-
-
-
-
-
-
-

બાકોરું પાડ્યું
શોધ્યું સ્મિત રુદનની અંદર, ‘બળવું’માં ઝળહળવું શોધ્યું; કોને કહેવું કેવી કેવી ઘટનામાં બાકોરું પાડ્યું.
-

બ્હારથી છું સાવ…
જેટલું જેનું ગજુ હો એટલા સૌ પોતપોતાને ભરી લો, જિંદગીના સાંકડા કૂવામાં ફેંકાયા છીએ સૌ ડોલ જેમ.
-
-
-

શ્હેરના ડામર ઉપર રણની કસુંબલ સાંઢણી…
જાવ જઈને કોઈ રોકો, નીકળ્યા છે સેંકડો લોકો; ફોડવા પથ્થરના ફુગ્ગાઓ રબરની ટાંકણી લઈને.
-
-
-
-

એ જ મારે જોવું છે
આવ, મારા આંસુની ઓ તીવ્રતા તું આવ, તારી રાહમાં છું ક્યારનો, કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે.
-

શ્રદ્ધા મારી જોઈને છે ઈશ્વર સુધ્ધાં ગેંગેફેંફે.
એ રીતે જોયું એણે કે તલવારોનું કઈ ના આવે, પળવારે તો થઈ ગયું’તું બખ્તર સુધ્ધાં ગેંગેફેંફે.
-
-
-
-

તો શું જોઈતું’તું ?
આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ, પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?
-

તું ય ઊભો છે હું ય ઊભો છું.
હું તો સાવ જ તળિયેથી તરબોળ થયો છું, તને કશું ન અનુભવાયું? તું ય ગજબ છે! ચારેબાજું ટહુકાઓની મહેક વેરતા માળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.
-
-

શ્વેત ચાદર ને… : ગઝલ
આ તો એનું એ જ ને ! આમાં અમારી મુક્તિનું શું ? ઈંટમાંથી બ્હાર કાઢી ભીંતનો આકાર આપ્યો.
-


