જ્યાં પણ ગયા ત્યાં બધે જ તેમની કથાઓનો તિરસ્કાર કરવામાં આવ્યો. આખરે 1999માં ઈન્ટરપ્રિટર ઓફ મેલોડિઝ નામે તેમનો પ્રથમ વાર્તા સંગ્રહ પ્રકાશિત થયો. અને પહેલી બુક માટે જ પુલ્તિઝર પ્રાઈઝમાં નામાંકન મળી ગયુ. તેમની વાર્તાઓમાં સંવેદનશીલતા અને પ્રવાસ આ બે વસ્તુઓની ખાસિયત રહી છે. જે તેમની નવલકથાઓમાં પણ જોવા મળે. તેમનું કહેવુ છે કે, ‘મને એ વાતની ખબર જ ન રહી કે મેં જે લખ્યું છે, તે ભારતીય- અને અમેરિકન આમ બંન્નેનું સંમિશ્રણ છે.’ એક વાત નોંધવી પડે પુલિત્ઝરના ઈતિહાસમાં આ માત્ર સાતમી વાર બન્યુ જ્યારે કોઈ વાર્તાસંગ્રહને પારિતોષિક એનાયત કરવામાં આવ્યુ હોય.

2003માં જુમ્પાએ નવલકથા લખી. જેનું નામ નેમસેક. ઘણી નવલકથાઓ તેના ટાઈટલના કારણે ગમતી હોય, તો તેમાં નેમસેક એક છે. ગાંગુલી પરિવારની કથા. કલકતામાં જન્મેલા માતા પિતા જેઓ પોતાની યુવાનીમાં અમેરિકામાં આવી વસવાટ કરે છે. જ્યાં તેમના સંતાનો ગોગોલ અને સોનિયા અમેરિકન સંસ્કૃતિમાં ઉછેર પામે છે. અને પછી વિડંબણાઓ સર્જાય છે. 2007માં આજ ટાઈટલ પરથી ઈરફાન ખાન અને તબ્બુ વાળી ફિલ્મ પણ આવી જેનું નામ નેમસેક જ હતું. લેખકની એક મજબૂરી હોવાની જ્યારે પણ તે કંઈ લખે ત્યારે તેની આંટીઘુટીઓ તેની આજુબાજુ મંડરાયા કરતી હોય છે. અને આજ કિસ્સો વારંવાર જુમ્પાની આજુબાજુ વર્તાતો હતો. તેણે વધુ એક લઘુનવલકથા સંગ્રહ અન એક્સમન્ડ અર્થ લખ્યો. ન્યુયોર્ક ટાઈમ્સની યાદીમાં તે નંબર વન બન્યો. લોકોએ વખાણ્યો. જુમ્પા હવે ભારત જ નહીં અમેરિકાની પણ નંબર વન ઓથર બની ગઈ હતી. જેની પાછળનું કારણ લોલેન્ડ હતું.

બે ભાઈઓની વાર્તા. આ વાર્તા તમે ફિલ્મોમાં જોઈ ચુક્યા છો. રામ ઓર શ્યામ. સીતા ઓર ગીતા. જે જેફરી આર્ચરની લોકપ્રિય નવલકથા કેન એબલની ઉઠાંતરી હતી. હવે જુમ્પાએ પણ આજ ક્ષેત્રમાં ખેડાણ કરવાનું નક્કી કર્યુ. જેમાં નીલ મુખર્જીની નોવેલની માફક નક્સલવાદ ભરેલુ હતું. એટલે એવુ કહેવાય કે જે વસ્તુઓ તમને અલગ અલગ દુકાનેથી મળતી હતી, તે હવે એક જ દુકાને ઉપલબ્ધ હતી. જેમાં 15 મહિનાના ગાળામાં પેદા થયેલા બે ભાઈઓ ઉદયન અને સુભાષની વાર્તા હતી. ફુટબોલનો પ્રેમ, જે કલકતામાં જોવા મળે છે. અને નક્સલવાદને ઉમેરો એટલે નોવેલ હિટ. બુકરને ઈતિહાસ અને રમખાણ સિવાય શું જોઈએ ? ઉપરથી જુમ્પાનું અમેરિકા પણ આમા આવી જાય. નોવલ હિટ થઈ. એટલુ જ નહીં. નોવેલને બુકરમાં નોમિનેશન પણ મળ્યુ. બેશક લોલેન્ડના ભાગ્યમાં જીતવુ લખેલુ નહતું. ત્યારે ન્યુઝીલેન્ડની 28 વર્ષની લેખિકા એલિનોર કેટને આ પુરસ્કાર જીત્યુ. સૌથી નાની ઉંમરે બુકર જીતવાનો રેકોર્ડ તેના નામે નોંધાઈ ગયો. ઉપરથી બુકર ઈતિહાસની સૌથી મોટી 853 પાનાની નોવેલ પણ તેણે જ લખી. આ નોવેલનું નામ લ્યુમિનરીઝ. જોગાનુજોગ ત્યારે એલિસ મુનરોએ નોબેલ જીત્યો જેમની ઉંમર 82 વર્ષની હતી. 28નું ઉલટું 82, છે ને સાહિત્યનું જોગ સંજોગ. ( હરકિશન મહેતા)

જુમ્પાનું એવુ માનવુ છે કે, તમારૂ પુસ્તક કોઈ ખરીદે આ માટે કવર સારૂ હોવુ જોઈએ.( બેન અમે ગુજરાતીમાં તો આવુ ધ્યાન નથી રાખતા.) તેમણે પેંગ્વીનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કરેલી. માણસે કપડાં સારા પહેર્યા હોય તો સારો દેખાય એવુ તેમનું માનવુ છે. તેથી ચોપડીઓને પણ સારા કપડા પહેરાવવા. તો તેમની લેખનશૈલીનું કંઈક એવુ છે કે, શરૂઆતમાં પ્રકૃતિનું વર્ણન કરે છે. ‘On a sticky August evening two weeks before her due date, Ashima Ganguli stands in the kitchen of a Central Square apartment, combining Rice Krispies and Planters peanuts and chopped red onion in a bowl.’

તેમની લેખનશૈલીની સૌથી મોટી ખાસિયત એ કે તેઓ હંમેશા પતિ-પત્નિમાં વિખવાદ ઉભા કરે છે. જે અત્યારની સમસ્યા છે. ફિલોસુફી તેમની વાર્તાઓ અને નોવેલમાં ખૂબ ભરેલી હોય છે. વારંવાર ડોઝ નથી આપતા પણ કોઈવાર જોવા મળે. કહાનીનું તત્વ મરી પરવારે નહીં આ માટે ઈમોશનલ એલિમેન્ટ ઠાંસી ઠાંસીને ભરે. હાસ્યનો ઉપયોગ કરતા નથી. એક જ પરિવારની કથાને બેથી ત્રણ પેઢી સુધી લંબાવે. બસ આવુ લખે છે. વધુ વાચી લેવા તેમને.

~ મયૂર ખાવડુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.