કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૬ )

‘કાંચી બેનર્જી’ ! એમાં મને મારી નવી વાર્તા દેખાઈ રહી હતી. એક શ્યામ, આત્મ્વીશ્વાસુ, સ્વાભિમાની છોકરીની વાર્તા ! અને કદાચ બની શકે કે, આ તેના વ્યક્તિત્વના માત્ર, થોડાક જ પાસા હોય ! કદાચ તેની આખી સ્ટોરી આથી પણ વિશેષ હોય !

પણ હમણાં, કાંચી મારાથી દુર જઈ રહી હતી… એ લગભગ લાઈન માં થઇ, એરપોર્ટની અંદર જઈ ચુકી હતી. હું એને બહારથી પારદર્શક કાચની આરપાર જોઈ રહ્યો.

હું ઝડપથી ગાડી બહાર નીકળ્યો, અને એરપોર્ટ તરફ દોડ્યો. હું એને બુમ પાડી રહ્યો હતો,
“કાંચી… મિસ. કાંચી બેનર્જી, પ્લીઝ વેઇટ… કાંચી…”, પણ કદાચ કાચની આરપાર અવાજ જઈ શકતો ન હતો. મેં કાચ નજીક જઈ, હાથ હલાવવા માંડ્યા… એ જોઈ એનું ધ્યાન મારી તરફ ગયું…., અને હું સહેજ હસ્યો.

મેં એને ઇશારાથી બહાર આવવા કહ્યું. એ જરા મૂંજાઈ… એણે એરપોર્ટ માં અંદર નજર ફેરવી, અને પછી મને જોયું. કંઇક વિચાર કર્યા બાદ એ બહાર તરફ આવવા ચાલવા માંડી.

હું એને જોઈ રહ્યો… ! સ્કાય બ્લ્યુ રંગની સાડી ઓઢી, જાણે મારી વાર્તા મારી સામે ચાલીને આવી રહી હતી… !

“શું થયું…? કેમ પછી બોલાવી ?”, એણે બહાર આવતા પૂછ્યું.
“કાંચી…. મારે તારી સાથે વાત કરવી છે…”, મેં પણ એને ‘તું’ કહી, એકવચને બોલાવી !
“હા, બોલ…”
“અહીં નહિ… ચાલ કારમાં બેસીએ…”
“કારમાં…? અરે મારે કોલકત્તા જવા ફ્લાઈટ પકડવાની છે, અને તું…”
“અરે ચાલ તો ખરી…”, કહી મેં એનો હાથ પકડી લઇ, આગળ થયો.
મેં જાણે કોઈ અજાણ્યા જ હકથી એનો હાથ પકડી લીધો હતો ! કદાચ એને મારું એવું કરવું ન પણ ગમ્યું હોય… !

“કાંચી, હું તારી સાથે કોલકત્તા આવવા માંગું છું… તને ડ્રોપ કરવા ! અને એ પણ મારી કારમાં… !”, કાર નજીક પંહોચી મેં કહ્યું.
“વ્હોટ…? તું ભાન માં તો છે…? આ મુંબઈ છે, અને મારે છેક કોલકત્તા જવાનું છે… ! અને તું કારમાં જવાની વાત કરે છે…?”

“મને ખબર છે હું શું કહું છું… એક્ચ્યુલી, આ પાછળ મારો પણ સ્વાર્થ છે…”
“કેવો સ્વાર્થ… !?”
“મને તારામાં રસ છે…”
“વ્હોટ….?”
“આઈ મીન મને તારી સ્ટોરીમાં રસ છે… !”
“મારી સ્ટોરી? કઈ સ્ટોરી…?”
“કાંચી, દરેકની પાસે એક કહાની હોય છે… હું તારી કહાની જાણવા માંગું છું… !”
“ડોન્ટ બી ઈમોશનલ… બી પ્રેક્ટીકલ ! અહીં થી કોલકત્તા કંઇ નાની સુની વાત નથી… !”
“એ હું મેનેજ કરી લઈશ… તું બસ એમ કહે, તને તારી સ્ટોરી શેર કરવામાં કોઈ વાંધો તો નથી ને…?”
“દેખ, પ્લીઝ મારો ટાઇમ વેસ્ટ ન કરીશ… લેટ મી ગો પ્લીઝ…”, કહી એ ચાલવા માંડી !
“કાંચી… પ્લીઝ ! હું એક એવી સ્ત્રી વિષે લખવા માંગું છું, જે પોતાની ફ્લાઈટ છોડી કોઈ અજાણ્યાની મદદ માટે દોડી જઈ શકે છે ! જે ગામના લોકો વચ્ચે ઉભી રહી, લગ્નના કુંડમાં પાણી ની ડોલ ઠાલવવાની હિમત રાખે છે ! જેને નવલકથાઓ માં માત્ર સુંદર નાયિકાઓ જ કેમ હોય છે? – એવા પ્રશ્નો ઉદ્ભવે છે ! અને જે, એક અજાણ્યા સામે એક એવું વાક્ય બોલી જાય છે, જેમાં એને એક વાર્તા દેખાવા માંડે છે… ! કાંચી શું મને એક મોકો પણ નહિ આપે….?”

એ પાછળ વળી, અને મને જોઈ રહી ! એના ચેહરા પર આશ્ચર્ય મિશ્રિત ગુસ્સો દેખાતો હતો !
એ એક એક ડગ માંડતા, મારી નજીક આવી.
“તો તને લાગે છે, તે મને ઓળખી લીધી એમ… !?”
“ના કાંચી ! હું તને ઓળખવા માંગું છું… માટે જ તો તારી વાત સાંભળવા માંગું છું… !”
“પણ, એ બધા નો કોઈ અર્થ નથી… એના થી શું થશે…?”
“ઘણું બધું… મને એક નવા ઉમદા વ્યક્તિત્વ નો પરિચય થશે… શું આ ઓછુ છે…?”
“પણ તું મારી સ્ટોરી કેમ લખવા માંગે છે… હું નથી ચાહતી કે કોઈ મને લખે… !”
“ઓકે તો હું નહિ લખું બસ… પણ મને જણાવી તો શકે જ ને… !”
“આ બધું બહુ લાંબુ, અને કોમ્પ્લીકેટેડ છે….”
“સફર પણ લાંબો જ છે…”
એ થોડીક વાર ચુપ ચાપ ઉભી રહી.
“દેખ, મને કારમાં કોલકત્તા જવામાં પણ વાંધો નથી…. મને એડવેન્ચર ગમે જ છે ! પણ એક વાત કહું, તું બહુ ઝીદ્દી છે હોં… જો જે, તને આ સફર માટે પસ્તાવો જ થવાનો છે… !”

“મંજુર છે…, તો જઈએ હવે…”, કહી મેં કારનો દરવાજો ખોલ્યો.
એ અંદર ગોઠવાઈ. મેં ગાડી સ્ટાર્ટ કરી, અને રસ્તાઓ પર ભગાવવા માંડી.
“કાંચી, તે મને હજી મારું નામ તો પૂછ્યું જ નહી… ! મારું નામ…”
“વેઇટ… મને તારું નામ ન કહીશ…”, એણે મને અટકાવ્યો.
“પણ કેમ…?”
“હું તને મારી સ્ટોરી લખવા ની મંજુરી આપીશ કે નહી, એ હમણાં મને નથી ખબર… ! પણ હા, તું જયારે તારી પહેલી બુક બહાર પાડીશ… ત્યારે એ બુક પરથી હું તારું નામ જાણી લઈશ… ! ત્યાં સુધી તું મારા માટે ‘સ્ટ્રેન્જર’ જ રહીશ… એક અજનબી !”

“એઝ યોર વિશ… બાય ધ વે, આ ‘સ્ટ્રેન્જર’ નામ સારું લાગ્યું મને… !”
આ કદાચ મારા માટે જ સારું હતું ! જો એ મારું નામ જાણતી, અને એને અંદાજો આવતો કે હું ઓલરેડી એક લેખક છું જ… તો કદાચ મને એ, એની વાત કહેવામાં સંકોચ પણ અનુભવી શકતી !

“તો લખવાની શરૂઆત ક્યારથી કરી…?”, એણે મને પૂછ્યું.
“નાનપણ થી જ… ઘણા વર્ષોથી લખું છું… પણ ક્યારેક છપાવવા નો મોકો નથી મળ્યો !”
“તમને લેખકોને છપાવવા ના બહુ અભરખા નહી..!?”
“લે કેમ ? ન હોય… ? પણ મને છપાવા કરતા પણ વધુ અભરખો તો વંચાવવા નો છે… ! લખે તો કેટલાય છે, પણ જે વંચાય છે એ જ ખરા અર્થમાં લેખક છે…”

“લેખક મહોદય, તમારી ફિલોસોફી તો બહુ ભારે છે હં !”
“હા, કદાચ…”
“આવું બધું તો મારા માથા પરથી જ જાય…”
“ક્યારેક મારી વાતો જ મારા માથા પરથી જાય છે…”, અને અમે બંને ખડખડાટ હસી પડ્યા.
“પણ, જિંદગી માં ક્યારેક એવા સંજોગો પણ આવે છે, જયારે વાંચેલી, ઉપજાવેલી, બધી જ ફિલોસોફી વ્યર્થ લાગે… બસ ત્યારે એ ક્ષણને જીવી લેવાનું મન થાય ! ત્યારે તમે ન ભૂતકાળમાં ડોકી શકો, કે ન ભવિષ્ય અંગે વિચારી શકો… ! બસ એ એક ક્ષણમાં જ તમે સ્થિર બની જાઓ… !”

“જો તું પણ ફિલોસોફી થી ભરેલ વાતો કરતી થઇ ગઈ…”, મેં હસતા કહ્યું. પણ એ ન હસી !
એ બારી બહાર તાકી ને બેસી રહી.

એની વાતમાં એક અજાણ્યું દર્દ હતું… જે કદાચ ખુબ જ જલદ રીતે આકર્ષક હતું ! અને મને મનોમન ખુશી થઇ કે, મેં સાચો માર્ગ પસંદ કર્યો હતો ! એ પણ જાણતો હતો, કે કદાચ એ મને તેના માટે લખવાની ના પણ પાડી દેશે, છતાં કંઇક એવું હતું, જે મને આના વિષે જાણવા માટે ખેંચી રહ્યું હતું !
મી.બંસલ નું પ્રેશર, દરિયાનો મુસાફરી માટેનો જવાબ, અચાનક મુસાફરી, અને એકાએક કાંચી નું મળવું ! આ બધું કંઇ સંજોગ માત્ર તો ન જ હોય ને…?

ક્યાંક કંઇક હતું, જે અમને બંને ને જોડી લઇ, એક કરી ગયું હતું.
હું, માંડ 27 નો અને એક જાણીતો લેખક, અને એ કદાચ ૩૩-35ની આસપાસ ની સ્ત્રી… જે હાલ મારા માટે પ્રશ્નાર્થ ચિન્હ સમી હતી !

હું એના વિષે જાણવા ઉત્સુક હતો… પણ એ કદાચ હમણાં કોઈક ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. અને હું એના વિચારોમાં ખલેલ પંહોચાડવા નહોતો માંગતો. એટલે મેં મૌન જ રેહવાનું પસંદ કર્યું. અને એમ જ અમારી વચ્ચે એક દોઢ કલાક વીતી ગયો !

~ Mitra


Read Full Novel Here : – ( પ્રકરણ – ૧ ) | ( પ્રકરણ – ૨ ) | ( પ્રકરણ – ૩ ) | ( પ્રકરણ – ૪ ) | ( પ્રકરણ – ૫ )( પ્રકરણ – ૬ )( પ્રકરણ – ૭ ) | ( પ્રકરણ – ૮ ) | ( પ્રકરણ – ૯ ) | ( પ્રકરણ – ૧૦ ) | ( પ્રકરણ – ૧૧ ) | ( પ્રકરણ – ૧૨ ) | ( પ્રકરણ – ૧૩ ) | ( પ્રકરણ – ૧૪ ) | ( પ્રકરણ – ૧૫ ) | ( પ્રકરણ – ૧૬ ) | ( પ્રકરણ – ૧૭ ) | ( પ્રકરણ – ૧૮ ) | ( પ્રકરણ – ૧૯ ) | ( પ્રકરણ – ૨૦ ) | ( પ્રકરણ – ૨૧ ) |

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.