-
પાંખોને મળ્યું આકાશ : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
ફોન પર તન્મયભાઇએ કહ્યું કે મારા ઘરના આંગણામાં આવેલા એક વૃક્ષ પર બુલબુલે માળો બનાવ્યો છે અને તેમાં એક બચ્ચું પણ છે. મને થયું કે આ તન્મયભાઇ આટલી વ્યસ્તતા વચ્ચે અચાનક પ્રકૃતિપ્રેમી ક્યાંથી બની ગયા? પછી મૂળ વાત આવી.
-
એક પત્ર દીકરીને ( રેખા શુક્લ )
જા પુત્તરની પાસ, પ્રત્યુત્તર લઈ આવજે નહીંતર થઈશ હું ઉદાસ. ભલે તમે લોકો ટેકનોલોજીને ઈ બધામાં આગળ વધો પણ મોઢું જોઈને જે આનંદ થાય તને ભેટુંને જે સંતોષ થાય તે મારે તો બધું મન મનાવાનું- મન મારવાનું ન ગમે !
-
‘મા’ એ માત્ર એક શબ્દ કે વ્યક્તિ નહીં, એક અનુભૂતિ છે ! (ધર્મેન્દ્ર ત્રિવેદી)
પહેરવેશમા ઘાઘરી, પોલકું અને ઓઢણી. ડાબા હાથનું ઓશિકું બનાવી જમણા હાથને આંખ પર ઓઢી મીઠી નીંદર માણતી આ શ્રમજીવિનીનું દોઢેક વર્ષનું અડધું પડધું નાગું છોકરું તેની પડખે પલાંઠી વાળી એક હાથ જમીન પર ખોડી, બીજા હાથે માનું પોલકું અધ્ધર કરી પોતાની ભૂખ ભાંગતુ હતું…
-
કોરાફોરાં : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
મારૂતિ કચેરીના મુખ્ય દરવાજા બહાર ફૂટપાથ પાસે આંચકાભેર ઊભી રહી. તેઓ કારમાં થી છટાભેર ઉતર્યા અને દરવાજો બંધ કરતી વખતે મારૂતિના છાપરા પરથી રસ્તાપાર આવેલા ત્રિભેટે સહેજ ઝડપી નજર ફેરવી પરંતુ નિરાશાભેર, કારમાં વિન્ડશિલ્ડ આરપાર, નજરને સીધી જ રાખી બેઠેલા
-
સીમરન અને રાહુલ… | વાર્તા – રેખા શુક્લ
જે દિવસે જાગરણ કરવાનું ખબર હોય તે દિવસે બગાસા ઉપર બગાસા તો આવે આવે ને આવે જ !! ઝોંકા પણ શરૂ થઈ ગયા તો ક્ષમા હસી પડી અને બોલી કે પાયલ જો મારે તો આખી રાતનું જાગરણ કરવાનું છે…!!
-
કલ્પવૃક્ષ : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
ભરઉંઘમાં રતનાને કોઇએ એટલા જોરથી ઢંઢોળ્યો કે રતનાની દુનિયા એકાએક ઉલટી થઇ ગઇ અને તે સાવ બેબાકળો બની ગયો. તેને ગમતું દ્રષ્ય એકાએક ઓગળીને રેલાઇ ગયું અને ઘડીભર તો તે બધું ભુલી જ ગયો કે પોતે કોણ છે, ક્યાં છે… સાવ ચક્કરભમ.
-
જિરાફ : મોસ્ટ થ્રિલિંગ ટૂર (ધર્મેન્દ્ર ત્રિવેદી)
ગુલાબની પાંદડીઓ જેવા હોઠવાળી બેહદ ખૂબસૂરત છોકરીએ પૂછ્યું તમે નાટકમાં કામ કરશો મેં રૂક્ષતાપૂર્વક જવાબ દીધો ના મને નાટક ફાવતું નથી આંખો પટપટાવી પછી હસીને બોલી… તમે સ્લેષમાં બોલો છો… હું તો અભિનયની વાત કરૂ છુ.
-
યુ.સે. અને સાં.પ્ર.વિભાગના કાર્યક્રમોમાં માત્ર સાહસિકતા જ નહીં, ચારિત્ર પણ ઘડાય છે.
ગ્રાંટની મર્યાદિત પ્રાપ્યતા, યુવકોના પ્રેમ અને પ્રતિસાદના કારણે, ના પાડતા નહી શિખેલા આ અધિકારીને વિમાસણ ઉભી થઇ . . . તેમણે રાત્રે મિટિંગ બોલાવી અને સમસ્યા રજુ કરી અને પ્રશ્ન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા સર્વે પર નાખ્યો
-
ફરીવાર : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
રોજ સાંજે હું બારી પાસે બેસી બહાર તાક્યા કરતો અને જીવન શું છે તે વિશે વિચાર્યા કરતો પણ એ ગહન રહસ્યનો કોઇ ઉકેલ મને મળ્યો નહોતો. આજે મને સમજાયું કે જીવન એટલે શું ?
-
દારિકા : અનુવાદિત ટૂંકી વાર્તા ( ધર્મેન્દ્ર ત્રિવેદી )
બધો વાંક આ સોનાના ઘડૂલાનો જ છે. તેણે આપણી બધાની જિંદગી રોળી નાખી છે. તેની વિદાયની સાથે જ આ ઘરમાં કોઇ દુષ્ટ તત્વ આવી ગયું છે. રાત્રે મારા અને પિતાજીના ગંદાં કપડાંની વાસ મારો પીછો છોડતી નથી.
-
સર્ક્યુલર ઉપર સર્ક્યુલર (ધર્મેન્દ્ર ત્રિવેદી)
સવારના પહોરમાં તમે ચડ્ડો પહેરીને સવારની “ બે ” ચા ટટકારીને છાપુ વાંચતા વાંચતા “ પ્રેસર “ જનરેટ થવાની રાહ જોઇ રહ્યા હો ત્યાં જો તમને એવું લાગે કે તમારા ૯૦ મીટરીયા સામે બાઇક આવીને ઉભુ રહ્યું છે, અને “ આ સાલુ અટાણમાં કોણ આયુ હશે ? ” પ્રશ્ન તમારી આંખમાં ડોકિયા કરવા લાગે એટલે…
-
છળ : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
સુરેશને અચાનક મોળ ઉપડી, ચક્કર આવવા જેવું થયું. સુરેશની અંદર એક ખાલીપો ફેલાઇ ગયો. તેને થયું કે નરબદામાં અને ઘરના સૌ જો ખરેખરતેને મારવાનું છોડી દેશે તો પછી પેલું સ્વપ્નો જોવાનું સુખ, રાતે માં સાથેના વાર્તાલાપ અને વલોપાતનું શું ?
-
ચાંદરણું : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
જ્ઞાતિના રિવાજો મુજબ સવલી લગ્નનાં કેટલાંય વર્ષો બાદ આણું વાળીને સાસરે આવી હતી. ગામડામાં અને ગરીબ ઘરમાં સંકડામણમાં ઊછરેલી સવલીના નામે ઓળખતી સવિતા, પોતાની પરણિત બહેનપણીઓ પાસેથી લગ્નજીવનની સાંભળેલી વાતો આંખમાં આંજીને સ્વપ્નોની દુનિયાને જીવવા, પોતાના કરતાં “ખાધેપીધે” સુખી એવા સાસરે આવી હતી.
-
વાર્તા – માલતી | જ્યોતિ ભટ્ટ
પછી તો દવાખાનું, પોસ્ટમોર્ટમ, અને લોહીથી ખરડાયેલ લાશ. અરેરાટી નીકળી ગઈ મારા મોંમાંથી. મમ્મીની કપાયેલી, ચૂંથાયેલી લોહીથી લથબથ લાશનો કબજો મેળવી ગણ્યા ગાંઠ્યા સગા સંબંધીઓની હાજરીમાં પપ્પાએ મમ્મીનો અગ્નિસંસ્કાર કર્યો, અને પછી મકરંદ કાકાને પણ પપ્પાએ જ અગ્નિદાહ દીધો.
-
વાર્તા – કેનવાસ | જ્યોતિ ભટ્ટ
તમે કદી ઉછળતી, નાચતી, કૂદતી નદી જોઈ છે…? મેં જોઈ છે… આજથી વર્ષો પહેલા. ખીલતી કળી જેવી એ મને જોતાંની સાથે જ ગમી ગઈ.
-
7 days to die – Short Story
અરે આ શું …હજી તો કેટલા કામ બાકી છે..અરે જિંદગી જીવવાની શરૂઆત કરી છે… ” પણ ડોકટર ક્યાં કશું બદલી શકવાના હતા. એતો મેડિકલ રીપોર્ટમાં જે લખ્યું તેના આધારે તો વાત કરતાં હતાં..
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૨૧ )
એરપોર્ટ તરફ જતાં જતાં હું કોલકત્તા ને જોઈ રહ્યો… કાંચી વિનાના કોલકત્તા ને…! તેણે કહ્યું પણ હતું, ‘કે તું કોલકત્તા આવીશ, અને હું જ નહી હોઉં તો…? તને કોલકત્તા કોણ ફેરવશે…?’ મારા કાનોમાં કાંચી નું હાસ્ય ગુંજતું રહ્યું. અને હા, કાંચી એ તો સફરની શરૂઆત કરતા પહેલા એમ પણ કહ્યું હતું… ‘તું આ સફર માટે…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૨૦ )
આ છોકરી ખરેખર જે માનતી હતી, એ જ જીવતી હતી ! એના માટે પ્રેમ એ ક્ષણભરમાં પણ થઇ શકે એવી લાગણી હતી… એના માટે પ્રેમ એટલે એકબીજા ની સાથે ન હોવા છતાં જીવી શકાય એવી લાગણી હતી… એના માટે પ્રેમ એ, એકની જોડે બીજો મરે જ એવું જરૂરી ન હતું…. ! અને કદાચ એટલે જ…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૯ )
એણે હાથ બતાવ્યો. તેની આખી આંગળી લોહીથી લાલ થઇ ચુકી હતી ! મેં એનો હાથ મારા હાથમાં લીધો, અને તેનું લોહી ચૂસી લેવા મારા મોઢા ની નજીક લાવ્યો… અને એણે એક ઝાટકા સાથે એનો હાથ છોડાવી લીધો, અને બોલી, “અભી હું તને મરતાં નહી જોઈ શકું !”, અને એટલું કહેતાં ની સાથે એણે તેની આંગળી…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૮ )
“એ ચોપાટી પર ગયા છે… તેમણે જતા જતા મને ટીપ આપી હતી, અને કહ્યું હતું કે એક માણસ આવશે, લગભગ પાંચ વાગ્યે… એની નજરોમાં એક ઇન્તેજારી હશે જ… તું આરામ થી એને ઓળખી શકીશ ! એને કહેજે કે, ‘કાંચી ચોપાટી પર ગઈ છે’…!” એનું એટલું કહેવું અને હું ખુરશી હટાવી ઉભો થયો, અને સડસડાટ કેફેની…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૭ )
“મી.બંસલ, બંને તેટલું જલ્દી કરજો. મારી પાસે વધારે સમય નથી…!” “સ્યોર માય બોય ! આજ થી જ મારી ટીમ ને કહી દઉં છું… બુક નું પ્રમોશન સ્ટાર્ટ કરી દે, અને જોડે એડવાન્સ બુકિંગ પણ લેવાનું શરુ કરી દે ! આ મહિના દોઢ મહિના સુધીમાં બુક નું લોન્ચિંગ ઇવેન્ટ પણ ગોઠવાઈ જશે !”
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૬ )
એ બોલી, અને ફરી એકવખત ‘આભાર’ નો ભાર લાદતી, ચાલી નીકળી ! એ મારી નજરો થી દુર થતી ગઈ. ફરી એકવખત એ દુર જઈ રહી હતી, પણ આ વખતે મારી પાસે એને રોકવા માટે કોઈ બહાનું ન’હોતું ! છેલ્લે એ જઈ રહી હતી, ત્યારે મને એક વાર્તા દુર જતી દેખાતી હતી… અને આજે મને તેની…
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૫ )
“મને તો હમણાં ભૂખ નથી. જો તને ભૂખ હોય તો રોકાઇ જઈએ, નહિતર રેહવા દે…!” “ભૂખ તો મને પણ નથી…” “હમ્મ… તો ચાલ આપણે વાત જ પૂરી કરીએ હવે…” “હા બોલ આગળ…, પછી શું થયું..?” આ ‘પછી શું થયું?’, એ શબ્દો જ જાણે મને અને કાંચી ને જોડી રહ્યા હતા… !
-
કાંચી – ધ જર્ની ( પ્રકરણ – ૧૪ )
આજે કાંચી એ રીસેપશન પર કોઈ વાત પણ ન કરી, કે ન કાર ચલાવવા આગ્રહ કર્યો ! મેં ગાડી ચલાવી, અને હાઇવે પર દોડાવવા માંડી ! પણ આજે અમારી બંને વચ્ચે એક ભયંકર શાંતિ છવાયેલી હતી ! ડર લાગે તેવી શાંતિ ! અને એથી વિશેષ મને મારા કર્યા પર ક્ષોભ થઇ રહ્યો હતો. આવેશમાં આવી,…